Home દેશ - NATIONAL ઓડિશા: ભગવાન રામ વિરુદ્ધ FB પોસ્ટ પર થયો વિવાદ, ભદ્રક શહેરમાં સેક્શન...

ઓડિશા: ભગવાન રામ વિરુદ્ધ FB પોસ્ટ પર થયો વિવાદ, ભદ્રક શહેરમાં સેક્શન 144 લાગુ

343
0

(જી.એન.એસ), તા.૮ ભદ્રક (ઓડિશા)
ભગવાન શ્રીરામ ઉપરની અપમાનજનક ફેસબુક પોસ્ટ પછી ભદ્રકમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. કેટલાંક સંગઠનોએ પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રદર્શનો કર્યા. આ દરમિયાન કથિત ઉપદ્રવીઓએ સડક પર આગ પણ લગાવી દીધી. આ વિરોધને રોકવા માટે ભદ્રકમાં હવે સેક્શન 144 લાગુ કરવામાં આવી છે.
સેક્શન 144 લાગુ કરવા છતાં પોલીસે જાહેર કર્યો કર્ફ્યુ
એક ચોક્કસ સમુદાય વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અપમાનજનક ટીકાના આરોપને પગલે ફાટી નીકળેલા હુલ્લડને રોકવા માટેની વાતચીત નિષ્ફળ જતાં ગઇકાલે સાંજે કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર નવું જ હુલ્લડ શરૂ થઇ ગયું હતું.
શહેરમાં ગુરુવારે પ્રતિબંધના આદેશો જાહેર થયા પછીના દિવસે ઉશ્કરાયેલા લોકોએ હિંસાનો આશરો લીધો હતો. શહેરમાં સેક્શન 144 લાગુ થયું હોવા છતાં અધિકારીઓએ કર્ફ્યુ જાહેર કરવો પડ્યો હતો કારણકે પરિસ્થિતિ વધુ ને વધુ બગડી રહી હતી. આશરે 15 પોલીસદળોને તહેનાત કરવામાં આવ્યા છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટેના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ક્રિશ્ન પાલ ગુર્જર આજે ભદ્રકમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના હતા. પરંતુ, સ્થાનિક પોલીસે વિનંતિ કરતા તેમણ તેમની સફર કેન્સલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમ્માના રસ્તે યોગી, ૩રૂપિયમાં નાસ્તો,૫ રૂપિયામાં ભોજન
Next articleભારત-બાંગ્લા. વચ્ચે થઈ 22 સમજૂતી, આતંકનો સાથે મળી કરશે મુકાબલો