Home રમત-ગમત Sports ભારતે જાપાનને હરાવતા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા મળી હતી

ભારતે જાપાનને હરાવતા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા મળી હતી

23
0

(GNS),12

ભારતીય હોકી ટીમ 2021 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં જાપાનના હાથે પરાજય પામી હતી. હવે બે વર્ષ બાદ ભારતે 2023માં રમાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં જાપાનને હરાવ્યું છે. પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ ભારતે બીજા ક્વાર્ટરમાં ત્રણ ગોલ કર્યા હતા. ટીમે ત્રીજા અને ચોથામાં એક ગોલ કર્યો હતો. ભારતે 5-0થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં હવે તેની ટક્કર મલેશિયા સાથે થશે. ફાઈનલ મેચ 12મી ઓગસ્ટે જોવા જેવી રહશે કોણ કેટલો સ્કોર કરશે..

પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ભારતને બીજી મિનિટે જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ કેપ્ટન હરમનપ્રીત સિંહ આ ગોલ કરી શક્યો નહોતો. આ પછી પણ ટીમ ઈન્ડિયાએ હુમલો ચાલુ રાખ્યો, હજુ પણ સફળતા મળી નથી. બીજા ક્વાર્ટરમાં ભારતનું ખાતું ખોલવામાં આવ્યું છે. ટીમ માટે આકાશદીપે 19મી મિનિટે ગોલ કર્યો હતો. હાર્દિકની શાનદાર રમતના કારણે ભારતીય ટીમ આ ગોલ કરવામાં સફળ રહી હતી. તેણે આકાશદીપને ગોલ આપ્યો હતો. સ્કોર ભારત 1-0 જાપાન..  ભારતીય ટીમની લીડ 2-0 થઈ ગઈ છે. કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો. લીગ રાઉન્ડમાં, ભારત જાપાન સામે 15 પેનલ્ટી કોર્નરમાંથી માત્ર એક ગોલ કરી શક્યું. આ મેચમાં બે પર એક ગોલ થયો છે. સ્કોર ભારત 2-0 જાપાન… ભારતે ત્રીજો ગોલ પણ બીજા ક્વાર્ટરમાં જ કર્યો છે. બ્રેક પહેલા ભારત તરફથી મનદીપ સિંહે ગોલ કર્યો હતો. ભારતની લીડ 3-0 થઈ ગઈ છે. હવે જાપાન માટે અહીંથી પાછા આવવું ઘણું મુશ્કેલ બની જશે. સ્કોર ભારત 3-0 જાપાન.. ભારતીય ટીમ દ્વારા ગોલનો વરસાદ થયો. સુમિલે ત્રીજા ક્વાર્ટરમાં ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. અત્યાર સુધી થયેલા તમામ ગોલ અલગ-અલગ ખેલાડીઓએ કર્યા છે. મનદીપ સિંહે આ ગોલમાં મદદ કરી હતી. સ્કોર ભારત 4-0 જાપાન.. ભારતનો 5મો ગોલઃ ભારતીય ટીમ દ્વારા 5મો ગોલ પણ કરવામાં આવ્યો છે. આ ગોલ સ્થાનિક બોય કાર્તિ સેલ્વમે કર્યો હતો. તેણે આ ગોલ 51મી મિનિટે કર્યો હતો. આ ગોલમાં કેપ્ટન હરમનપ્રીત સિંહના લાંબા બોલે મદદ કરી. સ્કોર ભારત 5-0 જાપાન..

2021 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી બાંગ્લાદેશની યજમાનીમાં રમાઈ હતી. ત્યાં પણ ભારતીય ટીમ લીગ રાઉન્ડ બાદ ટોપ પર હતી. પરંતુ સેમીફાઈનલમાં જાપાન સામે હારી ગઈ હતી. જાપાને તે મેચ 5-3થી જીતી હતી. આ વખતે હરમનપ્રીત સિંહની ભારતીય ટીમ એ ભૂલોનું પુનરાવર્તન કરવાનું પસંદ નહિ કરે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબૉલીવુડ અભિનેત્રીનું બીજી વખત માતા બનવાની હતી, પરંતુ પાંચમા મહિને મિસકેરેજ થયું
Next articleવર્લ્ડકપમાં તિલક વર્મા ઈન્ઝમામ જેવો કમાલ કરી બતાવશે.. શું ભારત ફરીથી બનશે ચેમ્પિયન