Home મનોરંજન - Entertainment બૉલીવુડ અભિનેત્રીનું બીજી વખત માતા બનવાની હતી, પરંતુ પાંચમા મહિને મિસકેરેજ થયું

બૉલીવુડ અભિનેત્રીનું બીજી વખત માતા બનવાની હતી, પરંતુ પાંચમા મહિને મિસકેરેજ થયું

18
0

(GNS),12

બૉલીવુડ અભિનેત્રી રાની મુખર્જી આમ તો પોતાની અંગત જીવન અંગે વાત કરવાનું ટાળે છે. ત્યાર હવે રાનીએ મેલબર્ન ખાતે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પોતાની આપવીતી જણાવી હતી. રાની મુખર્જીએ કહ્યું કે તે બીજી વખત માતા બનવાની હતી, પરંતુ કોવિડ-19 દરમિયાન તેના 5 મહિનાના બાળકનું મિસકેરેજ થઇ ગયું હતું. આ તેના જીવનનો આ દર્દનાક સમય ખૂબ જ મુશ્કેલીભર્યો રહ્યો હતો. રાની મુખર્જીએ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’ પર વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન તે બીજી વખત માતા બનવાની હતી, પરંતુ પાંચ મહિનામાં જ તેનું મિસકેરેજ થઇ ગયું હતું. આદિત્ય ચોપરાની પત્ની રાણી મુખર્જીએ કહ્યું કે, તેણે આ વાત ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’ના પ્રમોશન દરમિયાન જણાવી નહોતી, કારણ કે લોકોને લાગતું કે કે તેણી આ ફિલ્મને પ્રમોટ કરવા માટે આ બધું કહી રહી છે.

મેલબર્ન ખાતે રાનીએ જણાવ્યું કે, “હું પ્રથમ વખત મારી પર્સનલ લાઈફ વિશે જાહેરમાં વાત કરી રહી છું. ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’ના પ્રમોશન દરમિયાન પણ મેં આ અંગે વાત નહોતી કરી. હું નહોતી ઇચ્છતી કે લોકો મારી પર્સનલ લાઈફને ફિલ્મ સાથે જોડીને ફિલ્મ જુએ અને કહે કે આ એક સ્ટ્રેટેજી હતી. કોરોનાકાળ દરમિયાન એટલે કે વર્ષ 2020માં હું પ્રેગ્નેન્ટ હતી. અમે બીજી વખત માતા-પિતા બનવાના હતા. પરંતુ કમનસીબે મેં 5 મહિને મારુ બાળક ગુમાવ્યું, મારુ મિસકેરેજ થઇ ગયું.” જણાવી દઈએ કે, રાણી મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’ 17 માર્ચ 2023ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ નોર્વેમાં રહેતા ભારતીય પરિવારની સાચી ઘટના પર આધારિત હતી. આ ફિલ્મમાં રાની મુખર્જીએ માતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના બંને બાળકો છીનવી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે તે પોતાના બાળકો માટે લડે છે. દર્શકોને ઈમોશનલ કરનારી આ ફિલ્મનું દિગ્દર્શન આશિમા છિબ્બરે કર્યું હતું. રાની મુખર્જીએ વર્ષ 2014માં યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમના ઘરમાં પુત્રી આદિરાનો જન્મ થયો હતો. આદિરાનો જન્મ નિયત સમય કરતાં 2 મહિના પહેલા જ થઇ ગયો હતો. જેના કારણે આદિરાને જન્મ સમયે NICUમાં રાખવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચેન્નાઈની કોર્ટે બૉલીવુડની અભિનેત્રી અને પૂર્વ સાંસદને 6 મહિનાની જેલની સજા ફટકારી
Next articleભારતે જાપાનને હરાવતા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા મળી હતી