Home દેશ - NATIONAL ભારતીય શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ, સેન્સેક્સ 74000 પોઈન્ટને પાર, નિફ્ટીમાં 117 પોઈન્ટનો...

ભારતીય શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ, સેન્સેક્સ 74000 પોઈન્ટને પાર, નિફ્ટીમાં 117 પોઈન્ટનો વધારો

17
0

(જી.એન.એસ),તા.૦૬

મુંબઈ,

ભારતીય શેરબજારમાં આજે 6 માર્ચના રોજ મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે બજારના તમામ મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. BSE સેન્સેક્સ 408 પોઈન્ટ અથવા 0.55 ટકા વધીને 74,085 પર બંધ થયો. નિફ્ટી 117 પોઈન્ટ અથવા 0.55 ટકા વધીને 22,474 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજે સેન્સેક્સએ 74,151 પોઈન્ટ અને નિફ્ટીએ 22,497 પોઈન્ટના નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર ગયા હતા. જોકે શેરબજારમાં ઘટતા શેરોની સંખ્યા વધારે રહી હતી. NSE પર 1782 શેર લાલ નિશાનમાં બંધ થયા જ્યારે 427 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.

બેન્કિંગ શેર્સમાં આજે તેજીનું વલણ જોવા મળ્યું હતું. નિફ્ટી બેંક 384 પોઈન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 47,965 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી અને નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.52 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 2 ટકા તૂટ્યો હતો.

સેન્સેક્સ પેકમાં કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ભારતી એરટેલ, સન ફાર્મા, M&M, HCL ટેક, ટાઇટન કંપની, TCS, L&T, ICICI બેંક, IndusInd બેંક, ઈન્ફોસીસ, એશિયન પેઈન્ટ્સ, ITC, Reliance, HUL, બજાજ ફિનસર્વ, HDFC બેંક અને SBIના શેર વધારા સાથે બંધ થયા હતા.

અલ્ટ્રાટેક સિમેન્ટ, NTPC, મારુતિ સુઝુકી, JSW સ્ટીલ, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજા ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, નેસ્લે અને વિપ્રોના શેરમાં ઘટાડો નોંધાયો હતા. ભારતની સાથે વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી છે. ટોક્યો, હોંગકોંગ, જકાર્તા અને બેંગકોકના બજારો લીલા નિશાનમાં બંધ થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈઝરાયેલમાં લેબનોનથી છોડવામાં આવેલી મિસાઇલને કારણે એક ભારતીયનું મોત, જ્યારે બે લોકો ઘાયલ થયા
Next articleભારતીય શેરબજારમાં 3 કંપનીના આઈપીઓ ખુલ્યા