Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની સતત વેચવાલી થકી દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની સતત વેચવાલી થકી દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૮૧૮.૧૧ સામે ૫૬૨૪૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૭૧૯.૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૩.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૭૬૯.૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૨૧.૨૦ સામે ૧૬૭૬૧.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૫૭૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૬૦૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ દેશના આર્થિક વિકાસ દરમાં વૃદ્વિ છતાં વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવ ચાઈનાની ઔદ્યોગિક પ્રવૃતિમાં વૃદ્વિ અને રશિયા પાસેથી ઓઈલની ખરીદી સહિતના યુરોપના પણ પ્રતિબંધને પગલે ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૧૨૪ ડોલર પહોંચી ગયા બાદ ઘટીને ૧૧૮ ડોલર નજીક રહ્યા છતાં મોંઘવારી, ફુગાવો વધુ વધવાની ચિંતા અને ધિરાણ દરો વધતાં પ્રવાહિતા રૂંધાવવાના અંદાજોએ અને જીએસટી એકત્રિકરણમાં મે મહિનામાં ૧૬%નો ઘટાડો નોંધાયા સાથે એફએમસીજીની માંગ મંદ પડી રહ્યાના અહેવાલ વચ્ચે શેરોમાં ફંડોએ સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ઈન્ડેક્સ બેઝડ આજે ફંડોએ અફડાતફડી મચાવી અંતે નરમાઈ બતાવી હતી. આઇટી, એનર્જી અને ટેક શેરોમાં તેજી સાથે રિલાયન્સ, ઈન્ફોસિસ, લાર્સેન અને ટીસીએસ લિ. સહિતમાં સિલેક્ટિવ તેજી સામે પાવર, બેઝિક મટિરિયલ્સ, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, સીડીજીએસ અને ટેલિકોમ શેરોમાં પ્રોફિટ બુકિંગે ધોવાણ થતું જોવાયું હતું.  એફએમસીજીની ગ્રામીણ ક્ષેત્રમાં માંગ સતત ત્રીજા ત્રિમાસિકમાં મંદ પડતાં એફએમસીજી શેરોમાં વેચવાલી સાથે આ મેટલ, બેંકિંગ અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલીએ બીએસઇ સેન્સેક્સ ૪૮.૮૮ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૨૦.૨૦ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૧.૯૩ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૭.૦૫ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, એનર્જી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૬૯ અને વધનારની સંખ્યા ૧૩૬૭ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારત સહિત દુનિયાભરમાં મોંઘવારીને કારણે માંગ મંદ પડવાની આશંકા વચ્ચે મે મહિનામાં ભારતની સર્વિસ સેક્ટરની પ્રવૃતિઓ ૧૧ વર્ષને ટોચે પહોંચી છે. સેવા ક્ષેત્રની પ્રવૃત્તિએ મે મહિનામાં ઝડપી સુધરી છે અને વધતા ભાવ દબાણ વચ્ચે પણ ૧૧ વર્ષમાં સૌથી મજબૂત દરે વૃદ્ધિ પામી છે. શુક્રવારે રજૂ થયેલ એક માસિક રિપોર્ટમાં જણાવાયું છે કે ઈનપુટ કોસ્ટ ઈન્ફલેશન વિક્રમજનક ટોચે પહોંચી હોવા છતાં સર્વિસ સેક્ટરનો પર્ચેસિંગ મેનેજર ઈન્ડેકસ એપ્રિલમાં ૫૭.૯થી વધીને મે મહિનામાં ૫૮.૯ થઈ ગયો છે. ભારતીય અર્થતંત્ર ફરી પાટે ચઢતા, ઉંચા ભાવ છતા માંગમાં રિકવરીને પગલે સેવા ક્ષેત્રની વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે.

જુલાઇ ૨૦૧૧ પછીના ૧૧ વર્ષમાં મે મહિનામાં સૌથી ઝડપી ગતિએ સેવ ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો થયો હતો. નવા ઓર્ડરમાં સૌથી તીવ્ર વધારાને કારણે આ રિકવરી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત દસમા મહિને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ જો ૫૦થી ઉપરના લેવલે હોય તો અર્થતંત્રમાં વિસ્તરણ સૂચવે છે, જ્યારે ૫૦થી નીચેનું વાંચન સંકોચન સૂચવે છે. આ સાથે સર્વિસ અને ઉત્પાદનના સંયુક્ત S&P ગ્લોબલ ઇન્ડિયા કમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ એપ્રિલમાં ૫૭.૬થી વધીને મેમાં ૫૮.૩ થયો છે, જે ગયા નવેમ્બર પછીનું સૌથી ઝડપી વિસ્તરણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનર્જી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૩૬ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!! દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!
Next articleયુપી જ ૨૧મી સદીમાં ભારતની ગ્રોથ સ્ટોરીને મૂમેન્ટમ આપશે : વડાપ્રધાન મોદી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.