Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex 65178 ઉપર ખુલ્યો

ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex 65178 ઉપર ખુલ્યો

12
0

(GNS),31

ગુરુવારે શેરબજાર(Share Market)માં જોરદાર એક્શન જોવા મળી શકે છે. મંથલી એક્સપાયરીનાં દિવસે માર્કેટમાં સારી શરૂઆત સાથે તેજીનો કારોબાર જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. GIFT NIFTY 19400 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકન બજારો પણ સકારાત્મક બંધ થયા છે. આ પહેલા સતત ત્રીજા દિવસે ભારતીય બજારો લીલા નિશાનમાં બંધ થયા છે. BSE સેન્સેક્સ 65,087 પર બંધ થયો હતો. ભારતીય શેરબજારની દિવસની શરૂઆતની બેલ પર સેન્સેક્સ ૬૫,૧૭૮ , +૯૧.૦૮ (૦.૧૪ ટકા) પર ની સ્થિતિ અને નિફ્ટી ૧૯,૩૭૫.૫૫ , +૨૮.૧૦ (૦.૧૫ ટકા) ની સ્થિતિ પર નોંધાયા.

દિવસની શરૂઆતની બેલ
SENSEX : 65,178.33 +91.08 (0.14%)
NIFTY : 19,375.55 +28.10 (0.15%)

ડિસ્ક્લેમર : શેરમાં રોકાણ આર્થિક જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર માહિતી આપવાનો છે, રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો સંબંધ રહેશે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો IPO 83% પ્રીમિયમ પર લિસ્ટ થયો
Next articleમોંઘવારી નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે વિશેષ તૈયારીઓ હાથ ધરી