Home જનક પુરોહિત ભાજપનું ગાડું ઘરડાવાળે એવી નોબત આવી લાગે છે

ભાજપનું ગાડું ઘરડાવાળે એવી નોબત આવી લાગે છે

687
0

કેશુભાઈ પટેલના ચુસ્ત સમર્થક અને જુના જનસંઘ સમયના કાર્યકરે દોઢ ડાહ્યાને ફોન કર્યો . લાંબા સમય પછી ફોન પર વાતચીત થાવથી કેમ છો ની ઔપચારિકતા ચાલી . ત્યારબાદ મિત્ર એ ઠાવકાઈ થી પૂછી લીધું “ આજે અમિત શાહે જે નિવેદન કર્યું છે કે ૭૫ વર્ષની વય મર્યાદા જેવો કોઈ નિર્ણય ભાજપે કર્યો નથી . કોઈ પણ વય ના ચુંટણી લડી શકે છે . આ નિવેદનનો સંદર્ભ કયો હશે તે સમજાતું નથી . બાપુ માટે આ નિયમ નેવે મુક્યો હશે કે બહેન માટે ?  મુરબ્બી મિત્રની મજા લેવા માટે કહ્યું “ આ નિયમને કેશુબાપા માટે હળવો કરવો પડ્યો છે . ગુજરાતમાં અત્યારે ભાજપ મુશ્કેલીમાં છે . શંકરસિંહ બાપુને સાથે લીધા , પણ ફાયદો ન થયો . હવે કેશુબાપા જો મદદ કરે તો ભાજપનું ફસાયેલું ગાડુ બહાર નીકળે . ઘરડા જ ગાડા વાળે તેમ સમજીને અમિતભાઈએ આ જાહેરાત કરી હશે . ” ભાજપી મિત્ર એ નિરાશા ના સુર સાથે કહ્યું “ ઈ વાત રેવા ડો કેશુબાપા , સંજય જોશી , અડવાણી જી , મુરલીમનોહર જોશી જી આ કોઈ આપણા સાહેબને નો ખપે . કોંગ્રેસ માંથી કોઈપણ આવે તો ચાલે .” દોઢ ડાહ્યા એ સુચન કર્યું “ તો પછી એક કામ કરો કેશુબાપા સહીત તમે સૌ થોડા સમય માટે કોંગ્રેસમાં જતાં રહો અને કેશુબાપા ને સફળતા મળે તો તમારા અડવાણી જી સહીત ના સૌ કોઈ નેતાઓને કોંગ્રેસમાં મોકલી દો . વાયા કોંગ્રેસ ભાજપમાં મારફાડ એન્ટ્રી લો તો ફરી પાછા ગોઠવાઈ જશો .” મિત્ર એ કહ્યું “ આ બધું શંકરસિંહ બાપુને ફાવે તમે જેના નામ લો છો તેઓ તો આવું કશું સપને પણ વિચારી ના શકે . કશો વાંધો નહિ ભળે કોંગ્રેસી ભાજપ ચાલવા દો .” અને મિત્ર એ ફોન પૂરો કર્યો .

કોંગ્રેસના ધારાસભ્યો પ્રથમ દિલ્હી અને ત્યારબાદ તિરૂપતિ ર્શને ગયા 

કોંગ્રેસના ધારાસભ્યો સોમવારે દિલ્હી ખાતે સોનિયા ગાંધીની મુલાકાતે ગયા હતા . ભાજપ દ્વારા ધારાસભ્યોની આ મુલાકાત ના ફોટા સોશિયલ મિડિયા માં વાઈરલ કરવા માં આવ્યા . કોંગ્રેસનું કામ ભાજપ દ્વારા એટલા માટે કરવામાં આવ્યું કે ધારાસભ્યોને એક લાઈન માં એવીરીતે ગોઠવી દેવાયા હતા જેવી રીતે અંબાજીમાં ભક્તોને માતાજીના દર્શન માટે લાઈનમાં ગોઠવવા માં આવે છે . ભાજપના એક મિત્ર એ ફોટો મોકલ્યા પછી ફોન પણ કર્યો . તેમણે વ્યંગ માં કહ્યું “ જોયુંને ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોની શું સ્થિતિ છે ! માતાજીના દર્શન માટે કેવા શિસ્તબદ્ધ લાઈનમાં ઉભા છે ! ” મિત્રને કહ્યું “ આ દ્રશ્ય જોયા બાદ મને દિલ્હી અને અમદાવાદના એરપોર્ટના દ્રશ્યો યાદ આવી ગયા . આપણા વડાપ્રધાન જયારે વિધેશ પ્રવાસે જાય છે ત્યારે આખું કેન્દ્રનું મંત્રી મંડળ એરપોર્ટ પર આજ રીતે લાઈન માં ઉભા રહીને સાહેબ ને બે હાથ જોડી નમી નમી ને શુભેચ્છા પાઠવે છે . અને સાહેબ હવે દર મહીને ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે એરપોર્ટ પર ગુજરાતનું આખું મંત્રી મંડળ પણ આજ પ્રકારે લાઈનમાં જોવા મળે છે .” ભાજપી મિત્ર ને આ કોમેન્ટ પસંદ ના આવી તેમણે કહ્યું “ વાત લાઈનની નથી કોંગ્રેસના ધારાસભ્યો જે દેવ દેવીના દર્શને નીકળ્યા છે તેની વાત કરું છું . પ્રથમ દિલ્હીમાં માતાજીના દર્શન કરીને સૌ ધારાસભ્યો સીધા જ તિરૂપતિ દર્શન કરવા ગયા .” મિત્રને કહ્યું આવી બધી કોમેન્ટ તમને નાં શોભે આપણા અમિત ભાઈ જેટલી વાત અમદાવાદમાં પોતાના જ ઘરે આવે છે ને છતાં ગુજરાત ભાજપ અને મંત્રી મંડળ આજ પ્રકારે દેવ દર્શન માટે ભીડ કરે છે . રાજકારણીઓ એ કેટલીક નક્કર વાસ્તવિકતા પચાવી લેવી જોઈએ . રાજકારણીઓ એ કોઠી ધોવાની ભુલ ના કરાય .” દોઢ ડાહ્યાની વાત ભાજપી મિત્ર પચાવી ના શકતાં ‘ સારું ત્યારે ’ કહી ફોન પૂરો કર્યો .

ભાજપનો પ્રવેશોત્સવ કોંગ્રેસ મુક્ત ગુજરાત કરી શકશે ?

ખાનપુર ભાજપ કાર્યાલય પાસે વરસાદી માહોલ માં ગરમ ગોટાની મજા લેતા કેટલાંક કાર્યકર મિત્રો રાજકીય ગપસપ કરી રહ્યા હતા . એક કાર્યકરે કહ્યું “ આ વખતે સારું છે કે ભાજપનો પ્રવેશોત્સવ પ્રદેશ કાર્યાલય ને બદલે જે તે વિસ્તારમાં જ રાખ્યો છે નહિ તો આપણે પણ રોજે રોજ કમલમ જવા માટે પેટ્રોલ બાળવું પડત .” અન્ય કાર્યકરે કહ્યું “ અમદાવાદના કોંગ્રેસીઓ નો ભાજપ પ્રવેશ હશે ત્યારે કદાચ આપણે કમલમ ખાતે ભીડ કરવા જવું પડશે . ભીડ એકત્ર કરવા માં અમદાવાદના કાર્યકરોએ પક્ષમાં મહત્તમ યોગદાન આપવું પડે છે .” એક કાર્યકરે પ્રશ્ન કર્યો “ શું લાગે છે આમ કોંગ્રેસ માંથી એક એક નેતા ના ભાજપ પ્રવેશથી ગુજરાત કોંગ્રેસ મુક્ત થઇ જશે ? ” સીનીયર કાર્યકરે જવાબ આપ્યો “ જો ભાઈ , એક દેશી કહેવત છે કે ચોરાનો વંશ ક્યારેય જાય નહિ . રાજકીય પક્ષો એ ચોરો જ છે . ગુજરાતમાં ચુંટણી વખતે ક્યારેય નામ ના સાંભળ્યા હોય તેવાં રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે . ત્યારે કોંગ્રેસ તો દેશનો સૌથી જુનો સૌથી મોટો અને સૌથી સબળ પક્ષ છે તેનો વંશવેલો અટકી શકે નહિ . હા ભાજપ કોંગ્રેસ યુક્ત થઇ જશે .” અન્ય કાર્યકરે કહ્યું “ યાર જાહેરમાં આવું ના બોલો અત્યારે વિશ્વ નો સૌથી મોટો પક્ષ આપડો ભાજપ છે અને સૌથી સબળ પક્ષ પણ ભાજપ છે . તમે કોંગ્રેસ ની પ્રશંસા નાં કરો .” સીનીયરે કહ્યું “ એમાં એવું છે ને કે , કાગળ ઉપર સૌથી મોટો પક્ષ ભાજપ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશમાં એકપણ ગામ એવું નથી કે જ્યાં કોંગ્રેસનો એકપણ કાર્યકર ના હોય . આપણે રાજસ્થાન પ્રચારમાં ગયા હતા યાદ છેને કે આપણે જે ગામ માં ગયા હતા ત્યાં ભાજપનો એકપણ કાર્યકર કે સમર્થક ના હોવાથી રેવા જમવા ની વ્યવસ્થા કરવા બેફામ રૂપિયા ખર્ચવા છતાં મુશ્કેલી પડી હતી . એતો કોંગ્રેસની અન આવડત હોવાને કારણે તેમની સક્ષમતા ને તેઓ ઉજાગર કરી શકતાં નથી . બાકી ગુજરાતમાં ૩૪% મત કોંગ્રેસના અકબંધ છે . ૫૦ થી વધુ બેઠકો તેમની નિશ્ચિત છે . તેમણે તો સત્તા માં આવવા માટે ૭ થી ૧૦% મતનો ઉમેરો કરવો પડે તેમ છે . પણ આટલું તેઓ નથી કરી શકતાં .” એક કાર્યકરે કહ્યું “ ચુંટણી વખતે જ કોંગ્રેસને તેમના નેતાઓનું ગ્રહણ નડી જાય છે . ગત ચૂટણીમાં યુ.પી.એ ની સરકારે ગુજરાતની ચુંટણી ની ચિંતા કાર્ય વિના ગેસ ના બાટલા વર્ષમાં માત્ર ૬ જ આપવાની જાહેરાત કરી અને ભાજપ જીતી ગયું . આ વખતે બાપુએ બળવો કર્યો . આમાં કોંગ્રેસ મત નો ઉમેરો કરે તો ક્યાંથી કરે .”  નાસ્તો પૂરો કરીને કાર્યકરો પાન ના ગલ્લે વળ્યા અને ચર્ચા અટકી ગઈ .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવે ડર લાગે છે આપણા નરેન્દ્રભાઈના આ નારા થી ‘ કરેંગે ઔર કરકે રહેંગે ’
Next articleગુજરાતના રાજકારણમાં એક હતા ‘બાપૂ’ શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા…!!?