Home ગુજરાત ગુજરાતના રાજકારણમાં એક હતા ‘બાપૂ’ શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા…!!?

ગુજરાતના રાજકારણમાં એક હતા ‘બાપૂ’ શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા…!!?

616
0

આમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ નથી પણ છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાતમાં ભજવાયેલા નાટકો ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે એક સમયે ગુજરાતના ‘સાવજ’ ગણાતા ‘બાપૂ’ શંકરસિંહ વાઘેલાની કારકિર્દીમાં અકાળે અસ્ત થવા જઈ રહ્યો છે. જો કે એ કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે કે બાપૂએ જાતે જ રાજકીય આત્મહત્યા કરી લીધી હોય એવું દેખાઈ રહ્યું છે.
શંકરસિંહ વાઘેલાની એક જ ‘હાકે’ ભાજપાની સમગ્ર રાષ્ટ્રીય નેતાગીરીઓ એક સમયે દોડવું પડ્યું હતું અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડવા મજબૂર થવું પડ્યું હતું. જેમા ૪૪ ધારાસભ્યોનું ખજૂરાહો કાંડ કોંગ્રેસ ટેકાથી સત્તા ગ્રહણ કરવી અને પરિણામે બાપૂના ટેકેદારો પૈકી આંગળીના વેઢે ગણાય તેટલા ચૂંટાયા પણ શરમજનક ગણાય….પણ ભાજપાની ગળથુથી પીધેલા બાપૂનો સત્તા મોહ જેવો તેવો ન હતો સમગ્ર રાજપાને કોંગ્રેસમાં ભેળવી દીધો. પણ આ બધું થવા પાછળ ‘ખુદ’શંકરસિંહ ની સંગઠન મજબૂત કરવા કે ઊભુ કરવા ગામે ગામની દોડ કારણભૂત હતી કારણ કે ભાજપનું સંગઠન તેમણે જ ઊભુ કર્યું હતું.
પરંતુ એ સમયે શંકરસિંહ વાઘેલાને ભાજપામાં અન્યાય થયો છે તેવી લાગણી પાયાના કાર્યકરો,ધારાસભ્યો,મંત્રીઓ અને લોકોમાં હતી. તેથી તમામ મજબૂત કાર્યકરો,નેતાઓ બાપૂની પડખે હતા કે જેમનું વજૂદ-વર્ચસ્વ પોત પોતાના વિસ્તારોમાં હતું.
આજે કોંગ્રેસમાં બળવો પોકારી બાપૂએ જે અલગ ચોકો રચ્યો તેમાં જૂના રાજપાના કોઈ કાર્યકરો, સમર્થકો કે ગુજરાતની જનતા તેમના સમર્થનમાં દેખાતી નથી. અત્યારે એવા લોકો તેમના ટેકેમાં છે કે જે ન.પા કે કોર્પોરેશનની ચૂંટણી લડે તો પડોશી પણ વૉટ ના આપે આવા કહેવાતા અને બની બેઠેલા નેતાઓના સમર્થનથી બાપુ આગળ વધવાથી તો શંકરસિંહનું પોતાનું અસ્તિત્વ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી સંપૂર્ણપણે ભૂંસાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
આ બધા ખેલ ખેલ્યા છતાં બાપૂએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેના માનમાં સમગ્ર કોંગ્રેસે સાગમટે આભાર માનવો જોઈએ કારણ કે રાજ્યસભા ઈલેક્શનમાં બાપૂએ અમિત શાહે ભેગા થઈ કોંગ્રેસ અને અહેમદ પટેલ વિરુધ્ધ ખોલેલો મોરચો સરેઆમ નિષ્ફળ જતાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત થઈ ગયું. કાર્યકરો તથા જેના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગેલો તેવા અહેમદ પટેલ એક દિગ્વિજયી કદાવર નેતા તરીકે ઊભરી આઅવ્યા જેનો લાભ ચોક્કસપણે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને થશે.
અત્યારે પોતે ભૂલ કરી છે તેવું ‘બાપૂ’સમજતા હોવા છતાં જાહેરમાં કાર્યકરોની હિંમત વધારવા જે રીતે ‘કોંગ્રેસને પાડી દેશું અને પતાવી દેશું પડાકરો કરી રહ્યા છે. પરંતુ એમને એ વાત ન ભૂલવી જોઈએ કે ભૂતકાળના એમના જ ચેલા અને એમના જ કટ્ટર હરિફ અને દુશ્મન ગણાતા નરેન્દ્ર મોદીની ગુજરાતમાં હારતા ભાજપાને બચાવવાની સમજી વિચારીને ખેલેલી આ ચાલ છે.
રાજ્ય સકાર અને કેન્દ્ર સરકાર બંન્ને એ વાત જાણે છે કે ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓ થાય તો ભાજપાને ૭૦ કે ૮૦ બેઠક આવે તેમ નથી તેથી કોંગ્રેસના મતો તોડવાની ગણતરીએ શંકરસિંહને મુખ્યમંત્રી પદની લાલચ આપી ત્રીજો મોરચો ઊભો કરાવ્યો છે. આમાં બહુ સ્પષ્ટ ગણતરી છે કે જો શંકરસિંહ ભાજપામાં જોડાય જાય તો તે ચૂંટણી તો લડી શકે પરંતું તેમને મુખ્યમંત્રી બનાવી ના શકાય પરંતુ ત્રીજો મોરચો ૮થી૧૦ બેઠકો જીતી લાવે તો ભાજપા સાથે સરકાર રચી મુખ્યમંત્રી બનાવાય તેવી લોલીપોપ ભાજપાએ બાપૂને આપી હોય તેવી શક્યતા વધુ છે.
એક વાત સ્પષ્ટ કહેવાની કે શંકરસિંહના ક્ષત્રિયપણાને ઉશ્કેરી જે રીતે નમોએ તેમને ભાજપામાંથી દૂર કર્યા હતા એ જ થિયરીનો ઉપયોગ કરી અહેમદ પટેલ કોંગ્રેસમાંથી શંકરસિંહને દૂર કરી પોતાનું અસ્તિત્વ બચાવી લઈ પોતાની ચાણક્ય નિતીનો રંગ બતાવી કોંગ્રેસને હાલ પુરતું તો ઓક્સિજન આપી દીધું. – હર્ષદ કામદાર

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપનું ગાડું ઘરડાવાળે એવી નોબત આવી લાગે છે
Next articleમોદી કેબિનેટમાંથી ઉમા, રાધા, રુડી આઉટ..શિવરાજ, વસુંધરા, રમણસિંહ ઇન…!!?