Home ગુજરાત ભાજપના સાંસદે કોરોના સામે લડાઇ લડતા મિડિયાકર્મીઓની કરી ચિંતા..

ભાજપના સાંસદે કોરોના સામે લડાઇ લડતા મિડિયાકર્મીઓની કરી ચિંતા..

415
0

ડોક્ટરો-નર્સોની જેમ મિડિયાકર્મીઓને પણ વીમાસુરક્ષા અને રોકડ સહાયની યોજનામાં આવરી લેવા લખ્યો પત્ર
જાનના જોખમે ફરજ બજાવતા મિડિયાકર્મીઓની વ્હારે આવ્યાં કચ્છનના સિનિયર સાંસદ
સીએમ રૂપાણીએ પોતાના પક્ષના સાંસદની લાગણીને માન આપીને લેવો જોઇએ કલ્યાણકારી નિર્ણય

(જીએનએસ.) ગાંધીનગર, તા.11
કોરોના મહામારી સામે એક તરફ ડોક્ટરો-નર્સો, સફાઇ કામદારો લોકોને બચાવવા અગ્રિમ મોરચે યોધ્ધાની જેમ લડી રહ્યાં છે ત્યારે બીજી તરફ લોકો સુધી કોરોના રોગચાળાની સાચી માહિતી અને રોજબરોજ બનતી કોરોના સંબંધિત ઘટનાઓની જાણકારી સ્થળ પર જઇને મેળવીને જનજન સુધી પહોંચાડવાનું કામ પણ મિડિયાકર્મીઓ કરી રહ્યાં છે. સરકારે અગ્રિમ મોરચે લડી રહેલા ડોક્ટરો વગેરે.માટે 50 લાખનું વીમા સુરક્ષા કવચ આપવો નિર્ણય કર્યો છે. તેમ મિડિયાકર્મીઓ માટે જો તેમને કોરોનાની લડાઇમાં કોઇ અસર થાય તો તેમને પણ એવુ જ વીમા સુરક્ષા કવચ આપવા સત્તાપક્ષ ભાજપના કચ્છના સાસંદ વિનોદ ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે. જેને મિડિયાકર્મીઓ દ્વારા આવકાર મળી રહ્યો છે.
11 એપ્રિલના રોજ તેમણે લખેલા પત્રમાં સરકારનું ધ્યાન દોર્યુ છે કેગુજરાત સરકારે હમેશા દરેક નાગરિકની ચિંતા કરી છે. વર્તમાન સમયમાં કોરોના મહામારીના સમયમાં ઇલેક્ટ્રોનિક મિડિયા અને પ્રિન્ટ મિડિયાના કર્મીઓ, પત્રકારબંધુ અને ભગીનીઓ સતત લોકજાગૃતિનું અને સરકારના નિયમોનું પાલન થાય તથા ખોટી અફવાઓ ન ફેલાય તે માટે દિનરાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે સરકારે આરોગ્ય કર્મચારી, પોલીસ, સફાઇ કામદારોની ચિંતા કરીને તેમની સુરક્ષા માટે ફરજ દરમ્યાન કંઇ થાય તો તેમને રોકડ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કલમ અને કેમેરાની સહાયથી દેશસેવામાં પ્રવૃત આપણાં પત્રકારોને પણતેમની કેટેગરી મુજબ સરકાકની સહાય મળે અને જાનહાનિ કે બિમારીનો ભોગ બને તો તેમને પણ યોગ્ય વળતર મળે તે માટે વિચારણા કરવા સરકારને અનુરોધ કર્યો છે.
ભાજપના કચ્છાના સાંસદે કોરોનાની લડાઇ હોય કે પૂર-ચક્રવાત કે રમખાણો વગેરે.ની સ્થિતિમાં કપરી કામગીરી જીવના જોખમે બજાવે છે અને લોકશાહીના ચોથા સ્તંભને અડીખમ રાખવાનો પ્રયાસ કરે છે. ત્યારે કોરોના જેવી મહામારીમાં કરોડો લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત છે ત્યારે મિડિયાકર્મીઓ આ કરોડો લોકો સુધી સરકારની માહિતી, કોરોનાની જાણકારી અને ખોટી અફવાઓથી સાવધ રહેવાની કામગીરી મોરચે એક યોધ્ધાની જેમ લડી રહ્યાં છે. ભાજપ સરકારે પોતાના સાંસદની માંગણી કે જે મિડિયાકર્મીઓની પણ લાગણી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને રોકડ સહાયનો પરિપત્ર કરીને વીમા સુરક્ષાનું કવચ આપવું જોઇએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાઉદીના રાજવી પરિવારના 150 સભ્યો કરોનાની ઝપટમાં, કિંગ-પ્રિન્સ આઇસોલેશનમાં
Next articleભદોરિયા પરિવાર સવાર-સાંજ એક હજાર લોકોની જમવાની વ્યવસ્થા કરે છે