Home દેશ - NATIONAL બોલિવૂડની અભિનેત્રી સુરવીને કર્યા ઈટલીમાં ગુપચુપ લગ્ન

બોલિવૂડની અભિનેત્રી સુરવીને કર્યા ઈટલીમાં ગુપચુપ લગ્ન

329
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.27
બોલિવૂડમાં હાલ લગ્નસરા ચાલી રહી છે. ભારતી સિંહના લગ્ન બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નગ્રંથિથી જોડાયા અને હવે વધુ એક અભિનેત્રીએ લગ્ન કર્યાનો ધડાકો કર્યો છે. જી હાં, બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી સુરવીર ચાવલાએ લગ્ન કર્યાની ઘોષણા સોશિયલ મીડિયા પર કરી છે. સુરવીને તેના ઈન્સ્ટાગ્રામ પર તેના મી. રાઈટ સાથેની એક તસવીર પોસ્ટ કરી તેના કેપ્શનમાં married લખી આ વાતની પુષ્ટી કરી છે. સુરવીને એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હોવાનું પણ જાણવા મળે છે. ચર્ચાઓ એવી પણ છે કે સુરવીને લગ્ન ઘણા સમય પહેલાં જ ઈટલીમાં કર્યા હતા પરંતુ તેને જાહેર હવે કર્યા છે. જો કે તેણે આ પોસ્ટમાં તેના પતિના નામ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ ચર્ચાઓ છે કે સુરવીને અક્ષય ઠક્કર નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. તેઓ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે સુરવીને તેની ફિલ્મ હેટ સ્ટોરીમાં અત્યંત બોલ્ડ સીન આપ્યા હતા. જેના કારણે તે રાતોરાત ચર્ચામાં પણ આવી ગઈ હતી. હેટ સ્ટોરી બાદ સુરવીન ફિલ્મ ‘પાર્ચ્ડ’માં પણ જોવા મળી હતી. બોલિવૂડ સિવાય સુરવીને પંજાબી, તેલગુ, તમિલ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાના પાટેકરે જવાનોનાં બે બાળકોને શિક્ષણ પુરૃં પાડવાની લીધી જવાબદારી
Next articleઅનુષ્કા-વિરાટના રિસેપ્શનમાં કિંગ ખાને કર્યો ધમાકેદાર ડાન્સ