Home દેશ - NATIONAL બોમ્બે હાઇકોર્ટનો મહારાષ્ટ્રને સિદ્ધો સવાલ, શિવાજીનું સ્મારક બનાવવા માટે ક્યાંથી આવશે ૩૬૦૦...

બોમ્બે હાઇકોર્ટનો મહારાષ્ટ્રને સિદ્ધો સવાલ, શિવાજીનું સ્મારક બનાવવા માટે ક્યાંથી આવશે ૩૬૦૦ કરોડ

352
0

મુંબઈના અરબી સમુદ્રમાં મધદરિયે શિવાજી મહારાજનું સ્મારક ઊભું કરવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે એવો સવાલ હાઈ કોર્ટે સરકારને કર્યો છે. એટલું જ નહીં એનો જવાબ ત્રણ અઠવાડિયાંમાં આપવાનો આદેશ પણ હાઈ કોર્ટે સરકારને આપ્યો છે. મધદરિયે શિવાજી મહારાજના સ્મારક માટે ૩૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. એ સાથે આ સ્મારકનો વિરોધ કરતાં મોહન ભિડેએ સવાલ કર્યો હતો કે રાજ્યની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આવું સ્મારક શા માટે ? તેમણે આ સ્મારકના વિરોધમાં જનહિતની અરજી પણ દાખલ કરી છે.
શિવાજીના સ્મારક માટે મુંબઈમાં મરીન ડ્રાઇવ પાસે અરબી સમુદ્રમાં ૧૬ એકર જમીન ફાળવવામાં આવી છે. આ સ્મારક ૩૦૯ ફૂટ ઊંચું હશે. આના માટે સમુદ્રમાં ભરણી કરી એક પરિસર તૈયાર કરવામાં આવશે. આ પરિસરમાં આવનારા પર્યટકોને શિવાજી મહારાજ વિશે માહિતી માટેનો એક હોલ, પુસ્તક પ્રદર્શન, ફિલ્મ બતાવવા માટેનો હોલ, મ્યુઝિયમ અને બગીચો એવી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. સ્મારક ઊભું કરવાની જગ્યા રાજભવનથી દક્ષિણ-પશ્ચિમ બાજુએથી ૧.૨ કિલોમીટરના અંતરે, ગિરગામ ચોપાટીના એચટુઓ જેટ્ટીથી દક્ષિણ-પશ્ચિમ દિશાથી ૩.૬૦ કિલોમીટરના અંતરે અને નરીમન પોઇન્ટ પશ્ચિમથી ૨.૬૦ કિલોમીટરના અંતરે છે.
સ્મારક માટે ૧૫.૯૬ હેક્ટરનો પથ્થર નક્કી કરવામાં આવ્યો છે. એનું ક્ષેત્રફળ અંદાજે ૬૫૦ મીટર ઠ ૩૨૫ મીટર છે. ૧૭.૬૭ હેક્ટર આસપાસની જગ્યા પથ્થરની છે.સ્મારકના પ્રથમ તબક્કામાં ૨૫૦૦ કરોડ રૂપિયામાંથી ૧૨૦૦ કરોડ રૂપિયા શિવાજી મહારાજના બ્રોન્ઝના પૂતળા માટે હશે. બીજા તબક્કાનો પ્લાન હજી નક્કી કરવામાં આવ્યો નથી, પણ એમાં હેલિપેડ અને આયમેક્સ થિયેટરની સુવિધાનો પણ પ્રસ્તાવ છે. આ વર્ષના અંતમાં સ્મારકનું કામ શરૂ થવાનું છે અને કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા ૩૬ મહિનાની આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસના બે દિગ્ગજો મોદીની હાજરીમાં જોડાશે ભાજપમાં
Next articleકપિલ શર્માને ભારે પડ્યો સુનીલ ગ્રોવર, નવાં શો સાથે પરત ફરશે મશહૂર ગૂલાટી