Home રમત-ગમત Sports બેન સ્ટોક્સે વન-ડેમાંથી નિવૃત્તિ પરત ખેંચી, એટકિન્સનને ડેબ્યૂની તક

બેન સ્ટોક્સે વન-ડેમાંથી નિવૃત્તિ પરત ખેંચી, એટકિન્સનને ડેબ્યૂની તક

20
0

(GNS),17

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને બુધવારે આગામી વન-ડે વર્લ્ડ કપ માટે જાહેર કરેલી પ્રોવિઝનલ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈંગ્લન્ડે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા સિમિત ઓવરના વર્લ્ડ કપ માટે બુધવારે 15 સભ્યોની પ્રોવિઝનલ ટીમ જાહેર કરી હતી જે ન્યૂઝીલેન્ડ સામે ચાર વન-ડે મેચ રમશે. આશ્ચર્યજનક રીતે આ ટીમમાં પ્રતિભાશાળી બેટ્સમેન હેરી બ્રુક અને ઝડપી બોલર જોફ્રા આર્ચરની બાદબાકી કરવામાં આવી છે. બેન સ્ટોક્સે અગાઉ ગત વર્ષે વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સ્ટોક્સના મતે ત્રણેય ફોરમેટમાં રમવું સંભવ નહતું. ત્યારબાદ હાલમાં બેન સ્ટોક્સે વન-ડેમાંથી નિવૃત્તિ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડના રાષ્ટ્રીય પસંદગીકાર લ્યુક રાઈટે જણાવ્યું કે, ઓલરાઉન્ડરની વન-ડે ટીમમાં વાપસી થતાં ઈંગ્લેન્ડની મેચ જીતવાની ક્ષમતામાં વધારો થશે. રાઈટના મતે ન્યૂઝીલેન્ડ સામે ચાર વન-ડે મેચ માટે જાહેર કરાયેલી ઈંગ્લેન્ડની ટીમ આગામી વર્લ્ડ કપ માટે પ્રોવિઝનલ ટીમ રહેશે.

ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમ સાથે રિઝર્વ ખેલાડી તરીકે જશે તેમ રાઈટે જણાવ્યું હતું. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં રાઈટે જણાવ્યું કે, સ્ટોક્સ ટીમમાં પરત ફરતા ઈંગ્લેન્ડને ફાયદો થશે. મને ખાતરી છે કે ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં તેના પુનરાગમનથી ફેન્સ પણ ખુશ થશે. જોસ બટલરના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની સંભવિત વર્લ્ડ કપ ટીમમાં 25 વર્ષીય ઝડપી બોલર ગસ એટકિન્સનને તક આપવામાં આવી છે જે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરી શકે છે. બ્રુક તાજેતરમાં ટેસ્ટમાં બોલના આધારે ઝડપી એક હજાર રન કરનાર બેટ્સમેન બન્યો હતો. તેણે 1058 બોલમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી પરંતુ તેમ છતાં તે વન-ડે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ માટે પ્રોવિઝનલ ટીમઃ આ પ્રકારે છે જેમાં જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કરન, લિઆમ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશિદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.નો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાહુલને એશિયા કપમાં રમાડવાની ભૂલ ના કરવી જોઈએ : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી
Next articleબુમરાહ આક્રમક વાપસી માટે સજ્જ, 11 મહિના બાદ નેટ્સમાં બોલિંગ કરી