Home રમત-ગમત Sports રાહુલને એશિયા કપમાં રમાડવાની ભૂલ ના કરવી જોઈએ : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર...

રાહુલને એશિયા કપમાં રમાડવાની ભૂલ ના કરવી જોઈએ : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી

21
0

(GNS),17

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ઈજામાંથી સ્વસ્થ થયેલા કે એલ રાહુલને એશિયા કપમાં ઈલેવનમાં નહીં રમાડવાનો મત વ્યક્ત કર્યો છે. શાસ્ત્રીએ જણાવ્યું કે, કે એલ રાહુલનો એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવો એક ખેલાડી માટે વધુ પડતું ગણાશે. કે એલ રાહુલ આઈપીએલમાં ઈજાને પગલે છેલ્લા ચાર મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી વિમુખ રહ્યો છે. આ ઉપરાંત શ્રેયસ ઐયર પણ હાલ એનસીએમાં રીહેબ હેઠળ છે અને ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ બંને ખેલાડીઓને એશિયા કપમાં નહીં રમાડવાનું શાસ્ત્રીએ જણાવ્યું હતું. પૂર્વ ક્રિકેટરના મતે, ઈજામાંથી સ્વસ્થ થઈ રહેલા ખેલાડીની વાત કરીએ જે ઘણા સમયથી ક્રિકેટ રમ્યો નથી અને તેનો સીધો ઈલેવનમાં સમાવેશ કરવામાં આવે છે તો તે ખેલાડી માટે વધુ પડતું ગણાશે. શાસ્ત્રીએ ઈજાગ્રસ્ત ખેલાડીઓના મામલે ઉતાવળિયો નિર્ણય નહીં કરવાની સલાહ પણ આપી હતી.

બુમરાહનું ઉદાહરણ ટાંકીને શાસ્ત્રીએ જણાવ્યું કે, બુમરાહ સાથે એક-બે નહીં પરંતુ ત્રણ વખત આ ભૂલનું પુનારવર્તન કરાયું હતું. જેને પગલે ઝડપી બોલરને 14 મહિના સુધી બહાર થવું પડ્યું હતું. રાહુલના સ્થાને નવોદીત બેટ્સમેન તિલક વર્માને ટીમમાં તક આપવાની તરફેણ રવિ શાસ્ત્રીએ કરી હતી. ભારતીય ટીમમાં સાતમાં ક્રમ સુધીમાં ટોચના ત્રણ ડાબોડી બેટ્સમેનનો સમાવેશ કરવો જોઈએ. રવિન્દ્ર જાડેજા અને તિલક દાવેદાર છે. તિલકના સ્થાને યશસ્વીને પણ ધ્યાનમાં લઈ શકાય છે. આ ઉપરાંત શાસ્ત્રીએ ઈશાન કિશનને પણ ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર ગણાવ્યો હતો. પૂર્વ ક્રિકેટરના મતે ઘૂંટણની ઈજામાંથી સ્વસ્થ થઈને કે એલ રાહુલ ટીમમાં પરત ફરે છે તો તેની પાસેથી વિકેટકીપિંગ કરાવવાની ભૂલ ના કરવી જોઈએ કારણ કે વિકેટકીપરને વધુ પડતી મૂવમેન્ટ કરવી પડે છે. ઈશાન કિશન છેલ્લા ઘણા સમયથી ટીમમાં આ જગ્યા માટે યોગ્ય ઉમેદવાર છે. શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, શિખર ધવનના યોગદાનને નજરઅંદાજ કરીને લોકો તેને શ્રેય આપી રહ્યા નથી પરંતુ તે (શિખર) ગજબનો ખેલાડી છે. ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપમાં સેમિફાઈનલના પરાજયમાંથી બોધપાઠ લઈને ટીમમાં વધુ ડાબોડી બેટ્સમેનને તક આપવી જોઈએ તેમ શાસ્ત્રીએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિક્કી તંબોલીના નાના ટોપ સાથેના ફોટોઝ થયા વાયુવેગે વાઈરલ
Next articleબેન સ્ટોક્સે વન-ડેમાંથી નિવૃત્તિ પરત ખેંચી, એટકિન્સનને ડેબ્યૂની તક