Home રમત-ગમત Sports બુમરાહ આક્રમક વાપસી માટે સજ્જ, 11 મહિના બાદ નેટ્સમાં બોલિંગ કરી

બુમરાહ આક્રમક વાપસી માટે સજ્જ, 11 મહિના બાદ નેટ્સમાં બોલિંગ કરી

21
0

(GNS),17

ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ આક્રમક વાપસી માટે સજ્જ થઈ રહ્યો છે. બુધવારે બુમરાહે 11 મહિના બાદ નેટ્સમાં બોલિંગ કરી હતી. સારી બાબત એ છે કે બુમરાહે તીવ્રતાથી બોલિંગ કરી હતી જેને પગલે આગામી સમયમાં તે બેટ્સમેન માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. 29 વર્ષીય બુમરાહ છેલ્લે 25 સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયા સામે હૈદરાબાદમાં ટી20 મેચમાં ભારત તરફથી રમ્યો હતો. ત્યારબાદ તેને પીઠમાં ગંભીર ઈજા થતાં તેને સર્જરી કરાવવાની ફરજ પડી હતી. બુમરાહ ત્યારબાદ નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લોર ખાતે રીહેબિલિટેશન હેઠળ હતો અને હવે તે ફરીથી ભારતની જર્સી પહેરવા આતુર છે. બુમરાહને આગામી શુક્રવારથી આયર્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનો સુકાની જાહેર કરાયો છે. મંગળવારે ભારતીય ટીમ ડબલિન ખાતે પહોંચી હતી અને તેણે બુધવારે હળવી પ્રેક્ટિસ કરી હતી.

બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં બુમરાહ નેટ્સમાં બોલિંગ કરતો નજરે પડ્યો હતો. બુમરાહ અગાઉ જેવી તીવ્રતાથી વેધક બોલિંગ પ્રેક્ટિસ કરતો હોવાનું જણાયું હતું જેને પગલે આગામી એશિયા કપ અને વર્લ્ડ કપમાં તે ટીમમાં પરત ફરશે તેવી આશા છે. બુમરાહે નેટ્સમાં બાઉન્સર ફેંક્યા હતો અને ત્યારબાદ તેની ખૂબી ગણાતો યોર્કર બોલ પણ ફેંક્યો હતો. એનસીએમાં બુમરાહે ધીરે ધીરે તેના કાર્યબોજમાં વધારો કર્યો હતો અને તેણે ફિટનેસ મેળવી હતી. બુમરાહ ઉપરાંત આયર્લેન્ડ સામેની ટી20માં ઈજામાંથી સ્વસ્થ થયેલા પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાનો પણ છે. પ્રસિદ્ધ ક્રિષ્નાને પણ સ્ટ્રેસ ફ્રેક્ચરને પગલે લાંબો સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબેન સ્ટોક્સે વન-ડેમાંથી નિવૃત્તિ પરત ખેંચી, એટકિન્સનને ડેબ્યૂની તક
Next articleઆયર્લેન્ડ સામે ટી20માં સેમસનના સ્થાને જીતેશને અગ્રતા મળી શકે, કાલે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 રમાશે