Home રમત-ગમત Sports બેટિંગ અને બોલિંગના જોરે બેંગ્લોરનો શાનદાર વિજય થયો

બેટિંગ અને બોલિંગના જોરે બેંગ્લોરનો શાનદાર વિજય થયો

52
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
બેંગ્લોર રોયલ ચેલેન્જર્સે પહેલા બેટિંગ અને ત્યારબાદ બોલિંગમાં દમદાર પ્રદર્શન કરીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૬૭ રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. બેંગ્લોરના કેપ્ટન ડુ પ્લેસિસે અણનમ ૭૩ રનની ઈનિંગ રમી હતી જ્યારે વનિંદુ હસરંગા ડી સિલ્વાએ ૧૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી સનરાઈઝર્સના બેટ્સમેનોને ઘૂંટણીયે પડવા મબજૂર કર્યા હતા. બેંગ્લોરની ટીમે નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૨ રન કર્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૨૫ રનમાં સમેટાઈ ગઈ હતી. સનરાઈઝર્સનો આ સળંગ ચોથો પરાજય રહ્યો હતો. ૧૯૩ રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની કંગાળ શરૂઆત થઈ હતી. હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને કેન વિલિયમસન શૂન્ય રને પરત ફર્યા હતા. જાે કે, ત્યારબાદ રાહુલ ત્રિપાઠીએ ૩૭ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી ૫૮ રન બનાવી ટીમને રમતમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. હેઝલવુડની ઓવરમાં ત્રિપાઠી કેચ આઉટ થયો હતો. ત્યારબાદ માર્કરમ પણ ૨૧ રને, નિકોલસ પૂરન ૧૯ રન કરીને આઉટ થયા હતા. હૈદરાબાદે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. જગદીશ સુચિત ૨ રન, શશાંક સિંહ ૮ રન, કાર્તિક ત્યાગી ૦ રન, ભુવનેશ્વર કુમાર ૮ રન, ઉમરાન મલિક ૦ રન અને ફારૂકી ૨ રન કરીને આઉટ થઈ ગયા હતા. બેંગ્લોરના બોલર હસરંગાએ પાંચ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ટોસ જીતીને આરસીબીએ પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. વિરાટ કોહલી મેચના પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. સ્પિનર સુચિતના બોલને લેગમાં રમવા જતા વિલિયમસનને કેચ આપી બેઠો હતો. ચાલુ સિઝનમાં કોહલી ત્રીજી વખત ગોલ્ડન ડક સાથે આઉટ થયો હતો. ડુ પ્લેસિસે આઠ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે અણનમ ૭૩ રન ફટકાર્યા હતા. ત્રીજા ક્રમે આવેલા પાટીદાર તરફથી તેને સુંદર સાથ મળ્યો હતો અને પાટીદારે ૩૮ બોમાં ૪૮ રન કરતા બીજી વિકેટ માટે ૭૩ બોલમાં ૧૦૫ રનની ભાગીદારી નોંધાવી હતી. સુચિત ૧૩મી ઓવરમાં ફરી ત્રાટક્યો હતો અને તેણે પાટીદારને આઉટ કર્યો હતો. ગ્લેન મેક્સવેલ ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે આરસીબીની કરોડરજ્જુ ગણાતા દિનેશ કાર્તિકે આઠ બોલમાં એક ચોગ્ગો અને ચાર છગ્ગા સાથે ૩૦ રનની તોફાની બેટિંગ કરીને મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. એસઆરએચ તરફથી સુચિતે બે જ્યારે ત્યાગીએ એક વિકેટ લીધી હતી. હૈદરાબાદના સ્પીડના શહેનશાહ ઉમરાને ફક્તે બે ઓવર ફેંકી હતી અને ૨૫ રન આપી એકપણ વિકેટ લીધી નહતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્રિસ ગેઈલ સાથે યોગ્ય વર્તન ન કરવા બદલ આઈપીએલ ૧૫માં તે ન રમ્યો
Next articleચેન્નાઈ પ્લેઓફમાં નહીં પહોંચે તો દુનિયા ખતમ નહીં થાય : મહેન્દ્રસિંહ ધોની