Home રમત-ગમત Sports ચેન્નાઈ પ્લેઓફમાં નહીં પહોંચે તો દુનિયા ખતમ નહીં થાય : મહેન્દ્રસિંહ ધોની

ચેન્નાઈ પ્લેઓફમાં નહીં પહોંચે તો દુનિયા ખતમ નહીં થાય : મહેન્દ્રસિંહ ધોની

77
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ની સિઝનમાં ચોથી જીત મેળવી છે. ં ચેન્નાઈની ટીમે દિલ્હી કેપિટલ્સને ૯૧ રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. મેચના હીરો ડેવોન કોનવે અને મોઈન અલી હતા. આ જીત સાથે ચેન્નાઈની ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. સીએસકે અત્યાર સુધી ૧૧માંથી માત્ર ૪ મેચ જીતી શકી છે. આવી સ્થિતિમાં, તેણે પ્લેઓફની આશા જીવંત રાખવા માટે તેની બાકીની ૩ મેચ જીતવી પડશે. દિલ્હીને હરાવ્યા બાદ જ્યારે ધોનીને પ્લેઓફ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે જાે તે પ્લેઓફમાં નહીં પહોંચે તો દુનિયા ખતમ નહીં થાય. પ્લેઓફ વિશેના પ્રશ્નના જવાબમાં ધોનીએ કહ્યું કે, મને લાગે છે કે અત્યારે માત્ર એ જ વિચારવાનું છે કે તમે આગામી મેચોમાં શું કરી શકો. જાે આપણે પ્લેઓફમાં પહોંચીએ તો આનાથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં. પરંતુ જાે આપણે પ્લેઓફમાં ન પહોંચીએ, તો અહીં દુનિયા પૂરી નહીં થઇ જાય. આ મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. આવી સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે ૬ વિકેટ ગુમાવીને ૨૦૮ રનનો સ્કોર કર્યો હતો. ટીમ માટે ડેવોન કોનવેએ ૪૯ બોલમાં ૮૭ અને ઋતુરાજ ગાયકવાડે ૩૩ બોલમાં ૪૧ રન બનાવ્યા હતા. ૨૦૯ રનના લક્ષ્યાંકના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ માત્ર ૧૧૭ રનમાં સમેટાઈ ગઈ હતી અને ૯૧ રનથી મેચ હારી ગઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબેટિંગ અને બોલિંગના જોરે બેંગ્લોરનો શાનદાર વિજય થયો
Next articleકન્સ્ટ્રકશન કંપનીથી લઈ રેડ્ડી ફિલ્મના અભિનેતા સુધીની શેખર સુબેદીની પરિશ્રમગાથા