Home રમત-ગમત Sports ક્રિસ ગેઈલ સાથે યોગ્ય વર્તન ન કરવા બદલ આઈપીએલ ૧૫માં તે ન...

ક્રિસ ગેઈલ સાથે યોગ્ય વર્તન ન કરવા બદલ આઈપીએલ ૧૫માં તે ન રમ્યો

63
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર અને આઈપીએલમાં ધમાકેદાર બેટિંગ માટે જાણીતા ક્રિસ ગેઈલે તે આઈપીએલની ૧૫મી સિઝનમાં શા માટે નથી રમ્યો તેનું કારણ જણાવ્યું છે. ગેઈલે પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે, તેણે ઘણું બધું કર્યું હોવા છતાં કેટલાક વર્ષોમાં તેની સાથે યોગ્ય વર્તન નથી કરવામાં આવ્યું. જાે કે તેણે આગામી વર્ષે આઈપીએલમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આઈપીએલના પ્રારંભથી ક્રિસ ગેઈલને સ્ટાર બેટર તરીકે જાેવામાં આવતો હતો અને તેણે અનેક વખત ટોચનું પ્રદર્શન કર્યું હતું. ગેઈલ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જાેડાયો હતો અને બાદમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેમજ પંજાબ કિંગ્સમાંથી રમ્યો હતો. યુનિવર્સિટ બોસ ૨૦૧૯માં પંજાબ તરફથી છેલ્લે આઈપીએલ રમ્યો હતો અને સૌથી વધુ રન કરનાર છઠ્ઠો બેટ્સમેન રહ્યો હતો. ત્યારબાદ ૨૦૨૦ અને ૨૦૨૧માં ગેઈલને પંજાબ કિંગ્સના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરવો પડ્યો હતો. ગત વર્ષે ગેઈલે ૧૦ મેચમાં ૧૨૫.૩૨ની સ્ટ્રાઈક રેટથી ૧૯૩ રન કર્યા હતા. અગાઉ ૨૦૨૦માં તેણે ફક્ત સાત મેચ રમી હતી અને ૨૮૮ રન કર્યા હતા. છેલ્લા કેટલાક વર્ષથી આઈપીએલમાં મારા યોગદાન બદલ પણ મારી અવગણના થતી હોય તેવું મને લાગ્યું હતું જેથી આ વર્ષે મે ડ્રાફ્ટ ખેલાડી તરીકે નોંધણી કરાવવાનું ટાળ્યું હતું. હંમેશા ક્રિકેટ પછી સામાન્ય જીવન પણ જીવી શકાય છે અને હું તે માટે અનુકૂળ બનવા પ્રયાસ કરી રહ્યો છું. જાે કે ગેઈલે આગામી વર્ષે ફરીથી આઈપીએલમાં રમવાની તૈયારી પણ દર્શાવી હતી અને તે આરસીબી અથવા પંજાબ કિંગ્સ તરફથી રમવાનું પસંદ કરશે તેમ તેણે જણાવ્યું હતું. ગેઈલ આઈપીએલના ઈતિહાસમાં ૧૭૫ રનનો રેકોર્ડ ધરાવે છે. આ ઉપરાંત તેણે ૧૪૨ મેચમાં ૪,૯૬૫ રન કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખંભાતના ૫ મિત્રો દર્શન કરી પરત ફરતા અકસ્માતમાં ૩ના મોત
Next articleબેટિંગ અને બોલિંગના જોરે બેંગ્લોરનો શાનદાર વિજય થયો