Home દુનિયા - WORLD બાહુબલિ ટુ રશિયા અને જાપાનમાં રજૂ થવાની શક્યતા

બાહુબલિ ટુ રશિયા અને જાપાનમાં રજૂ થવાની શક્યતા

652
0

(S.yuLk.yuMk)ચેન્નાઇ,íkk.27
બોક્સ ઑફિસ પર તહલકો મચાવનારી સાઉથની ફિલ્મ બાહુબલિ ટુ હવે રશિયા અને જપાનમાં રજૂ થશે એવી માહિતી મળી હતી. જપાનમાં ૨૯ ડિસેંબરે અને ૨૦૧૮ના જાન્યુઆરીમાં આ ફિલ્મ રશિયામાં રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત મંગળવારે ચેન્નાઇમાં કરવામાં આવી હતી. ફિલ્મના નિર્માતા શોબુ યાર્લાગડ્ડાએે સોશ્યલ મિડિયા પર આ સમાચાર મૂક્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ તેમણે રશિયન ભાષામાં તૈયાર થયેલા ફિલ્મના ટીઝરને પણ રજૂ કર્યુ ંહતું. એની જોડાજોડ જપાનમાં રજૂ થનારા રૃપાંતરની ઝલક પણ રજૂ કરી હતી. બાહુબલિ ટુમાં પ્રભાસ અને રાણા દગ્ગુબાટી બે ભાઇઓનાં પાત્રમાં રજૂ થયા હતા. એમની સાથે અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા અને સત્યરાજ રજૂ થયાં હતાં અને ફિલ્મે બોક્સ ઑફિસ પર ધમાકો બોલાવી દીધો હતો. એની સામે રજૂ થયેલી બોલિવૂડની કેટલીક ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી જેમાં સલમાન ખાનની ટયુબલાઇટ, આમિર ખાનની સિક્રેટ સુપરસ્ટાર અને શાહરુખ ખાનની જબ હેરી મેટ સેજલ જેવી ફિલ્મોનો સમાવેશ થયો હતો. એનો પહેલો ભાગ ૨૦૧૫માં અને બીજો ભાગ ૨૦૧૬માં રજૂ થયો હતો. હૈદરાબાદમાં આવેલા રામોજી રાવ સ્ટુડિયોમાં આ ફિલ્મના સેટ્સ આજે પણ ટુરિસ્ટ એટ્રેક્શન બની રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલીલામ કરશે ટ્વીન્કલ ખન્ના પોતાના પોષાકો અને ઝવેરાતો
Next articleકેમ રહે છે નરગીસ ફખરી આજકાલ ખુશ..?