Home જનક પુરોહિત બનાસકાઠા જીલ્લો હંમેશા સહુકોઈની લાગણી ઢંઢોળી જાય છે

બનાસકાઠા જીલ્લો હંમેશા સહુકોઈની લાગણી ઢંઢોળી જાય છે

714
0

સ્વર્ણિમ સંકુલ ખાતે ભાજપના એક પ્રદેશ હોદ્દેદાર સાથે લોબીમાં ઉભા ઉભા પત્રકારો ગપસપ કરી રહ્યા હતા . વાત નીકળી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આકસ્મિક ગુજરાત મુલાકાત અંગે . એક પત્રકારે સ્વાભાવિક ચીટીયો ખણ્યો , “ વડાપ્રધાને આવવાનું હતું નિરના વધામણા માટે અને કુદરતે તેમને મોકલ્યા નિર થી થયેલા નુકસાન માટે . નર્મદા યાત્રા મુલતવી રાખવી પડી અને બનાસકાઠા જિલામાં પૂરગ્રસ્તોની સહાય માટે સરકારને દોડવું પડ્યું . ”
ભાજપના નેતાઓને તર્ક સાથે દલીલો કરતાં સારું ફાવે છે . પત્રકારની કોમેન્ટ નો જવાબ મળ્યો “ જુઓ , આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી જેટલી વાર પણ ગુજરાતમાં આવ્યા , એ ગુજરાતની પ્રજાને કશુક આપવા માટે જ આવ્યા છે . મંગળવારે એકાએક બનાસકાઠા જીલ્લાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા , તેમાં પણ તેમની ભાવનાતો મુલાકાત લઈને પીડિતોના આંસુ લુછવા અને કઈંક આપવાની જ હતી . બનાસકાઠા જીલ્લો એવો છે , જે હમેંશા ગુજરાતની પ્રજા અને ગુજરાતના રાજકીય નેતાઓની લાગણી ઢંઢોળી જાય છે . આરાસુરી મા અંબાજી બનાસકાઠા જિલ્લામાં બિરાજે છે . જેથી દેશભરમાંથી અને ગુજરાતમાંથી વિશેષ લોકો પોતાના દુઃખ દર્દ ના નિવારણ માટે મા ના દર્શન કરવા આવે છે . બનાસકાઠા જીલ્લો વર્ષો સુધી ઓછા વરસાદ અને દુકાળીયો પ્રદેશ રહ્યો છે . બટાટા ની ખેતી દ્વારા પણ બનાસકાઠા સમાચારમાં રહે છે . ભાવ ન મળતા જાહેરમાર્ગ પર ફેકેલા બટાટા નેશનલ ન્યુઝ બની ગયા હતા . નડાબેટ ખાતે સરહદની રક્ષા કરતાં માતાજી પણ લોકલાગણી માટે જાણીતા છે . ”
એક પત્રકારે ફરી કોમેન્ટ કરી “ એ તો બધું સમજ્યા , પણ જે ખેડૂતોની જમીન ખેતીલાયક ન હોવાનું કહીને નેતાઓએ ખરીદીને સૌર ઉર્જા પાર્ક માટે ઉચી કિંમતે વેચી હતી , એ વિસ્તારમાં વરસાદ કેવો પડ્યો ? અને યાદ છે કે સૌર ઉર્જાના ઉદઘાટન વખતે સ્થાનિક નેતા એવું કહેતા હતા કે આ તો સુકો ભઠ વિસ્તાર છે . વરસાદ પણ ઓછો પડે છે . સિંચાઈ નથી , એટલે કશું પાકતું નથી . આ સુકા ભઠ વિસ્તારમાં કુદરતે પાણી આલ્યું છે , તો હવે વધારાની જમીન ખેડૂતોને પાછી મળશે ?”
નેતાએ ‘ નો કોમેન્ટ ’ કહી ચાલતી પકડી .
નવા બનેલા રસ્તાઓ કુદરતી આફતથી નહિ , લાંચિયા નેતાઓએ તોડ્યા છે .
રાજ્યમાં અતિવૃષ્ટિ થોડા તાલુકામાં જ થઇ , અને રસ્તાઓ સમગ્ર ગુજરાતમાં તૂટી ગયા . અમદાવાદમાં અતિભારે કે ભારે વરસાદ થયો જ નથી . આમ છતાં સ્માર્ટ સીટી અમદવાદ સ્માર્ટ વિલેજ થી પણ બદતર બની ગયું છે . પૂર્ણ કે વરસાદના પાણી નેશનલ હાઇવે પર ફરી વળે અને નેશનલ હાઇવે નું નામ નિશાન ન બચે એ રીતે ધોવાઇ જાય , ત્યારે સૌને આશ્ચર્ય થાય છે .
સાબરમતી નદીમાં પુર આવતા લોકો ગાંધી આશ્રમ ખાતે થી નજારો જોવા એક થયાં હતા , વાત નીકળી સતત વરસતા વરસાદની . એક ગૃહિણી એ કહ્યું “ હવે તો આ વરસાદ થોડા દિવસ બંધ રહે તો સારું . અટકવાનું નામ જ નથી લેતો . ”
તો અન્ય ગૃહિણીએ કહ્યું “ જુઓને આ સતત વરસાદના કારણે રસ્તાઓ કેવા તૂટી ગયા છે ? ”
આ સાંભળી છત્રી ઉંચી કરીને એક કાકા એ કહ્યું “ આ રસ્તાઓ કાઇ કુદરતી હોનારતથી કે અતિવૃષ્ટિથી નથી તૂટ્યા , રસ્તાઓ તો આપણા લાંચિયા નેતાઓના ભ્રષ્ટાચારના કારણે તૂટ્યા છે . કોન્ટ્રાકટરે નીચે વોર્ડ થી લઈને ઉપર સુધી સહુને કવર આપવા પડે છે . તેમાં ભાજપ હોય કે કોંગ્રેસ , જો કોઈને કવર ન મળે , તો એવી એક નોંધ – અરજીં કરે , કે કોન્ટ્રાકટરના બિલ અટવાઈ પડે . કોન્ટ્રાકટરે તો આ બધી જ રકમ કોન્ટ્રાકટરની નક્કી થયેલી રકમ માંથી જ ચુકવવાની હોય છે . અને તેમાં પોતાનો નફો પણ તારવવાનો હોય છે . એટલે પાકા રસ્તા , રીસર્ફેશ આ બધું ઉપર છલ્લું થાય . તમે જો જો જ્યાં ડામર રસ્તો થતો હશે , ત્યાં કોઈ સુપરવિઝન થતું જોવા નહિ મળે . ”
અન્ય મિત્ર એ કહ્યું “ હવે સરકારે તપાસ કરાવી દોષિતો સામે પગલા લેવાનું નક્કી કર્યું છે . ”
તો જવાબ મળ્યો “ એ બધા નાટક જ થવાના , સહુ કોઈ તેમાં સંકળાયેલા જ છે . તપાસ માં કશું થવાનું નથી . ”
ચાલો , બાપુએ એક નિર્ણય તો જાહેર કર્યો , હવે બાકીના ત્રણ ક્યારે ?
છેલ્લા ત્રણેક માસથી ગુજરાતના માસલીડર શંકરસિંહજી બાપુ સમાચારોમાં છવાયેલા રહ્યા . પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ પૂરી થતાં કેટલાંક પત્રકારો , પગથીયા પાસેના મોટા ચોકમાં ઉભા હતા . એક બાપુ સમર્થક નેતા ગાડીમાંથી ઉતરી , સીધા પત્રકારો પાસે આવ્યા . તેમણે આશ્ચર્ય સાથે ફરિયાદના સ્વરૂપમાં કહ્યું “ મને એ જ નથી સમજાતું કે બાપુએ કોંગ્રેસ મુક્ત થવાની જાહેરાત કરી , એ સાથે જ તમામ ન્યુઝ ચેનલોમાં બાપુના ભાષણ થી વધુ બાપુના ભાજપ સામેના બળવાની ઘટના , ખજુરાહો અને રાજપા – મુખ્યમંત્રી વગેરે ઘટનાઓ તાજી કરી . અલ્યા ભાઈ અત્યારે ભાજપની પૂર્ણ બહુમત વાળી સરકાર છે . બાપુએ કોંગ્રેસ પક્ષ છોડ્યો છે . ત્યારે શું બાપુ ફરી ખાજુરાકાંડ કરવાના હતા ? પત્રકારો કઈ દિશા માં વિચારે છે એજ સમજાતું નથી . અત્યારે બાપુનો એ ઇતિહાસ રજુ કરવા પાછળનું કારણ શું ? ”
એક પત્રકારે કહ્યું “ કારણ એટલું જ કે બાપુ ગમે ત્યારે ગમે તે કરી શકે છે , અને બાપુએ તેનો સ્વીકાર અને ઉલ્લેખ પણ કર્યો હતો . ”
અન્ય પત્રકારે વાત બદલતા કહ્યું “ બાપુએ એક નિર્ણય તો જાહેર કરી દીધો . અને કોંગ્રેસ મુક્ત થઇ ગયા . હવે બાકીના ત્રણ નિર્ણયો ક્યારે જાહેર કરશે ? ”
નેતાએ પૂછ્યું કયા ત્રણ નિર્ણયો ? તો જવાબ મળ્યો કે “ બાપુ એ કોંગ્રેસ છોડવાનો એક નિર્ણય જાહેર કર્યો . હવે બાપુ કયા પક્ષમાં જોડાશે ? ચૂટણીમાં કયા પક્ષનો પ્રચાર કરશે અને ચુંટણી પછી બાપુ શું કરશે ? . આ ત્રણ બાબતો હજુ બાપુએ જાહેર કરવાની બાકી છે . ”
નેતાએ કહુય “ સમય સમય નું કામ કરશે . યોગ્ય સમય આવ્યે તમામ પ્રશ્નોના જવાબ મળી જશે . અત્યારે તો મને પણ ખબર નથી અને કદાચ બાપુને પણ ખબર નહિ હોય . ”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં મેઘો વિફર્યો, ઠેર ઠેર તારાજી, જનજીવન ખોરવાયું
Next articleઆટલું કદરૂપુ અમદાવાદ મેં ક્યારેય નથી જોયું