Home દેશ - NATIONAL આલોક ઈન્ડસ્ટ્રીઝએ રોકાણકારોને છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન 28 ટકાનું રિટર્ન આપ્યું

આલોક ઈન્ડસ્ટ્રીઝએ રોકાણકારોને છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન 28 ટકાનું રિટર્ન આપ્યું

13
0

(જી.એન.એસ),તા.૦૪

નવા વર્ષની શરૂઆતમાં જ મંગળવાર અને બુધવારે શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. પરંતુ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીની કંપની આલોક ઈન્ડસ્ટ્રીઝ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. ગઈકાલે 4 જાન્યાઆરીના રોજ શેર 7.36 ટકાના વધારા સાથે 27.70 રૂપિયા પર બંધ રહ્યો હતો. મંગળવારે કંપનીના શેરમાં 20 ટકાનો બમ્પર વધારો જોવા મળ્યો હતો.. આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં લાંબા સમયથી વધારો ચાલી રહ્યો છે. શેરે છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન અંદાજે 28 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 1 મહિનામાં શેર 34.24 ટકા વધ્યો છે. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો રોકાણકારોને 63.25 ટકા વળતર આપ્યું છે..

છેલ્લા એક વર્ષમાં આલોક ઇન્ડસ્ટ્રીઝનો શેર 72.84 ટકા વધ્યો છે. આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો થવાનું કારણ પ્રમોટર કંપની રિલાયન્સ દ્વારા 3300 કરોડ રૂપિયાનું રોકાણ છે. આ રોકાણ નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જે બાદ શેરમાં તેજી રહી છે.. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વર્ષ 2020 માં નાદારી પ્રક્રિયા હેઠળ આલોક ઈન્ડસ્ટ્રીઝને ખરીદી હતી. હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40.01 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો 34.99 ટકા હિસ્સો જેએમ ફાયનાન્સિયલ રિકન્સ્ટ્રક્શન કંપની પાસે છે.. આલોક ઈન્ડસ્ટ્રીઝ એક ટેક્સટાઇલ કંપની છે. કંપની કોટન તેમજ પોલિએસ્ટર સેગમેન્ટમાં ડીલ કરે છે. કંપની કપડાની સાથે ચામડાના ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. આલોક ઈન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2022-23માં 6,937 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક જ વર્ષમાં ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સે શેરના ભાવમાં ૯૩૭ ટકાનો વધારો
Next articleફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનિયર્સ લિસ્ટમાં ગૌતમ અદાણીએ કમાણી કરી