Home વ્યાપાર જગત - BUSINESS ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલી અને ફુગાવાની વધતી જતી ચિંતાએ ભારતીય શેરબજારમાં...

ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલી અને ફુગાવાની વધતી જતી ચિંતાએ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૭૬૯.૨૩ સામે ૫૫૬૧૦.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૨૯૫.૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૬.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૩.૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૬૭૫.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૦૪.૬૫ સામે ૧૬૫૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૪૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૧.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૫૮૩.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ અનિશ્ચિતતાના દોર કાયમ રહીને એક તરફ વૈશ્વિક ફુગાવા-મોંઘવારીના સંકટ અને ઊંચા વ્યાજ દરની સ્થિતિ અને બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવના ઉત્પાદનમાં વધારો કરવાના સંકેત હોવા છતાં અમેરિકામાં સ્ટોક ઘટતાં ભાવ ફરી ઉંચકાઈ આવ્યા હોઈ એવી પરિસ્થિતિ હજુ અનિશ્ચિત બની રહી છે. જેના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અસ્થિરતાનો દોર કાયમ રહીને બે તરફી મોટી અફડાતફડી જોવાઈ રહી છે. ફોરેન પોર્ટફોલિયો ભારતીય બજારોમાં ગત સપ્તાહમાં ફોરેન ફંડો હજુ ભારતીય શેર બજારોમાં કેશ સેગ્મેન્ટમાં સતત નેટ વેચવાલ બની રહ્યા છે. લોકલ ફંડોની ખરીદીનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી કોર્પોરેટ પરિણામોમાં ચિંતા વ્યક્ત કરવા લાગી છે.

પરંતુ કોરોનાકાળમાંથી બહાર આવીને આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ ફરી વધવા લાગતાં સપ્લાય ચેઈનની પરિસ્થિતિ સુધરવાની અપેક્ષા અને ફુગાવાની સ્થિતિ હળવી થવાની અને રાહત થવાની અપેક્ષાએ ગત સપ્તાહમાં બજાર ઝડપી વધી આવ્યા છે. હવે ચોમાસાનું દેશમાં આગમન થઈ ગયું હોઈ એવી આગામી સપ્તાહમાં ચોમાસાની પ્રગતિ અને ક્રુડના ભાવની સ્થિતિ પર નજર રહેશે. જેની ભારત અને વિદેશોમાં ઊંચી માગ છે. આ ક્ષેત્રમાંથી વધતી માંગ વૃદ્વિનો નવો માર્ગ બન્યો છે. રૂપિયાના ઘસારા અને ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણકારોના એકતરફા આઉટફ્લોને પગલે સતત ૧૦ સપ્તાહના ઘટાડા બાદ ફરી ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનાના બંને અંતિમ સપ્તાહે દેશના ફોરેક્સ રિઝર્વમાં વધારો નોંધાયો છે. ભારતીય શેરબજાર ના અંતે નરમાઈ જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓઈલ & ગેસ, એનર્જી, બેન્કેકસ, પાવર, યુટીલીટી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૦ અને વધનારની સંખ્યા ૧૪૨૯ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક મોરચે ફુગાવા, વ્યાજ દરમાં વધારા સાથે વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શનના અનિશ્ચિતતાના પરિબળો વચ્ચે વૈશ્વિક બજારોમાં મંદી તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ભારતીય શેરો હજુ પણ તેના વેલ્યુએશન થી નીચે મળી રહ્યાના અભિગમથી બે તરફી અફડાતફડીના અંતે પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળે છે ઉપરાંત કોર્પોરેટ પરિણામો બાદ હવે બજારની નજર ચોમાસાની પ્રગતિ સાથે એગ્રીકલ્ચર, કોમોડિટી કેમીકલ, રિયલ્ટી અને સિમેન્ટ સેકટર પર રહેશે. આવતા સપ્તાહની બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધુ ૪૦ અથવા ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિને જુન તથા ઓગસ્ટની બેઠક દરમિયાન રેપો રેટમાં કુલ ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરશે તેમ ધારણાં મૂકવામાં આવી છે. કમિટિની હવે પછીની બેઠક ૬થી ૮ જુન દરમિયાન મળનાર છે. આ બેઠકમાં દેશમાં રિટેલ ફુગાવાની સ્થિતિ ઉપરાંત સરકાર દ્વારા લેવાયેલા કેટલાક પગલાંની સમીક્ષા કરાશે. રિટેલ ફુગાવામાં વધારાને ધ્યાનમાં રાખી કમિટિએ રેપો રેટમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આયાત જેવા પગલાંને કારણે વધતા ફુગાવાને બ્રેક લાગશે તેવો પણ રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. ઓગસ્ટ સુધીમાં રિઝર્વ બેન્ક રેપો રેટને કોરોના પહેલાના ૫.૧૫% ના સ્તરે લાવી દેશે તેવી પણ શકયતા રહેલી છે. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારાની સીધી અસર વિવિધ પ્રકારના ધિરાણ દરો આગામી બેઠકમાં રેપો રેટમાં વધારાથી વિવિધ પ્રકારની લોન્સ વધુ મોંઘી થવાની ગણતરી મુકાઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકમલ હાસનની ફિલ્મ વિક્રમે ૧૫૦ કરોડની કમાણી કરી
Next articleફુગાવો – મોંઘવારીની અસહ્ય સમસ્યાને જોતા RBIની બેઠકમાં રેપો રેટ ફરી વધવાની સંભાવનાએ ઉછાળે સાવચેતી યથાવત્ રહેશે…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.