Home વ્યાપાર જગત - BUSINESS ફુગાવો – મોંઘવારીની અસહ્ય સમસ્યાને જોતા RBIની બેઠકમાં રેપો રેટ ફરી વધવાની...

ફુગાવો – મોંઘવારીની અસહ્ય સમસ્યાને જોતા RBIની બેઠકમાં રેપો રેટ ફરી વધવાની સંભાવનાએ ઉછાળે સાવચેતી યથાવત્ રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૬૭૫.૩૨ સામે ૫૫૩૭૩.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૮૮૨.૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૫.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૭.૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૧૦૭.૩૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૮૧.૨૫ સામે ૧૬૪૮૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૩૫૪.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૦.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૪૨૧.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ ૧૨૧ ડોલર થઈ જવા સાથે અન્ન ફુગાવો – મોંઘવારીની અસહ્ય સમસ્યાથી ત્રસ્ત વિશ્વમાં હવે ફુગાવો તેની ટોચની સપાટી નજીક હોવાની સાથે સ્થાનિક સ્તરે દેશના આર્થિક વિકાસ દરમાં વૃદ્વિ છતાં મોંઘવારી, ફુગાવો વધુ વધવાની ચિંતા અને ધિરાણ દરો વધતાં પ્રવાહિતા રૂંધાવવાના અંદાજોએ અને ગત સપ્તાહે જાહેર થયેલ જીએસટી એકત્રિકરણમાં મે મહિનામાં ૧૬%નો ઘટાડો નોંધાયાની સાથે ઓઇલ & ગેસ, એનર્જી, યુટિલિટીઝ શેરોમાં વેચવાલી અને ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટીસીએસ લિ. એચડીએફસી બેન્ક શેરોમાં પ્રોફિટ બુકિંગે ફંડોએ સાવચેતીમાં હળવા થવાનું પસંદ કર્યું હતું.

વિશ્વના અનેક દેશોમાં ફુગાવો વધવાની બીજી તરફ વ્યાજદરોમાં પણ વધારો થવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં સતત શેરોમાં વેચવાલી કરતાં રહી આજે પણ ઉછાળે શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. રશિયા – યુક્રેન યુદ્ધના પગલે ઉદ્ભવેલ જીઓપોલિટિકલ ટેન્શનની બીજી તરફ મોંઘવારી વધવાની સાથે વ્યાજ દરો પણ વધતા નાણાંકીય મોરચે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવતા સમગ્ર વિશ્વ ફરી આર્થિક મંદીમાં ગરકાવ થઈ જવાની ભીતિ ઉદ્ભવતા આજે શેરોમાં ઉછાળે સાવચેતીમાં ફોરેન ફંડોએ તેજીનો વધુ વેપાર હળવો કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ & ગેસ, એનર્જી, યુટિલિટીઝ, પાવર, ઓટો અને ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૮ અને વધનારની સંખ્યા ૧૨૮૯ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાને લગતા પ્રતિબંધો દેશભરમાં લગભગ ઉઠાવી લેવાયા બાદ દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે. ભારતનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) મે માસમાં વધીને ૧૧ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. જો કે ફુગાવાજન્ય દબાણો કંપનીઓ માટે ચિંતા બની ગઈ છે. ફુગાવાજન્ય દબાણો છતાં પણ ગયા મહિને મજબૂત માગને પગલે સેવા ક્ષેત્રમાં સુધારો જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીઝ પીએમઆઈ વધીને ૫૮.૯૦ રહ્યો છે, જે એપ્રિલમાં ૫૭.૯૦ રહ્યો હતો. ૨૦૧૧ના એપ્રિલ બાદ વર્તમાન વર્ષના મેનો પીએમઆઈ અત્યારસુધીનો સૌથી ઊંચો જોવાયો છે. કોરોનાને લગતા પ્રતિબંધો ઉઠાવી લેવાયા બાદ આર્થિક પ્રવૃત્તિ સામાન્ય બની રહી છે ત્યારે સેવા માટેની માગમાં પણ જોરદાર વધારો થયો છે. અર્થતંત્રને ખુલ્લુ મૂકવાનો નિર્ણય સેવા ક્ષેત્રના વિકાસને ટેકો પૂરો પાડી રહ્યો છે.

કિંમતોમાં વધારાને કારણે વેપાર આશાવાદ ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યો છે. કેટલીક પેઢીઓ માગમાં વધારો થવા ધારણાં રાખી રહી છે ત્યારે બીજી કેટલીક કંપનીઓ ફુગાવાજન્ય દબાણ વિકાસને રૂંધી નાખશે તેવી ચિંતા ધરાવે છે. કાચા માલની કિંમતોમાં વધારાને કારણે આવી પડેલા બોજામાંથી કેટલોક બોજ કંપનીઓ ગ્રાહકો પર પસાર કરી રહી છે. વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર ૪.૧૦ ટકા રહ્યો છે, પરંતુ ઊર્જા તથા કોમોડિટીઝના ઊંચા ભાવને કારણે ફુગાવામાં વધારાએ વિકાસ ભાવિ સામે જોખમ ઊભુ કર્યું છે. ભારતમાં હાલમાં ફુગાવાનો દર આઠ વર્ષની ઊંચી સપાટીએ છે જેને કારણે રિઝર્વ બેન્કને વ્યાજ દરમાં વધારો કરવાની ફરજ પડી છે. એપ્રિલમાં કર્મચારીઓની ભરતી બાદ મે માસમાં સેવા ક્ષેત્રની કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા પર સાધારણ કાપ મૂકયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલી અને ફુગાવાની વધતી જતી ચિંતાએ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!!
Next articleકરણ જોહરના જન્મદિનની પાર્ટીમાં આવેલ ૫૫ લોકો કોરોના સંક્રમિત
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.