Home વ્યાપાર જગત - BUSINESS ફેડરલ રિઝર્વ અને RBI દ્વારા વ્યાજદરોમાં મોટો વધારો કરવામાં આવે તેવી ...

ફેડરલ રિઝર્વ અને RBI દ્વારા વ્યાજદરોમાં મોટો વધારો કરવામાં આવે તેવી શક્યતાએ ભારતીય શેરબજારમાં સાવચેતીનું વલણ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૩૨૬.૩૯ સામે ૫૪૪૫૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૧૯૧.૫૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૩૯.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭.૭૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૨૮૮.૬૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૫૩.૨૫ સામે ૧૬૨૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૧૫૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૧૬૪.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ફુગાવાને અંકુશમાં લેવાની વૈશ્વિક કવાયતમાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા કરાયેલા વ્યાજ દરના વધારા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિતે પણ વ્યાજ દરમાં વધારો કર્યા બાદ હજુ વધુ મોટો વધારો તોળાઈ રહ્યો હોઈ કંપનીઓના ખર્ચમાં વધારા સાથે ફરી નફાશક્તિ ભીંસમાં આવવાના સંકેતો વચ્ચે વૈશ્વિક સંકટ ઘેરાતા વિશ્વ ફરી મંદીના ભરડામાં આવી ગયું હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા હોવાથી આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી નોંધાતા ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળા સાથે અમેરિકી શેરબજારોમાં સાવચેતીએ વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં પણ ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલીએ ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધતાં રહેતા જતાં ફુગાવો – મોંઘવારીમાં વધુ વધારો થવાના જોખમે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં સાધારણ થી નબળા પરિણામો જાહેર થઈ રહ્યા હોઈ આજે ભારતીય શેરબજારોમાં પણ ઉછાળે સાવચેતી જોવાઈ હતી. શેરોમાં આરંભિક તેજી બાદ ફરી ફંગોળાતી ચાલમાં બે – તરફી વોલેટીલિટી સાથે આરંભિક ઉછાળો ધોવાયો હતો. ફંડોએ ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઇટી અને ટેક શેરોમાં સિલેક્ટીવ તેજી કર્યા સામે મેટલ, બેઝિક મટિરિયલ્સ,ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં આરંભિક તેજી બાદ ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૪૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૩.૬૯  લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, રિયલ્ટી, યુટિલિટીઝ, હેલ્થકેર, ટેલિકોમ, પાવર, ફાઈનાન્સ અને શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૯ અને વધનારની સંખ્યા ૧૪૨૧ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાના કારણે જે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે તેના કારણે સમગ્ર વિશ્વમાં દૈનિક જરૂરિયાતની ચીજ – વસ્તુઓના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. તેમાં મજબૂત બની રહેલો ડોલર અને અમેરિકામાં થયેલો વ્યાજ દરનો વધારો જોખમી બની રહ્યો છે. વિશ્વની અન્ય શક્તિશાળી મુદ્રાઓની સરખામણીએ ડોલરની કિંમતમાં છેલ્લા ૧ વર્ષમાં ૧૨%નો વધારો થયો છે. આ કારણે તે દેશોની આર્થિક મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. વિશ્વના વિવિધ ક્ષેત્રોની આર્થિક ગતિવિધિઓમાં જે સુસ્તી આવી છે તેમાં ડોલરની કિંમત ઉંચી જવાના કારણે વધારો થયો છે. મજબૂત ડોલરના લીધે ગ્રોથ પર અસર પડી રહી છે કારણ કે, આ એવા સમયે બની રહ્યું છે જ્યારે મોંઘવારી ચરમસીમાએ છે. તથા ફુગાવાની આ ઉંચી સ્થિતિએ ઉંચા વ્યાજ દરોનો મુકાબલો કરવો પડી રહ્યો છે.

ડોલર ઉંચો જવાના કારણે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોન મોંઘી થઈ ગઈ છે. જ્યારે દેશો, કંપનીઓ અને સામાન્ય લોકો માટે પૈસા ઉધાર લેવા વધુ મોંઘા થઈ જાય ત્યારે આર્થિક ગતિવિધિઓ સુસ્ત થઈ જાય અને પહેલેથી સંઘર્ષરત અર્થતંત્રને પાટે ચઢાવવું વધું આકરૂં બની જાય. ગત વર્ષે વિશ્વની ૧૦ સૌથી વધુ શક્તિશાળી મુદ્રાઓની સરખામણીએ ડોલરની કિંમત ૧૨% વધી હતી. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં ડોલરની કિંમત ૭% વધી છે. અમેરિકાથી ભારત સુધીના ઉભરતા અર્થતંત્રવાળા દેશોએ પોતાની મુદ્રાને નબળતી પડતી અટકાવવા માટે વ્યાજ દરોમાં વધારો કરવો પડે છે. ભારતે પણ રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે અને આગામી દિવસોમાં ફરી આરબીઆઇ દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવી શક્યતા જોવાઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે : વડાપ્રધાન મોદી
Next articleપીએમ મોદીએ ક્વાડની બેઠકમાં આપ્યું એવું મહત્વનું નિવેદન કે…..
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.