Home દુનિયા - WORLD ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે આગામી સપ્તાહમાં દુશ્મનો સામે કાર્યવાહી કરવાની ધમકી આપી

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે આગામી સપ્તાહમાં દુશ્મનો સામે કાર્યવાહી કરવાની ધમકી આપી

120
0

(જી.એન.એસ),તા.૨૯

ફિલિપાઈન્સ,

દક્ષિણ ચીન સાગરને લઈને ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે દાયકાઓ જૂનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સના જહાજો અને ચીનના કોસ્ટ ગાર્ડ વચ્ચે નાની-મોટી અથડામણ થઈ છે. જે બાદ બંને દેશો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે અને બંને દેશોના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ચીન, ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, તાઈવાન અને બ્રુનેઈ આ સંસાધનથી સમૃદ્ધ અને વ્યસ્ત જળમાર્ગ પર દાવો કરે છે. ફિલિપાઈન્સની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, એસ. જયશંકરે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગર વિવાદમાં ભારત ફિલિપાઈન્સની સાથે છે. ચીનના કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ચીનના કોસ્ટ ગાર્ડ અને શંકાસ્પદ લશ્કરી જહાજો દ્વારા ખતરનાક હુમલાઓ સામે પગલાં લેશે. તેણે આગળ લખ્યું,”ફિલિપિનો નમતા નથી.”

રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે આગામી અઠવાડિયામાં સરકાર શું પગલાં લેશે તે સ્પષ્ટ કર્યું નથી. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી સપ્તાહોમાં અમે અમારા દુશ્મનો સામે કાર્યવાહી કરીશું. ફિલિપિનો લોકો અને ચાઈનીઝ કોસ્ટ ગાર્ડ વચ્ચેની અથડામણ બાદ માર્કોસે ટ્વિટર પર લખ્યું, “આ ચીની કોસ્ટ ગાર્ડ અને ચીની મરીન મિલિશિયાના એજન્ટો દ્વારા કરવામાં આવેલા હુમલા છે. બિલકુલ ખોટા છે. અમે આ ખતરનાક હુમલાઓનો જડબાતોડ જવાબ આપીશું.” તેમણે વધુમાં કહ્યું કે અમે કોઈપણ દેશ સાથે કોઈ સંઘર્ષ નથી ઈચ્છતા, ખાસ કરીને એવા દેશો કે જેઓ અમારા મિત્ર હોવાનો દાવો કરે છે, પરંતુ અમે મૌન કે આધીન રહીશું નહીં. ફિલિપિનો નમશે નહીં. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જ ફિલિપાઈન્સના પ્રવાસે ગયા હતા. આ ધમકીને જયશંકરની મુલાકાત સાથે પણ જોડવામાં આવી રહી છે. કારણ કે રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસનું આ નિવેદન મુલાકાત બાદ આવ્યું છે. ભારતનો પણ ચીન સાથે ફિલિપાઈન્સની જેમ LAC પર એવો જ વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં ચીનના સૈનિકો ઘૂસણખોરી કરતા રહે છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે ફિલિપાઈન્સ પર ઉશ્કેરણીજનક પગલાં લઈને અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી ફેલાવીને દક્ષિણ ચીન સાગર વિવાદને વધારવાનો આરોપ લગાવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાઝા યુદ્ધ દરમિયાન તુર્કીએ ઇઝરાયેલને શસ્ત્રો વેચ્યા હતા : રીપોર્ટ
Next articleકેનેડામાં આવતા મહિનાથી રેઈન ટેક્સ લાગુ કરવામાં આવશે