Home ગુજરાત પ્રાધ્યાપકોને રિસર્ચ સિવાયના કાર્યભારણથી ‘નેક’ના પોઈન્ટમાં માર ખાતી એમકેબી યુનિવર્સિટી

પ્રાધ્યાપકોને રિસર્ચ સિવાયના કાર્યભારણથી ‘નેક’ના પોઈન્ટમાં માર ખાતી એમકેબી યુનિવર્સિટી

20
0

યુનિ.નો ગ્રેડ બગાડતું પરિબળોમાં પ્રાધ્યાપકોને એક કરતાં વધારે કાર્ય સોંપાતા રિસર્ચ ન કરતા નેકના પોઇન્ટ ઓછા થતાં યુનિ. ખાડે જઈ રહી છે. લાંબા સમયથી ભરતી ના કરાતા અધ્યાપકો તથા પ્રાધ્યાપકોનો કાર્યભારણનો વધારો રહ્યો છે. પ્રમાણીત કરેલ યુનિવર્સિટીનો ગ્રેડ નેક દ્વારા ઓછો અંકાયેલ હોય તો તેના કારણે વિદ્યાર્થીને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે. પીએમ આવે તો તાત્કાલિક બધી જ કાર્યવાહી થઈ શકે તો ભરતી કેમ નહીં! જેની પણ ચર્ચા થઈ રહી છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અપૂરતા અધ્યાપક- પ્રાધ્યાપકોને કારણે કાર્યભારણમાં વધારો થઈ જતા નેક(એનએનએએસી)નાં મૂલ્યાંકનમાં ફરજિયાત ગણાતા રિસર્ચમાં અધ્યાપકે પોતે કરેલ સર્વેને અધિકૃત કરેલ જર્નલ દ્વારા પ્રકાશિત કરવાનો હોય જેના પરથી વિદ્યાર્થી તથા લોકોને ફાયદો થાય. ઉપરાંત યુનિવર્સિટીના માપદંડમાં પણ પોઇન્ટમાં વધારો થતા યુનિવર્સિટીના ગ્રેડમાં વધારો થઈ શકે છે.

કાર્યકારી કુલપતિથી લઈ મોટાભાગના કર્મચારીઓને એક કરતા વધુ જવાબદારી સોંપતા તેનું મુખ્ય કાર્ય ભણાવવાનું અને રિસર્ચ કરવાનું હોય, જે રિસર્ચ ફરજિયાત કરવાની હોવા છતાં અધ્યાપકો તેને સમય નથી આપી શકતા. જોકે યુનિવર્સિટીના નરમ વલણને કારણે ભારપૂર્વક ન કહેવાથી તેને નેકનાં એક્રીડેશનમાં ગ્રેડ વખતે અડચણ બનતા ગ્રેડમાં ઘટાડો થઈ રહ્યાનું એક મોટું કારણ છે.

પ્રમાણીત કરેલ યુનિવર્સિટીનો ગ્રેડ નેક દ્વારા ઓછો અંકાયેલ હોય તો તેના કારણે વિદ્યાર્થીને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે.સરકાર ધારે તો તાત્કાલિક ભરતી પણ કરી શકે છે. દોઢથી બે વર્ષમાં ભરતીને બહાર પાડવાથી લઈને તેને નિમણૂક કરવા સુધીની તમામ પ્રક્રિયા સમયબદ્ધ આયોજન અને સચોટ રીતે કમિટીઓની રચના કરીને વધીને બે મહિના સુધીમાં જ થઈ શકે તેમ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં મેડિકલ સ્ટાફ પર હુમલાના વિરોધમાં ગાંધીજીની વેશભૂષામાં કાઢી અહિંસા રેલી
Next articleકડીમાં આઠમા નોરતે પૂર્વ ડીવાય.સીએમ નીતિનભાઈ પટેલે માતાજીની પૂજા-અર્ચના તેમજ આરતી કરી આશિષ મેળવ્યા