Home ગુજરાત પ્રવીણ તોગડીયાને રાજસ્થાન પોલીસ ઉઠાવી ગઇ..!, સંઘ-વિએચપીમાં હડકંપ

પ્રવીણ તોગડીયાને રાજસ્થાન પોલીસ ઉઠાવી ગઇ..!, સંઘ-વિએચપીમાં હડકંપ

1595
0

રાજસ્થાનના ગંગાનગરમાં 10 વર્ષ જુનો કેસ ફરી ખોલાયો, વીએચપીએ મુક્યો કિન્નાખોરીનો આરોપ, એસજી હાઇવે પર કર્યો ચક્કાજામ
અમદાવાદઃ

વિશ્વહિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાને રાજસ્થાન પોલીસ અને ગુજરાતની સોલા પોલીસ તેમના ઘરે પહોંચી હતી. સોલા પોલીસ સ્ટેશનનના પીઆઈ જેએસ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસે અમારી મદદ માગી હતી. અમારો સ્ટાફ અને રાજસ્થાન પોલીસની ટીમ ધરપકડ કરવા માટે તોગડિયાના ઘરે ગયા હતા. જોકે તોડગડિયા ઘરે મળ્યા નહોતા. જેથી સોલા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી રાજસ્થાન પોલીસ પરત ફરી હતી.તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા ઈન્ચાર્જ(ઉત્તર ગુજરાત) હેમેન્દ્ર ત્રિવેદી મુજબ, પોલીસે આજે બપોરના 11 વાગ્યે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી લીધી છે.
પ્રવીણ તોગડિયાની ધરપકડના આક્ષેપ બાદ વીએચપીના કાર્યકરો હાઇવે પર ઉમટી પડ્યાં હતાં અને એસજી હાઇવે બ્લોક કરી ચક્કાજામ કર્યો. વીએચપીના કાર્યકરો મોટી સંખ્યામાં એસજી હાઇવે પર એકઠા થયા છે અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવી રહ્યાં છે.
પ્રવીણ તોગડિયાનું નામ રાજસ્થાનના ગંગાનગર પોલીસ સ્ટેશનમાં 10 વર્ષ જુના રાયોટિંગ કેસમાં અચાનક ખોલવામાં આવ્યું છે. જેને લઈને વીએચપીએ આરોપ મુક્યો છે કે, કિન્નાખોરી રાખીને ફરીથી કેસ ખોલવામાં આવ્યો છે.
શા માટે લઈ ગયા તે અંગે કઈ કહેવાયું નહીં
રાજસ્થાન પોલીસ આજે(15 જાન્યુઆરી) સવારે તોગડીયાને ઉઠાવીને લઈ ગઈ છે. તેમને શા માટે ઉપાડી જવામાં આવ્યા તે અંગે કોઈને કહેવામાં આવ્યું નથી. તેમને ચૂપચાપ ઉઠાવીને ક્યાં લઈ જવામાં આવ્યા છે, તે અંગે રાજસ્થાન પોલીસ કંઇ કહેવા તૈયાર નથી.
વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તોગડિયા જ્યારથી સંઘ અને ભાજપની ઈચ્છા વિરુદ્ધ જઈને ફરીવાર અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેમને વૈચારિક રીતે ખતમ કરવા માટે કેટલાંક રાજકીય નેતાઓ સક્રિયતાથી યોજના ઘડી રહ્યા છે. તેમની સામે ગુજરાતમાં કેસ શરુ કરાયા છતાં તોગડીયા ઝૂક્યા ન હોવાથી રાજસ્થાન પોલીસને એક કેસમાં ડૉ. પ્રવીણ તોગડીયાની ધરપકડ કરવા માટે ગુજરાત મોકલવામાં આવી હતી. VHPના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસ ગુજરાતમાં આવી છે, તે સામાન્ય પ્રકારની હલચલ નથી પણ અમને શંકા છે કે, તોગડીયાનું એન્કાઉન્ટર કરવામાં આવે એવી સંભાવના છે.
રાજસ્થાન પોલીસ દ્વારા ડૉ. તોગડીયાને કોઇ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે. તો બીજી તરફ ડૉ. પ્રવિણ તોગડીયાની અટકાયતના પગલે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશને વિશ્વ કનિદૈ લાકિઅ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ એકઠા થઇ ગયા હતા. અને સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરોધી નારાઓ લગાવ્યા હતા.
અમદાવાદમાં 22 વર્ષ જુના ધોતિયાકાંડમાં કનિદૈ લાકિઅ વોરંટ નિકળ્યા અકિલા બાદ ડૉ તોગડીયાઓ મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર આક્ષેપ કર્યો હતો કે તેઓ રામ મંદિર અને ખેડુતોની વાત કરે છે તેના કારણે કનિદૈ લાકિઅ તેમના જુના કેસ ફરી ખુલી રહ્યા છે. અમદાવાદની ઘટના બાદ રાજસ્થાનની આ બીજી ઘટના છે, જેના કારણે રાજકિય માહોલ ગરમાયો છે.

સવારે રાજસ્થાન પોલીસ ઘરે આવી હતી, પછી પપ્પાનો સંપર્ક નથી : પુત્ર આકાશ તોગડીયા
પ્રવીણ તોગડીયાના પુત્ર આકાશ તોગડીયા કહે છે સવારે રાજસ્થાન પોલીસ ઘરે આવી હતી, પછી પપ્પાનો સંપર્ક નથી. તે ક્યાં છે તેની અમને ખબર નથી. પોલીસને જાણ કરી છે. પોલીસે તુરંત શોધખોળ શરૂ કરવી જોઈએ.
વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી રણછોડ રબારી કહે છે કે તોગડીયાએ બે દિવસ પહેલા કહ્યું હતું કે તેમનું એન્કાઉન્ટર થશે. તોગડીયાને ગુજરાત સરકારે વાય કેટેગરીની સલામતી આપેલી છે.
એક કાર ચાલક કહે છે કે “હિંદુઓ માટે અમે બે કલાક ટ્રાફિક જામમા બેસી રહેવા તૈયાર છે, તમે અમને ઉશ્કેરશો નહી” કાર ચાલકો કહે છે ખબર જ નથી પડતી કે શુ ચાલી રહ્યુ છે !!
વિહિપવાળા ગળે કેસરિયો ખેસ પહેર્યા વગર રસ્તા ઉપર ઉતર્યા છે. હાથમા તોગડિયાનો ફોટો છે. પીઆઇ પટેલ હવે આ હિંદુવાદીઓને સમજાવવા રસ્તે ઉતર્યા છે.
રણછોડ રબારી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પણ ઉતર્યા. તે કહે છે કોઈને ખબર નથી કે તોગડીયા ક્યાં છે? પોલીસે તુરંત તપાસ હાથ ધરવી જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રિમ કોર્ટના ચાર જજોના બળવા પાછળ પણ સૌહરાબુદ્દિન કેસનું ભૂત…!?
Next articleતોગડિયાએ મોદી સામે મોરચો ખોલ્યો- અમારે હિન્દુત્વ જોઇએ જ