Home અન્ય રાજ્ય પ્રધાનમંત્રી મોદીની ગેરંટીથી ૩ રાજ્યોમાં ભાજપની હેટ્રિક..

પ્રધાનમંત્રી મોદીની ગેરંટીથી ૩ રાજ્યોમાં ભાજપની હેટ્રિક..

65
0

(જી. એન. એસ) તા. 3

ગાંધીનગર,ભોપાલ,જયપુર

લોકસભા પહેલા સત્તાની સેમિફાઈનલમાં ત્રણ રાજ્યોમાં ભાજપે કોંગ્રેસને ભેરવી નાખ્યું..


રાજસ્થાનમાં ભાજપે જીતનો જાદુઈ આંકડો પાર કરવામાં સફળતા મેળવી
..

(નીચે જણાવેલા આંકડા આ સમાચાર જયારે લખાઈ રહ્યા છે ત્યાર સુધીનાં છે)

રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ આ પાંચ રાજ્યોની ચૂંટણીને લોકસભા પહેલાની સેમિફાઈનલ તરીકે જોવાઈ રહી છે. જેમા ત્રણ હિંદી રાજ્યોમાં ભાજપ જીત તરફ અને બહુમત મેળવતી જોવા મળી રહી છે. તો રાજસ્થાનમાં ભાજપ પાંચ વર્ષ બાદ ફરી સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ભાજપનું સારુ પ્રદર્શન રહ્યુ છે. અત્યાર સુધીના રુઝાન જોઈએ તે એમપી છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપના પ્રદર્શનને જોતા ફરી મોદી લહેર અને મોદી મેજિક જોવા મળી રહ્યુ છે. ત્રણેય રાજ્યોમાં ભાજપે મહિનાઓ પહેલા ટિકિટની વહેંચણી તો કરી દીધી પરંતુ સીએમના ચહેરા તરીકે કોઈને પ્રોજેક્ટ કર્યા ન હતા. જ્યારે 2018માં મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ, રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયા અને છત્તીસગઢમાં રમણસિંહને સીએમ ઉમેદવાર ઘોષિત કર્યા હતા. જેનુ પરિણામ એ જોવા મળ્યુ હતુ કે એ રાજ્યોમાં ભાજપની હાર થઈ હતી. પરંતુ આ વખતે ભાજપ માત્ર પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી અને તેની મોટી અસર પણ જોવા મળી રહી છે. હિંદી બેલ્ટના ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત ઘણી લોકસભા માટે ઘણી મોટી ઉપલબ્ધી હશે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર જઈ રહી છે તેવુ એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા હતા અને સતત એવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી હતી કે એમપીમાં મામાની સરકાર જાય છે. ત્યારે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની જીત નિશ્ચિત મનાઈ રહી હતી. આ સ્થિતિમાં જીત હાંસિલ કરવી એ ભાજપ માટે મોરલ બુસ્ટઅપ કરવાનું કામ કરશે. ભાજપે તમાં રાજ્યોમાં મોદીના ચહેરાને જ આગળ કર્યો હતો અને દરેક રેલીમાં પીએમ મોદી તેમના મેનિફેસ્ટોને મોદીની ગેરંટી ગણાવતા હતા. આથી તે પણ જનતામાં અપીલ કરવામાં ઘણી સફળ રહી છે. આથી એવુ માની શકાય કે મોદી મેજિક યથાવત છે. એમપીકે મનમે મોદીજી અને મોદીજીકે મને એમપી વાળી અપીલ ઘણી અસર કરી ગઈ છે. લોકસભાને ધ્યાને લેતા માહોલ બનશે. એમપીમાં 18 વર્ષની શિવરાજ સરકારની એન્ટી ઈન્કબન્સીના દાવાને જનતાએ ફગાવી દીધો છે અને ફરી એકવાર પ્રદેશમાં ભાજપને સત્તાનુ સુકાન સોંપ્યુ છે. એમપીમાં 2020માં સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવી લેતા કમલનાથની સરકાર પડી ગઈ હતી ત્યારથી સિંધિયા માટે એવુ કહેવાઈ રહ્યુ હતુ કે જનતા બાગીઓને જવાબ આપશે. જો કે જનતાએ સિંધિયાના પ્રભાવવાળી ગ્વાલિયર સીટ હોય કે ગુના હોય ભાજપને જ મત આપ્યા છે. આથી કહી શાકય કે મોદી નિર્વિવાદ રીતે સુપ્રીમ લીડરના રોલમા દેખાઈ રહ્યા છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મતોની ગણતરી શરૂ છે. 90 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ 50 થી વધુ બેઠકો જીતતી નજર આવી રહી છે. તો કોંગ્રેસને મોટો ફટકો પડતો દેખાઈ રહ્યો છે. અન્યોના ખાતામાં પણ પાંચ બેઠકો જતી દેખાઈ રહી છે. છત્તીસગઢમાં ભાજપ 54 સીટ પર આગળ ચાલી રહી છે. પૂર્વ સીએમ ડૉ રમણસિંહે જીતનો શ્રેય પીએમ મોદીને આપ્યો છે. તેમણે કહ્યુ કે જનતાને પીએમ મોદીની ગેરંટી પર સંપૂર્ણ ભરોસો છે. જો કે વર્તમામ સીએમ ભૂપેશ બઘેલ તેમની પાટન સીટ બચાવવામાં સફળ રહ્યા છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં ભાજપને મળેલી બંપર લીડ મળી રહી છે. રાજસ્થાનની 200 સીટ પૈકી ભાજપે 100નો આંકડો તો પાર કરી લીધો છે રાજસ્થાનમાં ભાજપ 117 પ્લસ બેઠકો સાથે આગળ છે. જ્યારે કોંગ્રેસને ફાળે 67 જેટલી બેઠકો મળતી દેખાઈ રહી છે. રાજસ્થાન ચૂંટણીમાં લાલ ડાયરી ફેક્ટરનું પણ મોટુ યોગદાન રહ્યુ છે. લાલ ડાયરીના કેટલાક પન્ના સાર્વજનિક કરી ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢાએ ગેહલોત સરકારને બેકફુટ પર લાવી દીધી હતી. ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢાએ રાજસ્થાનની રાજનીતિમાં ભૂચાલ લાવી દીધો હતો. અશોક ગેહલોત સરકારના મંત્રીમંડળમાંથી બહાર કરાયેલા રાજેન્દ્ર ગુઢાએ લાલ ડાયરીમાં ગેહલોત અને અન્ય નેતાઓના ગેરકાયદે લેતીદેતીનો હવાલો આપ્યો. ડાયરીના કેટલાક પન્નાની કથિત તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. વિધાનસભા અધ્યક્ષ સીપી જોશી નાથદ્વારા સીટથી 5વાર ધારાસભ્ય રહ્યા છે અને રાજસ્થાનના ચૂંટણી ઈતિહાસમાં સૌથી રોમાંચક રસાકસી અહીં 2008 માં જોવા મળી હતી. ત્યારે સીપી જોશીને માત્ર 1 વોટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2008 વિધાનસભા ચૂંટણીમાં ભાજચપના કલ્યાણસિંહે જોષીને એક વોટથી માત આપી હતી. કલ્યાણ સિંહને એ સમયે 62216 વોટ મળ્યા હતા જ્યારે સીપી જોષીને 62215 વોટ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીપી જોષી લાંબા સમયથી નાથદ્વારા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. આથી તેમને આ સીટનો સૌથી વધુ અનુભવ છે. જો કે તેમની સામે લડી રહેલા ભાજપના વિશ્વનાથસિંહની આ પહેલી ચૂંટણી હતી. હિંદી બેલ્ટમાં આ ત્રણ રાજ્યોમાં પીએમ મોદીએ ઉપરાછાપરી રેલીઓ અને રોડ શો કર્યા. ભાજપના ચૂંટણી નારા પણ પીએમ મોદીને ધ્યાનમાં રાખીને જ હતા. જેમા એમપીના મનમા મોદી અને મોદીના મનમાં એમપી, જ્યારે રાજસ્થાનમાં મોદી સાથે અપનો રાજસ્થાનનો નારો આપ્યો હતો. આ ત્રણ રાજ્યોમાં 2 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન પીએમ મોદીએ 42 રેલીઓ કરી અને 4 મોટા રોડ શો કર્યા. સૌથી વધુ તાકાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લગાવી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને રાજસ્થાનમાં કોંગ્રેસે 2018ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. જો કે લોકસભામાં ભાજપે એ ત્રણેય રાજ્યોમાં ક્લિન સ્વીપ કર્યુ હતુ.

આ જ પ્રકારે તેલંગાણામાં કેસીઆરની બીઆરએસ પાર્ટી બંને ચૂંટણીમાં એકતરફી પરિણામ મેળવવામાં સફળ રહી હતી. મધ્યપ્રદેશમાં ગોડવાના ગણતંત્ર પાર્ટી, જય આદિવાસી યુવા શક્તિ, રાજસ્થાનમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, ટ્રાઈબલ પાર્ટી જેવી પાર્ટીઓ ચૂંટણી લડી હતી. આ પાર્ટીઓ કિંગમેકરની ભૂમિકામાં જોવાઈ રહી હતી. તો અનેક જગ્યાએ આ પાર્ટીઓને વોટ કટવા પાર્ટીનો પણ દરજ્જો આપવામાં આવતો હતો. આ ચૂંટણીમાં તમામ નાની પાર્ટીઓનુ પરફોર્મેન્સ બતાવી રહ્યુ છે કે તેમને ઘણુ કામ કરવાની જરૂર છે. એવુ માની શકાય કે આ પાર્ટીઓ એક સિમિત ક્ષેત્રમાં પ્રભાવી પ્રદર્શન કરી શકે પરંતુ પરિણામ માટે ગેમચેન્જર સાબિત ન થઈ શકે. આ પાર્ટીઓએ સૌપ્રથમ તેમનો વિસ્તાર કરવાની અને લીડરશીપને ડેવલપ કરવાની જરૂર પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિવિલ ઇજનેરો આધુનિક ભારતના નિર્માતા- ‘વિશ્વકર્મા’ : તેમના દ્વારા નિર્મિત વિકાસ કામો દેશ હંમેશા યાદ રાખશે – કેન્દ્રીય સડક પરિવહન – રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી
Next articleમધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની હેટ્રીક જીતની અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર ઉજવણી માં મુખ્યમંત્રી ની હાજરી