Home મધ્ય ગુજરાત અમદાવાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની હેટ્રીક જીતની અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર ઉજવણી...

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની હેટ્રીક જીતની અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર ઉજવણી માં મુખ્યમંત્રી ની હાજરી

56
0

(જી. એન. એસ) તા. 3

અમદાવાદ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢ આ 3 રાજ્યમાં ભાજપે પોતાના સાંસદ અને દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. અમદાવાદ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે ની ઉજવણી માં રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની ગરિમામય હાજતી માં, ગુજરાત પ્રદેશ કોશાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, અમદાવાદ પશ્ચિમ ના લોકસભા સાંસદ કિરીટભાઈ સોલંકી, મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, AMC ના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, AMC ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય અમિતભાઈ શાહ, ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અન્ય ધારાસભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઢોલ-નગારા સાથે લઈ ને ભેગા થઈને ઉજવણી કરી હતી. અમદાવાદના કાર્યકર્તાઓ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સરકારના કામો ના લીધેજ આ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી માં મળેલી જીત ની ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢમાં ભાજપની થયેલી જીતની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાત ભાજપના તમામ કાર્યાલયો પર પણ ઉજવણી કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી મોદીની ગેરંટીથી ૩ રાજ્યોમાં ભાજપની હેટ્રિક..
Next articleઇઝરાયેલ ગાઝા પર બોમ્બમારો પર હમાસના એક નેતાએ કહ્યું,”અમે નથી જાણતા કે કેટલા બંધકો હજુ જીવિત છે”