Home વ્યાપાર જગત - BUSINESS પ્રતિકૂળ અહેવાલો અને વૈશ્વિક સ્તરે ફુગાવા – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા...

પ્રતિકૂળ અહેવાલો અને વૈશ્વિક સ્તરે ફુગાવા – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!

54
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૮.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૨૯૮.૦૦ સામે ૬૦૩૫૧.૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૪૭૪.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૩૬.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૫૧.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૪૬.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૮૦.૩૫ સામે ૧૭૯૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૭૧૨.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૭.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૮.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૩૧.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે ફુગાવો સતત ઘટીને આવતાં અને ક્રુડ ઓઈલના તૂટતાં ભાવોએ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહી કોર્પોરેટ ઈન્ડિયાની આગામી દિવસોમાં સારી કામગીરીની અપેક્ષાએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં ઘટાડે સતત ખરીદી બાદ આજે સપ્તાહના અંતે ફોરેન ફંડો ફરી શેરોમાં ઉછાળે વેચવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગની મીનિટ્સમાં ફુગાવો અંકુશમાં રાખવા વ્યાજ દરની નીતિ આક્રમક રહેશે એવા અપાયેલા સંકેતે અમેરિકી બજારો સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ અને ટેક શેરોમાં ફંડોની લેવાલી સામે રિયલ્ટી, મેટલ, એનર્જી, ફાઈનાન્સ અને બેન્કેકસ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૬૫૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૪૮ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૫ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૭.૭૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૭ અને વધનારની સંખ્યા ૧૩૬૧ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ફુગાવાજન્ય દબાણો ઘટી રહ્યા હોવાના ખાસ પુરાવા નજરે પડતા નહીં હોવાનું જણાતા અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં વધુ વધારો આવવાના સંકેત આપ્યા છે. મધ્યમ ગાળે ફુગાવાની ચાલ સંદર્ભમાં અનિશ્ચિતતા ઘણી જ વધુ છે અને ફુગાવાના જોખમની સમતુલા વધારા તરફ જોવા મળી રહી છે. કોમોડિટી બજારમાંથી પૂરવઠાને લગતા આંચકાની પણ ફેડરલના કેટલાક સભ્યો દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી હોવાનું ફેડરલ ઓપન માર્કેટ કમિટિની ૨૬-૨૭ જુલાઈની બેઠકની રજુ થયેલી મિનિટસ પરથી જણાય છે. માર્ચથી રિટેલ ફુગાવો ૮%થી ઉપર રહ્યા કરે છે અને જુલાઈનો આંક ગયા વર્ષની સરખામણીએ ૮.૫૦% વધુ છે. જુન માસની સરખામણીએ જુલાઈ માસનો આંક ભલે નીચો રહ્યો હોય તેમ છતાં તે ઊંચો છે. જુનનો ફુગાવો ચાલીસ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો.

ઊંચા ફુગાવા તથા તેમાં વધારો થવાના જોખમને ધ્યાનમાં રાખી કમિટિના સભ્યો માની રહ્યા છે કે, ટૂંકા ગાળા માટે પોલિસી દરના મર્યાદિત વલણ જોખમ સંચાલનના દ્રષ્ટિકોણથી યોગ્ય બની રહેશે. ફુગાવાનું જોખમ હકીકતમાં રૂપાંતરિત થશે તો, ફુગાવાના સ્તરને ૨% પર પ્રસ્થાપિત કરવાની કામગીરી મુશકેલ બની રહેશે અને હાથ ધરાયેલી કામગીરીનું આર્થિક નુકસાન પણ ભોગવવાનું આવશે, એમ મિનિટસમાં ઉલ્લેખાયું છે. જુલાઈની બેઠકમાં ફેડરલે વ્યાજ દરમાં ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. વર્તમાન વર્ષના માર્ચથી ફેડરલે પોલિસી રેટમાં કુલ ૨૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરેલવેએ ટ્રેનમાં યાત્રા કરના બાળકોની ટિકિટ બુકિંગના સંબંધમાં કોઈ ફેરફાર કર્યો નથી
Next articleવિશ્વની ૫૦ ટકા કંપનીઓ પોતાના કર્મચારીઓમાં કાપ મુકવાની યોજના બનાવી : રિપોર્ટ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.