Home દેશ રેલવેએ ટ્રેનમાં યાત્રા કરના બાળકોની ટિકિટ બુકિંગના સંબંધમાં કોઈ ફેરફાર કર્યો નથી

રેલવેએ ટ્રેનમાં યાત્રા કરના બાળકોની ટિકિટ બુકિંગના સંબંધમાં કોઈ ફેરફાર કર્યો નથી

57
0

(જી.એન.એસ),તા.૧૮
નવીદિલ્હી
ટ્રેનમાં યાત્રા કરનારા બાળકો પાસેથી વયસ્ક ભાડું વસૂલવાના અહેવાલો વચ્ચે રેલવેએ સ્પષ્ટતા કરી છે. ભારતીય રેલવેએ આ સંબંધમાં નિવેદન જાહેર કરી જાણકારી આપી છે. ભારતીય રેલવેએ બુધવારે સ્પષ્ટ કર્યું કે ટ્રેનથી યાત્રા કરનાર બાળકો માટે ટિકિટ બુકિંગના નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘એકથી ચાર વર્ષ સુધીના બાળકો પાસે હવે વયસ્ક ભાડું વસૂલવામાં આવશે’ ત્યારબાદ રેલવેએ આ સંબંધમાં સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. રેલ મંત્રાલયે છ માર્ચ, ૨૦૨૦ના એક જારી સર્કુલરમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો ફ્રી યાત્રા કરશે. પરંતુ તે સ્થિતિમાં બાળકો માટે એક અલગ બર્થ કે સીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. સર્કુલરમાં તે પણ કહેવામાં આવ્યું કે જાે યાત્રી પોતાના પાંચ વર્ષથી નાની ઉંમરના બાળક માટે અલગથી સીટ કે બર્થની જરૂર હોય તો, તેની પાસેથી વયસ્કોનું ભાડું લેવામાં આવશે. હાલમાં કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રેલવેએ ટ્રેનમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ટિકિટ બુકિંગ સંબંધી નિયમો બદલી દીધા છે. સમાચારોમાં કહેવામાં આવ્યું કે, હવે એકથી ચાર વર્ષની ઉંમરના બાળકો માટે ટ્રેનમાં સફર કરવા માટે ટિકિટ લેવી પડશે. રેલવેએ નિવેદનમાં કહ્યું કે આ સમાચાર અને મીડિયા રિપોર્ટ ભ્રામક છે. તે જાણ કરવામાં આવે છે કે રેલવેએ ટ્રેનમાં યાત્રા કરના બાળકોની ટિકિટ બુકિંગના સંબંધમાં કોઈ ફેરફાર કર્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યાત્રીકોની માંગ પર તેણે ટિકિટ ખરીદવા અને પોતાના પાંચ વર્ષના બાળક માટે બર્થ બુક કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જાે તેને અલગથી બર્થ જાેતો નથી તો તે પહેલાની જેમ ફ્રી યાત્રા કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસીએનજી ગેસમાં ઘટાડો થતાં વાહનચાલકોને રાહત મળશે
Next articleપ્રતિકૂળ અહેવાલો અને વૈશ્વિક સ્તરે ફુગાવા – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!