Home ગુજરાત પ્રજ્ઞાએ સાબિત કર્યું ગુજરાતી સાવ ડરપોક અને નમાલી મહાજાતિ છે, ભલે પછીએ...

પ્રજ્ઞાએ સાબિત કર્યું ગુજરાતી સાવ ડરપોક અને નમાલી મહાજાતિ છે, ભલે પછીએ વડાપ્રધાન હોય…….!

646
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.18
કોઈએ કહ્યું છે કે ગુજરાતીઓ એક મહાજાતિ છે પણ નાં ગુજરાતીઓ એક સાવ ડરપોક મહાજાતિ છે….! ગુજરાતીઓ સાવ નબળી માટીના છે. ગુજરાતીઓ નમાલા છે…નમાલા અને એટલે જ ભાજપના સૂરમાં ભોપાલી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ જ્યારે એમ કહ્યું કે ગાંધીજી ની હત્યા કરનાર અમારો પ્યારો પ્યારો ગોડસે તો મોટો.. મોટો…. હાં અમારા કરતા પણ મોટો દેશભક્ત છે….! પાછું ત્રણે કાળ માં બોલી-હતો-છે-રહેશે….! તો એકેય ગુજરાતીનું લોહી ઉકળ્યું નથી. ભાજપના નેતાઓએપેલીને વારી- બુના, આવું નો બોલાય…અમે બોલીએ છીએ….? સૂરમાં ભોપાલી બોલી- પાર્ટી લાઈન એ જ મારી લાઈન….! ગોડસે દેશભક્ત છે તો છે…ગાંધીજીને મારીને દેશભક્તિનું કામ કર્યું હતું….!
આ બુન ૧૯૪૭ પહેલા જન્મી નથી. તેણે ગાંધીજીને કે એમના કામોને જોયા નથી. આ બુનનો જન્મ આઝાદી પછીનો છે અને એવા સંસ્કારી સંગઠનમાં ઉછરી છે કે તેમણે પોતાના વડાપ્રધાન ગુજરાતી હોવા છતાં અને હું તો ગુજરાતનું છોરું…. એમ દર ચૂંટણી વખતે કહેનારની જરા સરખી વડનગરી લાજ રાખ્યા વગર ગુજરાતી રાષ્ટ્પિતાની હત્યા કરનાર અંગે અભિનવ ભારતીયતાના દર્શન કરાવીને ગાંધી હત્યારાને વટભેર માથે બેસાડ્યાં અને એવું પુરવાર કર્યું કે મારા ગોડસેએ જે કર્યું તે બરાબર કર્યું હતું….! આટઆટલું નફ્ફટાઈથી આ રાજકારણી બુન બોલી છતાં આપણા ઢોકળાંધારી ગુજરાતીઓને તો જાણે કે કોણ ગાંધીજી…એમ માનીને વૈશ્વિક ધરોહર સાથે જે અન્યાય કર્યો છે તે વાકઈ કાબિલે તારીફ છે…!
હે…ગુજરાતીઓ, એટલી તો ખબર છે ને કે પોરબંદર ગુજરાતમાં છે…? જેમણે આપણા બાપ-દાદાઓને અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદી અપાવી એ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ગુજરાતમાં પોરબંદરમાં થયો હતો…? ગાંધીજી ગુજરાતના અને ગુજરાતી બનિયા હતો એ તો ખબર હશે જ ને….? જેમ પેલા બુને મરાઠી ગોડસેનો પક્ષ લીધો તેમ ગુજરાતે કહેવું જ પડશે કે હાં, ગાંધીજી ગુજરાતી હતા-છે-રહેશે-અને તેમનું અપમાન કરનારાની ખેર નથી….! પણ એવું કોઈ બોલ્યા…? કોઈ બોલ્યા…? પોરબંદર સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્ર લોકો માવો મસળતા મસળતા અમેરિકા અને ટ્રમ્પ ને ગાળો આપે, સલાહો આપે, વિરાટ કોહલીએ બેટ આમ નહિ પણ આમ રાખીને રમવું જોઈએ એવી વણમાંગી ટીપ્સ આપે પણ ગાંધીજીને હણનારને દેશભક્ત કહે છતાં ગુજરાતમાંથી જો કોઈ વિરોધ કોઈ અવરોધ નાં થાય તો ગાંધીજીને એટલું જ કહેવાનું પૂજ્ય બાપુ હવે પછી ગુજરાતમાં જન્મ નાં લેતાં….કેમ કે ગુજરાતીઓ સાવ માટીપગા છે…ગુજરાતીઓ સાવ નબળા છે… ગુજરાતીઓ માવાને લાયક અને તમારા માટે ના-લાયક છે….!
એક પરિવાર ગુજરાત પ્રત્યે નફરત રાખે છે, એક પરિવાર સરદારની જેમ મારા પ્રત્યે પણ નફરત ફેલાવે છે એમ કહેનારના રાજકીય પરિવારની બુને ગુજરાતી ગાંધીજી પ્રત્યે જે હળાહળ ઝેર ઓક્યું તમે એમની સામે શું પગલા ભર્યા….? અને હાં, તેમની સામે પગલા લઇ શકે એ પણ પાછા ગુજરાતી વણિક છે . એમણે બુન ને શું કીધું…? મૈ મન સે કભી ઉસે માફ નહિ કરુંગા….હમને ઉનકો શોકોઝ નોટીસ દિયા હૈ….! બંને ગુજરાતી, બંને ઊંચામાં ઊંચા સ્થાન પર છતાં તેમના જ પક્ષમાં ગાંધીજીને નીચામાં નીચું સ્થાન અને ગુજરાતી ગાંધીજીને એક..બે..અને લે આ… ત્રણ ગોળી મારનારનો રથ ત્રણ વ્હેંત ઉંચો….!
શું ગુજરાતે ૨૫ વર્ષ એવાઓને સત્તા આપી કે જેની લાઈન ગુજરાતી ગાંધીજીને મારનારને સીરપાવ આપવાની રહી છે…? શું એટલા માટે ગાંધીજીની નહિ પણ સરદારની મૂર્તિ સૌથી ઉંચી બનાવી…? સરદાર તો ગાંધીજીના ચેલા હતા, તો ચેલાની મૂર્તિ ઉંચી હોય કે ગુરૂની….? મૂર્તિમાં પણ ગાંધીજીને અન્યાય….! અને હવે તો એય ઈશ્વરચંદ્ર વિધ્યાસાગરની મૂર્તિ બનાવી આપવાનું વચન….! આ વચન સાંભળીને ચીન અને એલટી વાળા ખુશ થયા હશે-વાહ ૩ હજાર કરોડ નો વધુ એક ઓર્ડર….!!
આપત્તિ ને અવસરમાં પલટવાનું તો આ બુનના ગુરૂ પાસેથી જ શીખવું જોઈએ. મેરી માને કહા હૈ કોઈ ભી ધંધા છોટા નહિ હોતા…સમજે ન જાની…હમ મૂર્તિઓ કે સૌદાગર હૈ…બતાવો કિસકી મૂર્તિ બનાની હૈ….!!
ગુજરાત અને ગુજરાતી વૈશ્વિક ધરોહરને મોટામાં મોટી ગાળ રાજકારણમાં ગઈકાલની આવેલી આપે છતાં કોઈ માઈનો લાલ આ પુરૂષ જેવા વાળ ધરાવતી બુન અને પાંચ વર્ષમાં માથેથી વાળ ઉડી ગયા એવા બુનના ગુરૂ ની સામે બોલ્યો નથી. બુન, તમ તમારે બોલો… ગાંધીજી ની વિરુદ્ધમાં, ગોડસે ને દેશભક્ત જ નહિ પણ ગાંધીજીને દેશદ્રોહી કહેશો તો પણ ગુજરાત તમારૂ કાઈ બગાડી શકે તેમ છે જ નથી.
અર્રે..બુન ગુજરાતના ડેમોમાં પાણી નથી તો ગુજરાતીઓમાં પાણી ક્યાંથી આવશે….!

બોલો…બોલ્યે જાઓ….બોલ્યે જાઓ…
ગુજરાત તેરી યહી કહાની…
હાથમે ફાફડા આંખ મે તીખી ચટની કા પાની….!
ધિક્કાર છે તને ગુજરાત….!!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંવેદનશીલ સરકાર..? પાટનગરના એસટી ડેપોમાં જ પીવાના પાણી માટે વલખા મારતા પ્રવાસીઓ..!!
Next articleસત્તા માટે ગાંધીજીનું નામ વટાવનારા ગુજરાતના નેતાઓ પ્રજ્ઞા ઠાકુર સામે “મૌનીબાબા” બની ગયા…!!