Home ગુજરાત સંવેદનશીલ સરકાર..? પાટનગરના એસટી ડેપોમાં જ પીવાના પાણી માટે વલખા મારતા પ્રવાસીઓ..!!

સંવેદનશીલ સરકાર..? પાટનગરના એસટી ડેપોમાં જ પીવાના પાણી માટે વલખા મારતા પ્રવાસીઓ..!!

430
0

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૬
ગુજરાતના લોકો દિવસેને દિવસે દરેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે, છતાં પણ સરકાર કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરી શકતી નથી. બીજી બાજુ ગુજરાત સરકારમાં અનેક કૌભાંડોએ  માજા મૂકી છે ત્યારે ઉનાળો શરૂ થયાની સાથે લોકોને પૂરતું પાણી પણ મળતું નથી અને આ સરકારમાં લોકોને પાણી માટે પણ વલખા મારવા પડે છે. ઉનાળો શરૂ થઈ ગયે બે મહિના વીતી ગયા તો પણ સરકાર પાણીની સમસ્યા નિવારી શકી નથી મીટીંગના દોર તો કરાય છે પણ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે? ગુજરાતમાં ઘણા તાલુકા અને જિલ્લા એવા છે કે જ્યાં પીવાના પાણી માટે મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે ગુજરાતમાં કચ્છ બનાસકાંઠા અને અરવલ્લી નર્મદા તેમજ અન્ય જિલ્લાઓ પણ છે જ્યાં ઉનાળા સિવાય પણ પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે આવા  ઉનાળામાં શું હાલત  થતી હશે. ગુજરાતના 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે સરકારી પાણી માટે અને ઘાસચારા માટે સરકારી સુવિધા પૂરી પાડવા કવાયત હાથ ધરી હતી પરંતુ કચ્છના તેમજ અન્ય જિલ્લાના તાલુકામાં પાણી માટે લોકો હજુ પણ વલખાં મારી રહ્યા છે. કચ્છ તો પાટનગરથી ઘણું દુર છે તથા ગુજરાતનું પાટનગર કહેવાતું ગાંધીનગર જિલ્લાના આજુ બાજુના ગામડાઓમાં પણ લોકો પાણી માટે વલખા મારે છે અને પશુઓ પણ પાણી માટે વલખા મારે છે. ત્યારે ગાંધીનગરના એસટી બસ ડેપોમાં એવા દ્રશ્યો જોવા મળ્યા જેને જોઈને આપણી રૂહ કાંપી જાય તેવી હતી. ગાંધીનગર ડેપોમા આશરે રોજ બ રોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી અને અવર જવર કરતા હોય છે ત્યારે ગાંધીનગર એસટી ડેપોમાં મુસાફરોને પીવાના પાણી માટે વલખાં મારતા જોવા મળ્યા. ત્યારે થોડા દિવસ અગાઉ પાટનગરના રીટાબેન પટેલ એવા બણગા માર્યા હતા કે ગાંધીનગરમાં ક્યાં પણ પાણીની સમસ્યા નથી તેમની ઓફિસની પાછળ આવેલ એસ.ટી.ડેપોમાં શું તેમની નજર નહીં પડી હોય? કે પછી આંખ આડા કાન કર્યા હશે જી.એન.એસની ટીમ દ્વારા ગાંધીનગર એસટી ડેપોની મુલાકાત લીધી ત્યારે સરકારનું પોલ બહાર આવતું જોવા મળ્યું અને જાણવા મળ્યું કે ગાંધીનગર ડેપોમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની મુશ્કેલી સર્જાયેલી છે ત્યારે મુસાફરો સાથે વાતચીત કરતા તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને કહ્યું કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પૈસા ખર્ચીને પાણી ખરીદી શકતો નથી અને અહીંયા ડેપોમાં પણ કોઈ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. ઘણા પરિવાર અમને એવા જોવા મળ્યા જેમની સાથે વૃદ્ધ મા -બાપ તેમજ નાના બાળકો પણ હતા જ્યારે આ લોકો પાણીનો નળ ચાલુ કરી પાણી ભરવા જાય છે ત્યારે પાણી તો નથી મળતું પણ નિરાશા જરૂર મળે છે. અને એ બાળક જ્યારે પાણી પાણી  કરતું હોય છે પણ પાસે એટલા નાણા નહિ હોવાને કારણે બાળકનો પિતા તેને તરસ્યો રાખે છે શું આ વિકાસ છે સરકરનો? કે જનતાને પાણી માટે પણ વલખા મારવા પડે.
ગાંધીનગર ડેપોમાં અમને એવું પણ જોવા મળ્યું કી એસટી ડેપોમાં આવેલું પ્રાઇવેટ સાધન પાર્ક વ્યવસ્થામાં એક સિક્યુરિટી કર્મચારી દ્વારા પોતાના ખર્ચે પાણી માટે હાલાકી ના પડે તે હેતુથી પાણીના જગ મંગાવી લોકોની એસટી ડેપોમાં પાણીની સેવા પૂરી પાડે છે. એસટી ડેપોના પાર્કિંગ ગાર્ડે જણાવ્યું કે પાણી માટેની રજૂઆત ઘણી વખત કરવા છતાં પણ આજ સુધી કોઇ નિરાકરણ કરવામાં આવેલ નથી. એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે પાટનગરમાં જ પાણી માટે લોકો વલખા મારતા જોવા મળ્યા. ત્યારે દૂરના વિસ્તારોની કેવી હાલત હશે તે સ્પષ્ટ પણે સમજી શકાય છે. સરકાર જો પાટનગરમાં જ પાણી પૂરું નથી કરી શકતી તો અસરગ્રસ્ત વિસ્તારોમાં કેવી રીતે પાણી પોહચાડશે. એ પણ એક મોટો સવાલ છે. એક બાજુ પાણી- પુરવઠા મંત્રી એમ કહે છે કે હું મારા જસદણ વિસ્તારમાં 14 કલાક પાણી આપું છું.  તો બીજા વિસ્તારોમાં 6 કલાક પાણી કેમ ના આપી શકાય? કદાચ એવું હશે કે કુંવરજી બાવળીયા જસદણના ઉમેદવાર છે એટલે ત્યાં 14 કલાક પાણી મળતું હશે. પરંતુ કુંવરજી ને એમ તો થવું જોઈએ કે હું પણ હવે પાટનગરમાં રહું છું તો મારે આ સમસ્યાનું પણ નિવારણ કરવું જોઈએ એક બાજુ પાટનગરના મેયર એમ કહે છે કે જયાં પાણીની તકલીફ હશે ત્યાં અમે ટેન્કરથી પાણી પોહચાડીશું તો કેમ ગાંધીનગર એસ.ટી ડેપોમાં ટેન્કર થી પાણી ના પોહચાડ્યું?  કેમ લોકોને પાણી વિના હાલાકી ભોગવવી પડી? શુ આ પાટનગરનો વિકાસ છે એક બાજુ મેયર એમ પણ કહે છે કે જે કોઈ પાણી નો બગાડ કરશે તેના કનેકશન કાપી નાખવામાં આવશે.હું મેયરને એમ પૂછું છું કે જે નિર્ણય કર્યો છે તે સારો છે પણ મારી નજર ગાંધીનગરના બગીચાઓ ઉપર અને ઘણા મોટા અધિકારીઓના ઘરના બગીચાઓ ઉપર પડી ત્યાં તો 24 કલાકમા થી 14 કલાક પાણી નો બગાડ થતો જોવા મળે છે ત્યારે તમે કેમ કોઈ પગલાં ભરતા નથી? શુ નિયમો કાગળ ઉપર જ રાખવા માટે બનાવાય છે? કે પછી નાના લોકો માટે બનાવાય છે? પાણીને લઈને સરકારે ઘણી વખત બેઠકો કરી છતાં પણ હજુ લોકો પાણી માટે વલખા મારતા જોવા મળે છે શુ આ બેઠકોનો દોર એક દેખાવ છે ? કે પછી લોલીપોપ આપવા માટે નાટક કરવામાં આવે છે? હવે જોવાનું રહ્યું કે ગુજરાતની જનતાને પીવાનું પાણી ક્યારે મળશે? કે પછી વલખા મારીને ઉનાળો વિતાવવો પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપત્રકારોની સુરક્ષા અને ભવિષ્યમાં જુનાગઢ જેવી કોઈ ઘટના ન બને તે માટે પ્રદિપસિંહ જાડેજાએ આપી ખાતરી
Next articleપ્રજ્ઞાએ સાબિત કર્યું ગુજરાતી સાવ ડરપોક અને નમાલી મહાજાતિ છે, ભલે પછીએ વડાપ્રધાન હોય…….!