Home હર્ષદ કામદાર સત્તા માટે ગાંધીજીનું નામ વટાવનારા ગુજરાતના નેતાઓ પ્રજ્ઞા ઠાકુર સામે “મૌનીબાબા” બની...

સત્તા માટે ગાંધીજીનું નામ વટાવનારા ગુજરાતના નેતાઓ પ્રજ્ઞા ઠાકુર સામે “મૌનીબાબા” બની ગયા…!!

765
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
દેશની આઝાદી માટે જેને પોતાનું સમગ્ર જીવન હોમી દીધું, અંગ્રેજોની ગુલામીની બેડીયોમાંથી ભારતને મુક્ત કરાવવા જેમણે જ્ઞાતિ-જાતિ- વાડાના ભેદભાવ ભુલાવી દેશભરના લોકોને એક કર્યા. અનેક અહિંસક આંદોલન કર્યા, અંગ્રેજોની લાઠીઓ ખાધી, જેલમાં કેટલાંક વર્ષો વિતાવવા પડ્યા અને એ પણ દેશની સ્વતંત્રતા માટે. ગુજરાતનો સપૂત અને ગુજરાતને પોતાની કર્મ-ભૂમિ બનાવીને પોતડીભેર લાકડીના ટેકે સમગ્ર ભારતમાં આઝાદીનો આહલેક જગાવ્યો અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો તેવા આપણા મહાત્મા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી વિશે આજના સત્તા ભૂખ્યા લોકો ગમે તેવા ઉચ્ચારણો કરીને તેમનું અપમાન કરે ત્યારે ગાંધીના ગુજરાતના લોકોને એરુ આભડી ગયો હોય તેમ કોઈએ તેનુ વિરુદ્ધ અવાજ ના ઉઠાવ્યો ત્યારે એક ગુજરાતી તરીકે શરમથી માથું ઝુકી જાય છે. અરે એતો ઠીક ગુજરાત કોંગ્રેસનો એક પણ નેતા કહેવાતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કરેલા ઉચ્ચારણો સામે કોઈ જ પ્રત્યાઘાત ન આપે કે તેનો વિરોધ ન કરે ત્યારે થયું કે ગુજરાત કોંગ્રેસનુ અચ્યુતમ કેશવમ ગુજરાત કોંગ્રેસની નબળી નેતાગીરીએ કરી નાખ્યું છે…..!! પોતાને ગાંધીવાદી કહેવડાવતા કોંગ્રેસ નેતાઓની એ ગાંધીગીરી ક્યાં ગઈ…? શુ ભાજપા- મોદીના ડરને કારણે “ભો” માં ભંડારાઈ ગઈ છે કે પછી ડરનો કામળો ઓઢીને ખૂણામાં બેસી ગયા છે..? એવા સવાલ સામાન્ય લોકોમાં ઉઠવા પામ્યા છે.
અરે આતો ઠીક ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસ તો ઠીક ભાજપા,એનસીપી જેવા પક્ષોએ ગાંધીના નામનો અનેક વાર ઉપયોગ કર્યો છે. તો ભાજપાતો કોંગ્રેસ પાસેથી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ પછી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીને પણ છીનવી ગયા અને એ પણ સ્વચ્છતા ને નામે. દેશભરમાં સ્વચ્છતા અભિયાન પણ મહાત્મા ગાંધીના નામે ચલાવ્યુ. ગુજરાત ભાજપના નેતાઓએ, મેયરોએ કે નાના-મોટા સ્થાનિક નેતાઓએ હાથમાં ઝાડુ પકડીને ફોટા પડાવ્યા અને નામના મેળવી, પણ આજ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન અર્પિત કરી દેનાર એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગે ખોટા શબ્દ વાપરનાર ભાજપાના મધ્ય પ્રદેશના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર તેમજ મધ્ય પ્રદેશના ભાજપાના પ્રવક્તા અનિલ સૌમિત્ર અંગે ગુજરાત ભાજપના નેતાઓ કે જેઓ ગુજરાતનુ ગૌરવ, ગુજરાતની શાન વગેરે શબ્દો વાપરે છે તેમાંનો એક પણ માઈનો લાલ તેમના વિરોધમાં બહાર નથી આવ્યો કે શબ્દોથી પણ વિરોધ દર્શાવ્યો નથી. ત્યારે લાગે છે કે માત્ર કોંગ્રેસમાંજ નહી ભાજપમાં પણ નબળી નેતાગીરી છે….! પોતાના રાજ્ય ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે મધ્યપ્રદેશ ના હાલના ભોપાલની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર એમ કહે છે કે ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે દેશભક્ત અને મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા સૌમિત્ર કહેછે “ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા” હતા ત્યારે ગુજરાતી તરીકે ગુજરાતના નેતાઓનુ કે કાર્યકરોનું લોહી ઉકળી આવવુ જોઈએ તેના બદલે મૌનીબાબા બનીને થર્ડ જેન્ડરની જેમ……!!
સવાલ એ ઉઠે છે કે મહાત્મા ગાંધીજીનો દરેક વાતમાં ઉપયોગ કરનારા તમામ પક્ષના ગુજરાતના નેતાઓ શું પાણી વગરના છે…..? શું તેઓને ગુજરાત માટે કોઈ લાગણી કે પ્રેમ નથી…? જો માત્ર સત્તાપ્રાપ્તિ માટે જ મહાત્મા ગાંધીજીનું નામ વટાવે છે…? જો તમે બાલા સાહેબ વિરૂધ્ધ બોલો… પછી શું થાય છે તે જુઓ…. પણ જ્યાં નબળી નેતાગીરી હોય પાણી વગરના ગુજરાતના નેતાઓ હોય ત્યાં આશા રાખી નકામી છે….?!

Previous articleપ્રજ્ઞાએ સાબિત કર્યું ગુજરાતી સાવ ડરપોક અને નમાલી મહાજાતિ છે, ભલે પછીએ વડાપ્રધાન હોય…….!
Next articleકયા રાજ્યમાં કઇ પાર્ટીને કેટલી મળશે સીટ……??