Home ગુજરાત પોતાની પુત્રી માટે NRI મુરતીયો શોધતા માતા-પિતાની આંખ ઉઘાડતો અમદાવાદનો કિસ્સો

પોતાની પુત્રી માટે NRI મુરતીયો શોધતા માતા-પિતાની આંખ ઉઘાડતો અમદાવાદનો કિસ્સો

476
0

(જી.એન.એસ), તા.૪
એનઆરઆઈ પરિવારમાં છોકરીનું સગપણ નક્કી કરી લગ્ન કરાવી દેવાય છે. પરંતુ ઘણા કિસ્સામાં લગ્ન બાદ એનઆરઆઈ પરિવારની સાચી હકીકતો સામે આવે છે. કેટલાક કિસ્સાઓમાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતો હોય છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની યુવતીને એનઆરઆઈ યુવકે લગ્ન કરીને છુટાછેડા માટે રૃ. ૪૫ લાખની માંગણી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ તેના પતિ સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આનંદનગર રિવેરા હાઈટ્સમાં રહેતા રાધિકાબેન રામાણી(ઉ.વ.૩૦) તેમના માતા-પિતા સાથે રહે છે. ૨૦૧૫માં રાધિકાબેના પિતા ગોવિંદભાઈ તેમના સગાએ મૂળ અમદાવાદના શીલજના રહેવાસી અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા પ્રકાશ રામાણીના પુત્ર તરંગ રામાણી સાથે લગ્નની વાત કરી હતી. બન્નેએ તરંગ સારુ ભણેલો નિર્વ્યસની અને સારૃ કમાતો હોવાની વાત કરી હતી. ફેબ્રુઆરી ૨૦૧૫માં તરંગ તેના માતા-પિતા સાથે અમદાવાદ આવતા તમામ સંબંધીઓએ ભેગાં મળીને વાતચીત કરી હતી. તરંગે પોતે બીબીએ સુધી અભ્યાસ કર્યો હોવાની અને એમબીએનો અભ્યાસ ચાલુ કરવાનો છે.બાદમાં બન્ને જણાએ સાદાઈથી લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ. સ્પાઉસ વિઝાની જલ્દીથી પ્રોસેસ ચાલુ કરી લગ્ન બાદ અમેરિકા લઈ જવાનું કહ્યુ હતુ. ૧૬મી જુલાઈ ૨૦૧૫ના રોજ તરંગ અને રાધિકાના સાદાઈથી લગ્ન થયા બાદ સપ્તાહમાં જ તરંગ અમેરિકા જતો રહ્યો હતો. તરંગે ફોન ઉપર અવારનવાર સાદાઈથી લગ્ન કરતા મિત્રો અને સંબંધીઓમાં ખરાબ ઈમેજ ઉભી થઈ છે. માટે મોટું ફંકશન અમદાવાદમાં રાખવાનું કહ્યુ હતુ.
રાધિકાના પિતાએ રૃ. ૨૫ લાખનો ખર્ચ થશે તેમ કહેતા અડધો-અડધો ખર્ચ આપવાની વાત કરી હતી મોટું ફંકશન કર્યા બાદ તેઓ થાઈલેન્ડ ફરવા ગયા હતા.જયાં તરંગે દારૃ-સિગારેટ અને ડ્ગ્સનો નશો કરી રાધિકા સાથે ઝઘડો કરીને માર મારી હતી. ફલાઈટમાં દાગીના લઈને નહીં આવવા દે તેમ કહીને તરંગ દાગીની લઈ ગયો હતો. પછી વારવાર રાધિકા સ્પાઉસ વિઝા બાબતે પુછતા તરંગને પુછતા તે વાત ટાળી દઈને જુદી બાબતે ઝઘડો કરતો હતો. કંટાળીને રાધિકા વિઝીટર વિઝા ઉપર અમેરિકા જઈને તપાસ કરતા છેતર્યાની જાણ થઈ હતી. પછી રાધિકાએ તેના માતા-પિતાને છેતર્યાની જાણ કરી હતી. પછી તરંગના માતા-પિતાને વાત કરતા તેમને જણાવ્યુ કે, મારા દીકરા તરંગની અહીં ગર્લફેન્ડ છે.
ભારતીય છોકરી સારી લાગતી હોવાથી તમારી દીકરી સાથે લગ્ન કરાવ્યા હતા. હવે તમારી દીકરીની અમારે જરૃર નથી. સમાધાન કરવું હોય તો સામાન અને દાગીના ભૂલી જાવ. મારા દીકરાને અમેરિકામાં નવો બિઝનેસ સેટઅપ કરવો હોય રૃ. ૪૫ લાખ આપવા પડશે. પછી રાધિકાએ આનંદનગર પોલીસ મથકમાં તરંગ તેના માતા-પિતા સામે વિશ્વાસધાત સહિત અન્યો કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતઃ મંદિરોમાં ગૂંજ્યો ચૈત્રી આઠમના માતાજીના હોમહવનનો નાદ, માતાના દર્શને ભીડ જામી
Next articleપૂજારાને મળનારી રકમ બહુ જ ઓછીઃરવિ શાસ્ત્રી