Home રમત-ગમત પૂજારાને મળનારી રકમ બહુ જ ઓછીઃરવિ શાસ્ત્રી

પૂજારાને મળનારી રકમ બહુ જ ઓછીઃરવિ શાસ્ત્રી

502
0

(જી.એન.એસ), તા.૪
પગારમાં ભારે વધારાની ભારતીય ક્રિકેટરોએ કરેલી માગણીના સમર્થનમાં ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તાજેતરમાં ક્રિકેટરોના વાર્ષિક પગારમાં કરેલા વધારાને મામૂલી ગણાવ્યો હતો. ગયા મહિને ક્રિકેટ બોર્ડે એ, બી અને સી ગ્રેડના કોન્ટ્રેકટની રકમને બમણી કરતા અનુક્રમે બે કરોડ, એક કરોડ અને ૫૦ લાખ રૂપિયા કરી હતી. બોર્ડે ટેસ્ટ મેચ, વન-ડે અને ટી-૨૦ની મેચ ફી વધારીને ક્રમશઃ ૧૫ લાખ, ૬ લાખ અને ૩ લાખ રૂપિયા કરી હતી.
પગારમાં કરવામાં આવેલા વધારાથી નાખુશ શાસ્ત્રીએ કહ્યુ હતું કે તેમને જે મળી રહ્યા છે એ કંઈ નથી. બે કરોડ રૂપિયા બહુ ઓછા છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીને કેટલા રૂપિયા મળે છે એ જુઓ. ગઈકાલે ગ્રેસેલ્સ એજ્યુકેશને રવિ શાસ્ત્રીએ પોતાનો મેન્ટર અને સલાહકાર બનાવ્યો છે. આઈપીએલમાં કોઈ ખેલાડી દ્વારા પસંદ ન કરવામાં આવેલા ચેતેશ્વર પૂજારાનું ઉદાહરણ આપતા શાસ્ત્રીએ કહ્યુ હતું કે ક્રિકેટ બોર્ડે એ વાતનું ધ્યાન રાખવંુ જોઈએ કે સૌરાષ્ટ્રના ખેલાડીને કોઈપણ ટીમે ન ખરીદતાં ચિંતિત ન થવો જોઈએ. ટેસ્ટ ખેલાડીને મળનારી રકમ સૌથી વધુ હોવી જોઈએ. જો પૂજારાને મોટી રકમ મળતી હોય તો તે આઈપીએલમાં રમવા મળે કે ન મળે એની ચિંતા ન કરે. તે ખુશ થવો જોઈએ અને બે મહિના માટે કાઉન્ટી રમવા માટે ઈંગ્લેન્ડ જાય. અમે છ મહિના માટે કાઉન્ટી ક્રિકેટ રમતા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડના એ ગ્રેડમાં સાત ખેલાડીઓ છે જેમાં ચેતેશ્વર પૂજારા, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, અજિંકય રહાણે, મુરલી વિજય અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે જેમને વર્ષે બે કરોડ રૂપિયા મળે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ કોન્ટ્રેકટમાં ૨૦ ખેલાડીઓ છે જેમાં કેપ્ટન સ્ટીવન સ્મિથને ૧.૧૨ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજે ૫.૫૩ કરોડ જયારે બાકીના ૧૯ ખેલાડીઓને ૯ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર અંદાજે ૪.૪૫ કરોડ રૂપિયા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોતાની પુત્રી માટે NRI મુરતીયો શોધતા માતા-પિતાની આંખ ઉઘાડતો અમદાવાદનો કિસ્સો
Next articleEVMમાં ગડબડીના આરોપો પર ECની ‘ઓપન ચેલેન્જ’, આવો અને સાબિત કરો