Home ગુજરાત ગુજરાતઃ મંદિરોમાં ગૂંજ્યો ચૈત્રી આઠમના માતાજીના હોમહવનનો નાદ, માતાના દર્શને ભીડ જામી

ગુજરાતઃ મંદિરોમાં ગૂંજ્યો ચૈત્રી આઠમના માતાજીના હોમહવનનો નાદ, માતાના દર્શને ભીડ જામી

608
0

અમદાવાદ
આજે ચૈત્ર સુદ અષ્ટમીના દિવસે મા આદ્યશક્તિ નવદુર્ગાના હોમહવન ભાવિકભક્તો દ્વારા ઠેરઠેર આયોજિત કરવામાં આવ્યાં છે. ચૈત્ર નવરાત્રિમાં માતા ભગવતીની સુખશાંતિ માટે પ્રાર્થના સાથે પોતાના કષ્ટો દૂર કરવા માટે વિશેષ અનુષ્ઠાનપૂર્વક ઉલ્લાસથી ભક્તિ કરવામાં આવી રહી છે.
અાજના દિવસને અનુલક્ષીને નાનામોટા તમામ મંદિરોની સાથે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પણ માતા મહાકાળીને વિશેષ શણગાર અર્ચિત કરવામાં આવ્યાં છે અને ભક્તોનો પ્રવાહ દર્શનાર્થે ઉમટી રહ્યો છે. તેમ જ ગબ્બરના ગઢવાળા અંબાભવાનીના ધામમાં પણ ચૈત્ર સુદ અષ્ટમીના હોમહવનમાં હજારો ભક્તો દર્શન કરી રહ્યાં છે.
જ્યમાં આરાસુરી અંબાજી શક્તિપીઠ, ચોટીલા, પાવાગઢ સહિતના પૌરાણિક તેમ જ સ્થાપિત મંદિરોમાં યજ્ઞયાગ અને હોમહવન દ્વારા મા આદ્યશક્તિની કૃપા મેળવવા વિશેષ યત્ન કરવામાં આવી રહ્યાં છે. વહેલી સવારથી જ સ્થાપનાવિધિ સાથે ભક્તો આરાધનામાં લાગી ગયાં છે. આખા દિવસની ષોડશોપચારી પૂજનઅર્ચન વિધિ બાદ હવનના અંતભાગે શ્રીફળ હોમવાની વિધિ યોજાતી હયો છે જેના દર્શન માટે મંદિરોમાં હકડેઠઠ ભીડ જામતી હોય છે. આ સાથે આજના દિવસે ભંડારો યોજી માતાજીના હવનનો પ્રસાદ આરોગવાનું પણ વિશેષ મહાત્મ્ય છે.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન કરનાર ભક્તો માતાજીના હવનના દર્શન કરી પોતાના ઉપવાસ સંપન્ન કરી છે અને પોતાના મનમાન્યાં વરદાન આપવાની પ્રાર્થના પણ કરે છે. કહેવાય છે કે ચૈત્ર સુદ અષ્ટમીના હવન દ્વારા વિશ્વમાં વ્યાપ્ત ચૈતન્યશક્તિ પ્રવાહનો મહત્તમ લાભ મેળવી શકાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભગવાન કૃષ્ણ પર ટ્વિટ મુદ્દે વિવાદમાં ફસાયેલા પ્રશાંત ભૂષણે આખરી માફી માંગી
Next articleપોતાની પુત્રી માટે NRI મુરતીયો શોધતા માતા-પિતાની આંખ ઉઘાડતો અમદાવાદનો કિસ્સો