Home Uncategorized પોતાની જાતને સમજવા માટે મેન્ટલ થેરાપી લેવી જોઈએ : અભિનેત્રી ફાતિમા સના...

પોતાની જાતને સમજવા માટે મેન્ટલ થેરાપી લેવી જોઈએ : અભિનેત્રી ફાતિમા સના શેખ

9
0

(જી.એન.એસ),તા.૦૩

તાજેતરના સમયમાં ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝે માનસિક આરોગ્યને લગતી સમસ્યા અને તેમાં રાહત માટે થેરાપીની અસરકારકતા અંગે વાત કરી છે. દીપિકા પાદુકોણ, આમિરની દીકરી ઈરા ખાન બાદ હવે ફાતિમા સના શેખે મેન્ટલ થેરાપીની મદદ લીધી હોવાનું સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, થેરાપીના કારણે જ હું દોઢ વર્ષ બાદ પાછી ફરી છું. આ થેરાપી દરેક વ્યક્તિએ લેવી જોઈએ. માનસિક રીતે નબળાં વ્યક્તિએ જ સારવાર લેવી જોઈએ તે માન્યતા ખોટી છે. પોતાની જાતને વધારે સારી રીતે સમજવા માટે થેરાપી જરૂરી છે. મનની જટિલતાને સમજવામાં થેરાપી મદદરૂપ બને છે અને તેના કારણે પોતાની જાત પ્રત્યે વધુ ઉદાર બની હોવાનું ફાતિમા સના શેખે જણાવ્યુ હતું..

ફાતિમાએ જણાવ્યું હતું કે, અગાઉ તે દરેક બાબત માટે પોતાની જાતને ગુનેગાર સમજતી હતી, પરંતુ થેરાપી બાદ પોતાની જાત પ્રત્યે વધુ ઉદાર બની છું. અગાઉ હું સારી છું તેવું અનુભવવા માટે બહારથી લોકોના અભિપ્રાય પર નિર્ભર રહેતી હતી. મારી જાત માટે હું ટીકાકાર હતી અને ખૂબ આકરું વલણ રાખતી હતી. મેન્ટલ થેરાપીના કારણે વિચાર પ્રક્રિયામાં ફેરફાર આવ્યો અને તેના કારણે જાત પ્રત્યેની ઉદારતા વધી. માનસિક સમસ્યાની એક પેટર્ન હોય છે અને તેમાં ફસાવાના બદલે તેને દૂર ધકેલવાનું જરૂરી છે.  થેરાપી અંગે સહજતાથી વાત કરવાની સાથે ફાતિમા સના શેખે ખુલાસો કર્યો હતો કે, માનસિક સમસ્યા અંગે ખુલીને વાત કરવામાં અને થેરાપિસ્ટ સુધી જવામાં મારે ચાર વર્ષ લાગ્યા હતા. મને લાગતું હતું કે, મારી તકલીફ અંગે થેરાપિસ્ટને કંઈ ખબર નહીં પડે. શરૂઆતમાં ખચકાટ થશે, પરંતુ તેમની મદદ લેવી જોઈએ. મદદ લેવાથી આણે નબળા નથી થઈ જતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘એનિમલ’ ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટ કરવા પાછળના ૫ કારણો સામે આવ્યા
Next articleબોક્સઓફિસ પર અંતિમ અને ‘KKBKKJ’ ફિલ્મોની નિષ્ફળતા અંગે સલમાન ખાને સ્વીકાર્યું