Home મનોરંજન - Entertainment બોક્સઓફિસ પર અંતિમ અને ‘KKBKKJ’ ફિલ્મોની નિષ્ફળતા અંગે સલમાન ખાને સ્વીકાર્યું

બોક્સઓફિસ પર અંતિમ અને ‘KKBKKJ’ ફિલ્મોની નિષ્ફળતા અંગે સલમાન ખાને સ્વીકાર્યું

23
0

બોક્સઓફિસ પર અમને ઓછી આવક થઈ, પરંતુ દર્શકોના રૂપિયા બચ્યા : સલમાન ખાન

(જી.એન.એસ),તા.૦૩

ટાઈગર 3 પહેલા રિલીજ થયેલી સલમાન ખાનનની બે ફિલ્મો અંતિમ અને કિસી કા ભાઈ કિસી કી જાન બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી. સલમાને તાજેરમાં પોતાની આ બંને ફિલ્મોની નિષ્ફળતા અંગે વાત કરી હતી. આ બંને ફિલ્મો ફ્લોપ રહી હોવાનું સલમાને સ્વીકાર્યું હતું.

આ સાથે તેની નિષ્ફળતાના કારણો પણ જણાવ્યા હતા. સલમાન ખાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, આ ફિલ્મો રિલીઝ થઈ ત્યારે દર્શકો થીયેટરમાં જવાનું ટાળતુ હતું. વળી, અમે બ્લોકબસ્ટર પ્રાઈઝ રાખી ન હતી. બોક્સઓફિસ પર અમને ઓછી આવક થઈ હતી, પરંતુ દર્શકોના રૂપિયા બચ્યા હતા.

તમારામાંથી કેટલા લોકોએ ટાઈગર 3ને રૂ.600, 1000માં જોઈ હતી? સલમાન ખાને પોતાની દલીલને આગળ વધારતા કહ્યું હતું કે, તેમની બંને ફિલ્મની ટિકિટ રૂ.250થી વધારે ન હતી. કિસી કા ભાઈ કિસી કી જાન હાલના સમયમાં રિલીઝ થઈ હોત તો તેનું કલેક્શન ઘણું વધારે રહ્યું હોત તેવો દાવો પણ સલમાને કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોતાની જાતને સમજવા માટે મેન્ટલ થેરાપી લેવી જોઈએ : અભિનેત્રી ફાતિમા સના શેખ
Next articleગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી