Home ગુજરાત પારડી હાઇવે પર ટ્રક અડફેટે યુવકનું મોત થયું

પારડી હાઇવે પર ટ્રક અડફેટે યુવકનું મોત થયું

25
0

વલસાડ મોટા પારડીપારસીવાડ ખાતે રહેતો અને વાપી ચિરાગ મોટર્સમાં મિકેનિક તરીકે કામ કરતો અઝીમ અફરોજ શેખ ઉવ 21 સવારે પોતાની બજાજ પલ્સર બાઇક લઈ વાપી નોકરીએ આવી રહ્યો હતો ત્યારે સવારે પારડી નગર પાલિકા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ નજીક હાઇવે પર એક ટ્રક નંબર જીજે-05-વાયવાય-6393 ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતા ચાલક અઝીમને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતા તેનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.

બનાવ ની જાણ થતા 108ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ ભેગા થયેલ પબ્લિક દ્વારા અઝીમના ભાઈ ફૈયાદને મોબાઈલદ્વારા જાણ કરતા તેઓ પારડી દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત ની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે પારડી સીએચસી હોસ્પિટલ ખાતે મૃતદેહનો કબ્જો લઇ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતકરારમાં બનેવી પર કુહાડા વડે હુમલો કરી હત્યા નિપજાવવાના પ્રકરણમાં પોલીસે બંને આરોપી અટકાયત કરી
Next articleવલસાડના દિવેદમાં રેલવે બ્રિજના રૂ.12 લાખના થાંભલાની ચોરી