Home ગુજરાત વલસાડના દિવેદમાં રેલવે બ્રિજના રૂ.12 લાખના થાંભલાની ચોરી

વલસાડના દિવેદમાં રેલવે બ્રિજના રૂ.12 લાખના થાંભલાની ચોરી

21
0

વલસાડના અતુલ પાસે દિવદ નજીક એલએન્ડટી કન્સ્ટ્રકશન દ્વારા રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.જે માટે લોખંડના થાંભલાઓ રાખવામા આવ્યા હતા.દરમિયાન કંપનીના સ્ટોર ઇન્ચાર્જ અંજોન બેનરજી અને તેમનો સ્ટાફ સ્ટોક ચેકિંગ કરવા નિકળ્યા હતા ત્યારે બ્રિજ માટેને લોખંડના થાંભલાની ગણતરી કરતાં ઓછા જણાયા હતા.સ્ટોકની વધુ તપાસ કરતાં 9 સપ્ટેમ્બરથી 25 સપ્ટૈમ્બર સુધીના ગાળામાં લોખંડના 52 થાંભલાની ચોરી થઇ હોવાનું જણાયું હતું.

જેની કુલ કિંમત રૂ.12 લાખ થાય છે.કંપનીએ તપાસ ચાલૂ રાખી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે,દિવેદના રેલવે બ્રિજના લોખંડના થાંભલાની ચોરી કરનાર મનીષ,ગોર્ધન શેની, વીપીન રામચંદ્ર બિરબલ બરાલા,મહેતાસકુમાર મહેશકુૂમાર બેગારામ જાટ અને ગોકુલ બજનારાન જાટને સુરત શહેરની સચીન પોલીસે પકડી પાડ્યા છે.

આની જાણ થતાં જ સ્ટોર ઇન્ચાર્જ અંજોન બેનરજીએ આ ચારે ઇસમ વિરૂધ્ધ રૂ.11.98 લાખના રેલવે બ્રિજની સાઇટ પરથી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપારડી હાઇવે પર ટ્રક અડફેટે યુવકનું મોત થયું
Next articleખરેડીયાના કાંકરી ગામના પુલ પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા બેના મોત, એકને ગંભીર ઈજા