Home દેશ - NATIONAL કમલા મિલ આગ: ‘1 અબોવ’ પબના બંને મેનેજરની થઈ ધરપકડ

કમલા મિલ આગ: ‘1 અબોવ’ પબના બંને મેનેજરની થઈ ધરપકડ

383
0

(જી.એન.એસ.)મુંબઈ.તાં.૧
ગયા સપ્તાહે મુંબઈમાં આવેલી કમલા મિલ કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં ‘1-અબોવ’ પબના બંને મનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ પોલીસે આ કન્ફર્મેશન આપ્યું છે. નોંધનીય છે કે, ગયા સપ્તાહે અહીંબે હોટલ્સમાં આગ લાગી હોવાના કારણે કુલ 15 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસ અને બીએમસીના જણાવ્યા પ્રમાણે જે 1-અબોવ પબમાં આગ લાગી હતી તેમાં આગથી બચવા માટેની કોઈ વ્યવસ્થા નહતી અને ઈમરજન્સી દરવાજો પણ બંધ હતો. તેના કારણે આગ લાગી ત્યારે લોકોને બહાર નીકળવામાં બહુ જ મુશ્કેલી થઈ હતી. પરિણામે આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા. તે ઉપરાંત આગ લાગી ત્યારે પબના મેનેજર અને સ્ટાફે લોકોને બચાવવાની જગ્યાએ ત્યાંથી ભાગી નીકળ્યા હતા. તેથી પોલીસે 1-અબોવ પબના મેનેજર સામે લુક આઉટ નોટીસ જાહેર કરી હતી.
પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સોમવારે 1-અબોવ પબના બે મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ મામલે ધરપકડ કરેલા બે લોકોને રવિવારે ભોઈવાડા કોર્ટમાં રજૂ પણ કર્યા હતા. ત્યારપછી કોર્ટે બંને આરોપીઓએ રૂ. 25-25 હજારના બોન્ડ પર જામીન આપી દીધા હતા.
29 ડિસેમ્બરે મોડી રાતે કમલા મિલ્સ પરિસરમાં આવેલા પબમાં ભીષણ આગ લાગ્યા પછી પોલીસે તેના માલિક હિતેશ સંઘવી અને જિગર સંઘવી, સહ માલિક અભિજીત મનકા અને અન્ય વિરુદ્ધ ગેર ઈરાદાથી હત્યાના આરોપમાં ફરિયાદ દાખલ કરી હતી. સંઘવી બંધુઓ સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગી નેતા રવિ આમ્બલીયાને કારને અકસ્માત, પત્ની-પુત્રીનો બચાવ
Next articleપાતળી બહુમતી અને આંતરિક ડખાને કારણે રૂપાણી સરકાર ભીંસમાં?