Home દુનિયા - WORLD પાક.નો `પોકળ’ નિર્ધાર, જાધવ મુદ્દે નહીં ઝૂકીએ

પાક.નો `પોકળ’ નિર્ધાર, જાધવ મુદ્દે નહીં ઝૂકીએ

341
0

જી.એન.એસ, તા.૧૩
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને સેના વડા જનરલ કમર જાવેદ બાજવાએ જણાવ્યું છે કે કુલભૂષણ જાધવ મુદ્દે તેઓ કોઈ પણ દબાણને વશ નહીં થાય. પાકિસ્તાનની સૈન્ય અદાલતે ભારતીય નાગરિક કુલભૂષણ યાદવને ફાંસીvr સજા ફરમાવી હતી. આ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી પણ વધારે ઉગ્ર બની છે.
મીડિયા અહેવાલ પ્રમાણે સેના વડા જનરલ બાજવા વડાપ્રધાન શરીફને મળ્યા હતા અને જાધવ મુદ્દે વડાપ્રધાનને વિશ્વાસમાં લીધા હતાં. બંને જણાં જાધવ મુદ્દે કોઈ પણ તબાણને તાબે ન થવા સંમત થયા હતાં. બંને જણાંએ ઈસ્લામાબાદમાં યોજાયેલી બેઠકમાં સેનાની સજ્જતા, સુરક્ષા તેમજ સીમાની વર્તમાન સ્થિતિ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સંસદના બંને ગૃહમાં નિવેદન કરતાં જણાવ્યું હતું કે તેઓ કુલભૂષણને બચાવવા માટે આઉટ ઓફ વે માર્ગ અપનાવશે. કુલભૂષણ પાસે કાયદેસરનો પાસપોર્ટ હતો અને તેની ધરપકડ બલુચિસ્તાનના ચમાનમાંથી કરાઈ છે. ચમાન અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત લાયન્સના ખેલાડીએ ગુજરાતી ગીત પર લીધા ટીટોડો
Next articleવૈશાખીની ઉજવણી માટે 1,400 સિખ પહોંચ્યા પાકિસ્તાન