Home ગુજરાત ગુજરાત લાયન્સના ખેલાડીએ ગુજરાતી ગીત પર લીધા ટીટોડો

ગુજરાત લાયન્સના ખેલાડીએ ગુજરાતી ગીત પર લીધા ટીટોડો

1111
0

જી.એન.એસ, તા.૧૩ રાજકોટ
રાજકોટમાં આઇપીએલ ફિવર જામ્યો છે ત્યારે આવતીકાલે પુણેની ટીમ સામે ગુજરાતના સાવજો ટકરાશે. ગુજરાત લાયન્સના ખેલાડીઓને રાજકોટની ભાગોળે આવેલી રિજન્સી લગુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. ખેલાડીઓ નવરાશની પળોમાં કાઠીયાવાડી સ્ટાઇલમાં જલ્સો કરે છે. ગઇકાલે તેઓએ હોટેલમાં ગુજરાતી ગરબાની મોજ કરી હતી. હૈયૈ ટાક્યા મોર રે રાજ કોયલ બોલે જેવા ગુજરાતી ગરબા પર ખેલાડીઓ રાસ રમ્યાં હતા અને ટિપીકલ કાઠીયાવાડ સ્ટેપમાં ટિટોડો લીધો હતો.
હોટલમાં ગુજરાતી ગરબાની રમઝટ બોલી હતી જેમાં ગુજરાત લાયન્સના ટીમના કોચ બ્રેડ હોજ, ફિલ્ડિંગ કોચ મોહમ્મદ કૈફ, દિનેશ કાર્તિક તેમજ ઓસ્ટ્રેલિયન પ્લેયર જેમ્સ ફોકનર સહિતના ખેલાડીઓએ ટીટોડો લીધો હતો. તેમજ અન્ય ખેલાડીઓ ખુરશી પર બેસી ગરબા નિહાળ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિરાટ કોહલી સંપૂર્ણ રીતે ફિટ, કાલે મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ IPL મેચ રમશે
Next articleપાક.નો `પોકળ’ નિર્ધાર, જાધવ મુદ્દે નહીં ઝૂકીએ