Home દેશ - NATIONAL પાક.ની નાપાક હરકત : કાશ્મીરમાં નવું આતંકી સંગઠન ઊભુ કરવાનું પ્લાનિંગ

પાક.ની નાપાક હરકત : કાશ્મીરમાં નવું આતંકી સંગઠન ઊભુ કરવાનું પ્લાનિંગ

367
0

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૦
ઝાકિર મૂસા બનશે કમાન્ડર,ગુપ્તરચર એજન્સીઓને શંકા
કાશ્મીરમાં હિંસા અને આતંક ફેલાવવા માટે પાકિસ્તાન એકવાર ફરીથી પોતાની જૂની રણનીતિની ચાલ ચાલી રહ્યું છે તેવુ લાગે છે. કાશ્મીરમાં સ્થાનીક આતંકવાદીઓ અને અલગતાવાદીઓની વચ્ચે વધતા મતભેદમાં ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, સીમા પર બેસેલા આતંકના સરગના ઘાટીમા નવું આતંકવાદી સંગઠનને એક્ટિવેટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યુ છે, જેમનું ફોકસ હિજબુલ મુજાહિદીનના પૂર્વ કમાન્ડર ઝાકિર મુસા પર હશે.
ગુપ્તચર એજન્સીઓની માહિતી મુજબ, છેલ્લા કેટલાક સપ્તાહથી સામે આવી રહેલા નિવેદન અને સોશિયલ મીડિયા પર દેખાઈ રહેલી તસવીરો આ તરફ ઈશારો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકી બુરહાન વાનીના ઉત્તરાધિકારી જાકિર મુસાના નિવેદન અને કાશ્મીરી અલગતાવાદીઓ તેમજ યુનાઈટેડ જિહાદ કાઉન્સિલના ચીફ સૈયદ સલાહુદ્દીની સાથે સોશિયલ મીડિયામાં ફરી રહેલી તસવીરો, વીડિયો-ઓડિયો ક્લિપ્સ આ વાતનો સંકેત આપી રહી છે કે, કાશ્મારીમાં આતંક ફેલાવનારાની વચ્ચે ગંભીર મતભેદ સામે આવી રહ્યાં છે. ગુપ્તચર સૂત્રોએ કહ્યુ કે, આ પરિસ્થિતિમાં એવુ થઈ શકે છે કે પાકિસ્તાન એકવાર ફરીથી કાશ્મીર માટે ૧૯૯૦ના દાયકામાં અપનાવેલી રણનીતિ ફરીથી અપનાવી રહ્યુ હોય, જ્યારે એકમાત્ર આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટની જગ્યા કોઈ નવા આતંકી સંગઠને લીધી હતી. યાદ રહે કે, ૧૯૯૩-૯૪ સુધી અનેક આતંકી સંગઠન અસ્તિત્વમાં આવી ગયા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં એક નવા આતંકી સંગઠનને પ્રોત્સાહિત કરાઈ રહ્યાની આશંકા બહુ જ મજબૂત થતી નજર આવી રહી છે. મૂસા અલગતાવાદીઓ, હિજબુલ અને પાકિસ્તાન પણ વિરુદ્ધમાં બોલી રહ્યું છે. તેમનું ફોકસ કાશ્મીરી યુવાઓ પર છે. તેઓ કાશ્મીરની આઝાદી માટે ઈસ્લામિક ઉદયની વકાલત કરી રહ્યાં છે.
૩-૪ મેના રોજ સોશિયલ મીડિયા પર ૯ એવા નકાબપોશ આતંકવાદીઓની તસવીરો પોસ્ટ કરાઈ છે, જેમના હાથમાં આઈએસના ઝંડા જેવો લાગતા કાળા રંગનો ઝંડો છે. જોકે, આ ઝંડા પર માત્ર ઈસ્લામિક કલમા લખાયો છે અને સાથે જ તેના પર છદ્ભ-૪૭નું નિશાન પણ બનાયેલું છે. ગુપ્તચર એજન્સીઓને લાગે છે કે, આવુ કરવાની પાછળ સ્થાનિક આતંકવાદીઓનો હેતુ ખુદને આઈએસ બ્રાન્ડથી અલગ બતાવવાની છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા અને સાથે જ પાક અધિકૃત કાશ્મીરમાં સ્થિત હિજબુલ મુજાહિદીનના કમાન્ડ સલાહુદ્દીને પોતાના નિવેદનમાં આ તસવીરોની નિંદા કરી હતી. તેમનો દાવો હતો કે, આઈએસ અને ઝંડો લહેરાવનારાઓ સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેમણે કાશ્મીરી યુવાઓને અપીલ કરી હતી કે, તેઓ આનાથી પ્રભાવિત ન થાય.
Terrorist-Matter

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુએસમાં સ્કૂલના પુસ્તકોમાં હિંદુ ધર્મની નેગેટિવ ઇમેજ, ભારતીયોએ દર્શાવી નારાજગી
Next articleખેડૂતોનું દેવું માફ નહી કરવામાં આવે તો ગઠબંધન તોડવામાં આવશેઃ ઉદ્ધવ ઠાકરે