Home ગુજરાત પવનની દિશા બદલાતાં તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના: પી.કે.પરમાર

પવનની દિશા બદલાતાં તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના: પી.કે.પરમાર

294
0

(જી.એન.એસ રવિન્દ્ર ભદોરીયા)તા, ૨૭/૧૨

ગાંધીનગર :- કૃષિ મંત્રી  આર.સી.ફળદુ સહિત કૃષિ વિભાગના તથા સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન મોનીટરીંગ કરી મોટાપાયે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતોની માંગ અનુસાર દિવસ દરમિયાન વીજ પુરવઠો કરી દેવાયો : સર્વે માટે ૩૩ ટીમો કાર્યરત છે. રાજ્ય સરકારની તીડ નિયંત્રણ સઘન કામગીરીના પરિણામે અને પવનની દિશા બદલાતાં તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના થઇ શકે છે. કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ  પી.કે.પરમારે તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલ પગલાંઓની વિગતો આપતાં કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના તીડથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ ત્યાં પહોંચી ગયા છે અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંકલન કરીને તીડ  નિયંત્રણની કામગીરી સંદર્ભે યુદ્ધના ધોરણે પગલાં હાથ ધરવાને પરિણામે આ સફળતા મળી છે.

રાજ્ય સરકારની આ કામગીરીને પરિણામે અને પવનની દિશાના આધાર તીડની દિશા હવે પાકિસ્તાન ના બલૂચિસ્તાન તરફ રવાના થાય તેવી સંભાવના છે. ખેડૂતોએ માંગ કરી હતી કે, જો દિવસ દરમિયાન વીજ પુરવઠો મળે તો ખેતરોમાં ફુવારા ચાલુ રાખી શકાય અને એના લીધે પાક પર તીડ બેસતા નથી એને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ વિસ્તારોમાં દિવસે વીજ પુરવઠો પુરો પાડવાનું શરૂ કરી દીધુ છે. જેથી ખેડૂતો ખેતરમાં ફુવારા ચાલુ રાખી શકે અને તીડને બેસતા અટકાવી નુકશાનથી બચી શકાય. સંકલિત અભિગમને કારણે નિયંત્રણની કામગીરી વધુ વેગવાન બની છે. બનાસકાંઠા જિલ્લામાં ગઇ કાલ સુધી રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગની ૨૭ સર્વે ટીમ અને ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલ યુનિટની ૧૯ ટીમ અને ૨૫ સ્થાનિક ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર મારફ્ત તીડ નિયંત્રણની કામગીરી દ્વારા ૩૫૨૬ હેક્ટરમાં નિયંત્રણ કરવામાં આવી છે.

વધુમા જણાવ્યું હતું કે, ૧૪ ડિસેમ્બર ૨૦૧૯થી રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં મીઠાવીચારણ ગામ તથા તેની આજુબાજુના ગામોમાં તીડનું આક્રમણ થયું હતુ.  ખેતીવાડી વિભાગની ફિલ્ડની ટીમો દ્વારા તીડની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે. અને રાત્રે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય તેનું લોકેશન ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમને આપવામાં આવે છે જેથી વહેલી સવારે દવાનો છંટકાવ કરી તેનું નિયંત્રણ કરવામાં આવે છે. દિવસ દરમિયાન તીડ ઉડતા હોય છે જેથી આ સમયે તેનું નિયંત્રણ કરવું શક્ય બનતું નથી. રાત્રીના સમયે તેઓ બેસી જાય છે પરંતુ રાત્રિના સમયે તીડ દ્વારા તેના શરીર પરના છિદ્રો સંકોચી લેવામાં આવે છે અને શ્વસન ક્રિયા ધીમી હોય છે જેથી રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે પાંચથી છ વાગ્યા આસપાસ દવા છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવે છે. તડકાની શરૂઆત થતા દસ વાગ્યાની આસપાસ ઉડવાની શરૂઆત કરે છે જેથી તેના નિયંત્રણ માટે ચાર કલાક જેટલો સમય મળે છે અને આ સમયમાં દવા છાંટી તેનું નિયંત્રણ કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહે.. ભાજપા, પ્રજા તમારી સાથે સહમત હોય એમ માની લેવાની જરૂર નથી…. હોકે….!!
Next articleશું દેશ બીજી કટોકટી તરફ ધકેલાઈ રહ્યો છે…..? સાવધાન…..!!