Home ગુજરાત હે.. ભાજપા, પ્રજા તમારી સાથે સહમત હોય એમ માની લેવાની જરૂર નથી…....

હે.. ભાજપા, પ્રજા તમારી સાથે સહમત હોય એમ માની લેવાની જરૂર નથી…. હોકે….!!

199
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
ભાજપ પાસે હવે અતિ આત્મવિશ્વાસમાંથી બહાર આવવું પડશે. દેશની પ્રજા શેખચલ્લી જેવા વિચારોમાં અટવાઈ જવા તૈયાર નથી. ભાજપાની કેન્દ્ર સરકારમાં સ્પષ્ટ બહુમતી છે જે પ્રજાએ આપી છે. પરંતુ એ બહુમતી પ્રજાકિય સળગતા પ્રશ્નો ઉકેલવાના બદલે પોતાની નીતિઓને બહુમતીના કારણે આમ પ્રજા ઉપર થોપતી જાય છે….! ત્યારે સવાલ એ ઉઠે છે કે લોકો થકી લોકો માટેનું લોકશાસનની લોકશાહી ક્યા ગઈ…..? લોકો હવે ભાજપા શાસનને સરમુખત્યાર શાસન કહેવા લાગ્યાં છે…. છતાં આ વાત ભાજપા રાજનેતાઓને કાને સંભળાતી નથી….!! કારણ અતિ આત્મવિશ્વાસમાં ભાજપા નેતાગણ રાચી રહ્યો છે. તેના તમામ રાજનેતાઓ આ કારણે મુસ્તાક છે. કારણ કે તેઓના સર્વેસર્વા મોદીજી છે. પરંતુ પોતાના અતિ આત્મવિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવો એ દેશમાંથી ભાજપાની ઘોર ખોદી રહ્યો છે. દેશની આમ પ્રજાએ ભાજપાના ચૂંટણી પ્રચારના મુદ્દાઓ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી સ્પષ્ટ બહુમતી આપી છે ત્યારે એ મુદ્દાઓ જ ગુમ કરી દેવામાં આવ્યા છે…..! એવી સમજમા ભાજપાના તમામ નેતાઓ રાચી રહ્યા છે કે તેમની દરેક નીતિઓ સાથે દેશની પ્રજાની સહમતિ છે. ત્યારે આવી આત્મશ્લાઘા અને માન્યતામાંથી બહાર આવવું પડશે. કારણ એક સમયે ૧૦ જેટલા રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી હતી તો 11 એવા રાજ્યો હતા કે જ્યાં ભાજપા ગઠબંધનની સરકારો હતી અને હવે….. ભાજપાના હાથમાં કેટલા રાજ્યો રહ્યા છે કે જ્યાં તેની સ્પષ્ટ બહુમતી સરકાર હોય…..? ભાજપના હાથમાંથી દીન બ દીન એક પછી એક રાજ્ય સરકવા લાગ્યાં છે. તેના અનેક કારણો છે. ભાજપાના હાથમાંથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ગયા અને તાજેતરમાં ઝારખંડ પણ સરકી ગયું છે. ત્યારે ભાજપા આત્મમંથન કરવું જરૂરી છે. કારણ કે કોંગ્રેસ સહિતના વિપક્ષો સમજી ગયા છે… ચૂંટણીઓમાંથી પાઠ શીખી ગયા છે કે ભાજપાને સત્તાથી દૂર રાખવા એક થવું જરૂરી છે. અને મહારાષ્ટ્ર પછી ઝારખંડ તેનો જાગતો પુરાવો છે. ત્યારે ભાજપા તેની નીતિઓને- માન્યતાઓને આમ પ્રજા ઉપર જબરજસ્તીથી થોપી દેવા બાબતે સ્પષ્ટ બહુમતીના કારણથી અતિ આત્મવિશ્વાસમાંથી બહાર આવી આત્મમંથન કરશે ખરો….?
ભાજપની કેન્દ્ર સરકારે તેના સલાહકારોની સલાહ માની તેનો અમલ કરતાં સમગ્ર દેશને કેટલી ઊંડી ખાઈમાં ઉતારી દીધો છે તે વાત તેના રાજનેતાઓ સમજી શક્યા નથી…..! ભાજપાના જ સ્વામી સુબ્રમણ્યમની સલાહ પણ માની ન હતી, તો જેના હૈયે રાજકારણથી પર રહી દેશનું હિત સમાયેલું છે તેવા વિશ્વ માન્ય પ્રખર અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિહની વાત કે સલાહને અવગણી. આરબીઆઇના પૂર્વ વડા રાજનની સલાહ પણ માની નહી. બાકી હતું તો પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્ની સલાહ પણ અવગણી…. તેનું કારણ છે કે ડૉ. મનમોહનસિંહ અને પી. ચિદમ્બરમ કોંગ્રેસના હતા તો રાજન કોંગ્રેસ તરફી હોવાનું માનતા હતા. અને ભાજપા રાજનેતાઓ ભારતને કોંગ્રેસ મુક્ત કરાવવા માટે મગ્ન હતા. આ કારણે દેશની આર્થિક હાલત ડામાડોળ થઈ ગઈ છે. મંદીએ સમગ્ર ભારતને અજગરી ભરડામા લઈ લીધું છે. જે હકીકત ભાજપાના નેતાઓ સ્વિકારવા તૈયાર નથી અને જાહેર મંચ ઉપર જોર શોરથી કહે છે કે ભારતમાં મંદીની કોઇ અસર નથી… ભારતનો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે જ કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ સીધીસટ વાત કરી કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે ઉપરાંત તેમને આ બાબતે ઘણી વાતો કરી હતી. અને હવે કેન્દ્ર સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સ્પષ્ટ ભાષામાં અરિસો બતાવ્યો છે તે દેશમાં સાધારણ મંદી નથી તેની અસરો વ્યાપક પડશે. આર્થિક સ્થિતિ વાસ્તવિક રીતે બહુ ખરાબ છે.. ત્યારે ભાજપાયે તેમની વાત સ્વીકારવી રહી…. પરંતુ દેશભરમાં પોતાની નીતિઓ થોપવા માંગતા ભાજપાના નેતાઓ તેમની વાત માનવા તૈયાર થશે ખરા….? એ સવાલ ઘણો પેચીદો છે પણ ભાજપાના નેતાગણ માટે…..!!
ભાજપાના એક પછી એક નેતા કે સહયોગી પક્ષો દેશમાની આજની મંદી, અને આર્થિક બેહાલી કે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય બાબતે સીધી અને સ્પષ્ટ વાત કહેતા થઈ ગયા છે. જેના કારણે ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં સૌ પ્રથમ મંત્રી રાજનાથસિહએ અમેરિકામાં ભારતીયોના કાર્યક્રમમાં સ્વીકાર કર્યો હતો કે ભારતમાં મંદીની ભારે અસર થઈ છે… તો તાજેતરમાં ભાજપા સરકારના પૂર્વ સલાહકારે પણ મંદીની વ્યાપક અસર હોવાનું કહ્યું. તો સીએએ અને એનઆરસી મુદ્દે દેશભરમાં ભારે વિરોધ થયો, તોફાનો થયા, તો કેન્દ્ર સરકાર લાવી એનપીઆર. તે મુદ્દે પણ વિરોધ શરૂ થઇ ગયો છે. અને ત્યારે જ નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્રકુમાર બોઝે પોતે પક્ષના નેતાઓ સામે અવાજ ઉઠાવતા ટ્વિટ કરી છે તેમણે દર્શાવ્યું છે કે જો સીએએ- 2019 કોઈ ધર્મ સંબંધિત ન હોય તો શા માટે હિન્દુ, પારસી, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો જ કેમ, મુસ્લિમો શા માટે નહીં…..? તેમણે ટ્વિટમાં એવું પણ દર્શાવ્યું છે કે જો મુસ્લિમો પર તેમના દેશમાં અત્યાચાર ગુજારવામાં આવતા હોય તો પણ તેઓ નહિ આવે. તો પછી શા માટે તેમને બાકાત રાખો છો…..? અને આ બાબતે ભાજપમાં હડકંપ મચી ગયો છે…..! પરિણામે દેશભરમાં એનપીઆર સામે શરૂ થયેલા વિરોધને વધુ બળ મળી ગયું છે. જે હકીકત છે…! પરંતુ જાણકારો કહી રહ્યા છે કે જો રાજ્યો જ એનપીઆર માટે સહમત નહીં થાય તો…..? અને એવું બનવાની વધુ શક્યતા છે… કારણ બિનભાજપી રાજ્યો તો સહયોગ ન જ આપે પરંતુ ભાજપ ગઠબંધન સરકાર વાળા રાજ્યોમાં બિહારના મુખ્યમંત્રી સ્પષ્ટ ના કહી દીધી છે. તો કર્ણાટકમાં આંતરિક નનકારો છે ત્યારે કેન્દ્ર સરકારના એનપીઆરનું ભવિષ્ય શું….?!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિનસચિવાલય મુદ્દે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા અમદાવાદ ભાજપના સાંસદ કિરીટ સોલંકી
Next articleપવનની દિશા બદલાતાં તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના: પી.કે.પરમાર