Home હર્ષદ કામદાર પદ્માવતના વિરોધના બહાને લોકોમાં ફરીથી હિન્દુત્વની લાગણી જગાડવાનો પ્રયાસ?

પદ્માવતના વિરોધના બહાને લોકોમાં ફરીથી હિન્દુત્વની લાગણી જગાડવાનો પ્રયાસ?

787
0

દેશભરમાં ફિલ્મ પદ્માવતનો જોરશોરથી ચારેકોર જે રીતે અને જે પધ્ધતિથી વિરોધ થઇ રહ્યો છે તે જોઇને રાજકીય નિરીક્ષકો એ મત પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે શું રામ મંદિર માટે હિન્દુત્વને ફરીથી જગાડવાનો કોઇ પ્રયાસ કે પૂર્વ તૈયારીઓ તો નથી ને? કેમ કે 2019ની લોકસભા ચૂંટણીઓ જીતવા માટે ભાજપ કે સંઘ પરિવાર પાસે હિન્દુત્વ જ એક માત્ર આધાર બની રહે તેમ છે. 2014થી અત્યાર સુધી કેન્દ્રમાં મોદી સરકારે એવું કાંઇ કર્યું નથી કે કે લોકો ફરીથી હોંશે હોંશે મોદીના નામે ભાજપને મત આપે. બીજી તરફ રાહુલ ગાંધીને ગુજરાતમાં સોફ્ટ હિન્દ્ત્વના મુદ્દે ભારે સફળતા મળતાં ભાજપ-સંઘ પરિવારમાં તે અંગે ચિંતન મંથન સતત ચાલી જ રહ્યું છે. રાહુલે કર્ણાટકમાં પણ હિન્દુત્વનો જ આશરો લીધો છે. રાહુલ કોંગ્રેસને ધીમે ધીમે હિન્દુત્વના માર્ગે લઇ જઇ રહ્યો છે ત્યારે ભાજપ ને સંઘ પરિવારે કટ્ટર હિન્દુત્વનો સહારો લેવો પડે તો નવાઇ નહીં.
રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું કે પદ્માવતનો વિરોધ કરનાર કરણી સેના પ્રદેશ કક્ષાનું સંગઠન છે. ખૂબ જ ટૂંકા ગાળામાં તેને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવામાં સંઘ પરિવારનો હાથ હોવાનું મનાઇ રહ્યું છે. ઉપરાંત પદ્માવતનો જે પધ્ધતિથી વિરોધ થયો છે તે સંઘ પરિવારની શૈલી છે. રાજસ્થાની પાઘડીની સાથે કેસરી ખેસ સંઘની ચાડી ખાય છે. પદ્માવતના વિરોધમાં પદ્માવતના બચાવ કરતાં મુસલમાન આક્રમણખોર રાજા ખીલજીનો ભારે વિરોધ દર્શાવવો વગેરથી તેને હિન્દુ-મુસ્લિમનું રૂપ આપીને લોકો હિન્દ્ત્વ માટે કેટલા આક્રમણ છે તે પણ ચકાસવામાં આવી રહ્યું છે. કેમ કે 2019ની ચૂંટણી પહેલાં રામ મંદિરના નિર્માણ માટેની ઝૂંબેશ કે કાર સેવાની હાકલ થવાની જ છે. પદ્માવતના વિરોધના ઓથા હેઠળ લોકોમાં હિન્દુત્વની આગ પ્રજજ્વલિત રાખવાનો પણ એક પ્રયાસ હોઇ શકે.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં કરણી સેનાને સાથ અને પદ્માવતના વિરોધને પરોક્ષ ટેકો આપવાના વલણ પાછળ પણ સંઘ પરિવારનો દોરી સંચાર હોઇ શકે. કરણી સેના મૂળ રાજસ્થાનની છે. ગુજરાતમાં કે દેશના અન્ય રાજ્યોમાં તે કેટલી સક્રિય છે એ તો તેના વડા લોકેન્દ્ર સિંગ જ કહી શકે. પરંતુ ધીમે ધીમે એવું રાજકીય ચિત્ર આકાર લઇ રહ્યું છે કે ભાજપ-સંઘ પરિવાર દ્વારા હવે કેન્દ્ર સમક્ષ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગણી કરાશે. અને બીજી તરફ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે દેશભરમાં કારસેવાની હાકલ કરીને ફરીથી હિન્દુત્વની જ્યોત કે મસાલ જગાવવાના બીગ એજન્ડામાં પદ્માવતનો વિરોધ એક નાનકડો પ્રયોગ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપત્રકારો માટે “મા વાત્સલ્ય”, હવે આરોગ્યના અધિકારીઓનો રેશનકાર્ડનો નવો ફતવો..?
Next articleજીએનએસ ન્યૂઝ સર્વિસ હવે પાંચ ભાષામાં, લખનૌથી કરાયો ઉર્દૂ સેવાનો પ્રારંભ