Home દેશ - NATIONAL પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ શકે

પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ શકે

37
0

(જી.એન.એસ),તા.૨૦
ચંડીગઢ
પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ શકે છે. ટ્રાફિક પોલિસ દ્વારા ઓવરસ્પીડ અને ડ્રન્કન ડ્રાઇવ પર કડક કાર્યવાહી કરવા માટે જરૂરી સાધનો ખરીદવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સરકારે પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. માહિતી આપવામાં આવી હતી કે ટ્રાફિક પોલિસ દ્વારા ૨૦૩ અલ્કોમીટર અને તેને લગતી ૩૫૦ કીટ ઉપરાંત ૬૬ સ્પીડો મીટર ખરીદવામાં આવશે. ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે દંડ વધારવાના ર્નિણય પર મહેસૂલ મંત્રી બ્રહ્મશંકર ઝિમ્પાએ કહ્યુ કે તેઓ ટ્રાફિકના નિયમો તોડનારાઓ પર દંડની રકમ બમણી કરવાના પક્ષમાં નથી. સરકારે આમાં ફેરફાર કરવો જાેઈએ. ટ્રાફિકના નિયમો તોડનારા લોકોને તાલીમ આપવાની જરૂર છે. તેમને તક મળવી જાેઈએ. ઝિમ્પાએ કહ્યુ કે જેટલો દંડ હોય છે તેટલાનુ તો વાહન હોય છે. તેથી લોકોને બીજી તક મળવી જ જાેઈએ. મંત્રી ઝિમ્પાએ કહ્યુ કે અમારા રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરવાની પ્રક્રિયા યોગ્ય છે પરંતુ દંડની મોટી રકમ યોગ્ય નથી. તેનાથી સામાન્ય માણસ પરેશાન થશે. દંડની રકમ ચૂકવવા માટે લોકોએ લોન પણ લેવી પડી શકે છે. તે વાજબી નહીં હોય. એડીજીપી ટ્રાફિક એસ શ્રીવાસ્તવે કહ્યુ કે પંજાબમાં નવા ટ્રાફિક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આદેશો આવતા જ તેનો અમલ કરવામાં આવશે. પંજાબમાં દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવા પર પહેલીવાર ૫ હજાર અને બીજી વખત ૧૦ હજારનો દંડ થઈ શકે છે. સાથે જ ૩ મહિના માટે ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે. વધુ ઝડપે વાહન ચલાવવા માટે પ્રથમ વખત ૧૦૦૦ દંડ અને બીજી વખત ૨૦૦૦ દંડ પરંતુ બંને વખત લાયસન્સ ૩ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ કૂદાવવા બદલ પ્રથમ વખત ૧૦૦૦ અને બીજી વખત ૨૦૦૦ દંડ તેમજ ૩-૩ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ પ્રથમ વખત ૫૦૦૦ અને બીજી વખત ૧૦૦૦૦ દંડની સાથે ત્રણ મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. ટુ વ્હીલર પર ત્રણ સવારી માટે, પ્રથમ વખત દંડ ૧૦૦૦ અને બીજી વખત દંડ ૨૦૦૦ રૂપિયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્લી સરકારની મિશન બુનિયાદ લંબાવવાની યોજના
Next articleચોમાસાની સારી પ્રગતિએ આગામી દિવસોમાં ફુગાવો – મોંઘવારી ઘટવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!!