Home વ્યાપાર જગત ચોમાસાની સારી પ્રગતિએ આગામી દિવસોમાં ફુગાવો – મોંઘવારી ઘટવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં...

ચોમાસાની સારી પ્રગતિએ આગામી દિવસોમાં ફુગાવો – મોંઘવારી ઘટવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૩૯૭.૫૩ સામે ૫૫૩૯૧.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૨૭૦.૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૭.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૪.૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૬૮૧.૯૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૧૯.૬૦ સામે ૧૬૫૨૪.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૮૯.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૮.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૬.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૧૬.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતી સાથે થઈ હતી. કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્ષને એક મહિનામાં જ સંપૂર્ણપણે પાછો ખેંચવાનો અને ડિઝલ તેમજ એવીયેશન ફયુલ પરના ટેક્ષને ઘટાડવાનો નિર્ણય લેતાં રાહત થવાના પોઝિટીવ પરિબળ તેમજ ઓવરસોલ્ડ આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફોરેન ફંડોએ શરૂ કરેલી ખરીદીએ આજે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટકીને બ્રેન્ટ ૧૦૮ ડોલર નજીક જઈ ઝડપી ઘટી આવતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું પતન અટકીને આવતા, ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરીએ રિકવર થતાં તેમજ લાંબા સમયથી ભારતીય શેરબજારોમાં મોટાપાયે વેચવાલ બનેલા ફોરેન ફંડો ખરીદદાર બનતાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.

આ સાથે ચોમાસાની સારી પ્રગતિએ ફુગાવો – મોંઘવારી આગામી દિવસોમાં ઘટવાની અપેક્ષાએ પણ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. ઇન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, ઇન્ડસઇન્ડ શેરોમાં ફંડોની લેવાલી સાથે કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, ઈન્ડસ્ટ્રીયલ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં પસંદગીની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૨૮૪ પોઈન્ટ અને  નિફટી ફ્યુચર ૯૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૭ અને વધનારની સંખ્યા ૨૦૦૧ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, તાજેતરના સપ્તાહોમાં ભારતીય રૂપિયાના ડોલર સામે થયેલા ૭%થી વધુના ધોવાણને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) હવે રૂપિયાનો વધુ ધબડકો અટકાવવા ફોરેકસ રિઝર્વમાંથી ૧૦૦ અબજ ડોલર જેટલી રકમ ખર્ચવા તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરેકસ રિઝર્વના હાલના સ્તરને જોતા આ રકમ તેની ૧૭% જેટલી થવા જાય છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો સાત ટકાથી વધુ તૂટી ગયો છે અને હાલમાં પ્રતિ ડોલર ૮૦ની આસપાસ બોલાઈ રહ્યો છે. ડોલરના આઉટફલોઝને કારણે રૂપિયામાં સતત ઘસારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક મની માર્કેટમાં સતત દરમિયાનગીરી કરી રહી છે. રિઝર્વ બેન્કની દરમિયાનગીરી વગર રૂપિયાનું પતન ઘણું મોટું જોવા મળ્યું હોત. ગયા વર્ષના ૩ સપ્ટેમ્બરના સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૬૪૨.૪૫ અબજ ડોલર સાથે ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ તેમાં ૬૦ અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે અને હાલમાં  ૫૮૦.૨૫ અબજ ડોલર સાથે પંદર મહિનાની નીચી સપાટીએ છે. ૫૮૦ અબજ ડોલરના ફોરેકસ રિઝર્વ સાથે ભારત વિશ્વમાં રિઝર્વની દ્રષ્ટિએ પાંચમા ક્રમે છે.

રિઝર્વના આ સ્તરને કારણે આરબીઆઈ રૂપિયાને વધુ ઘટતો અટકાવી શકવાનો વિશ્વાસ ધરાવે છે. કોરોનાના કાળ તથા રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે  ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કો વ્યાજ દરમાં વધારો કરી રહી છે. ફુગાવા ખાસ કરીને ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે અનેક દેશોના આયાત બિલ્સ વધી ગયા છે, જેને કારણે તેમના ચલણ પર દબાણ આવી રહ્યું છે. જો કે યુરો, યેન તથા પાઉન્ડ જેવી મુખ્ય કરન્સીઝની સરખામણીએ ડોલર સામે રૂપિયાનું ધોવાણ ઓછું થયું છે, એમ સરકાર વતિ દાવો કરાયો છે. રૂપિયાના સતત ઘસારાને અટકાવવા રિઝર્વ બેન્કની દરમિયાનગીરી મહત્વની બની રહે છે, એમ પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

Previous articleપંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ શકે
Next articleકેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે કોરોના મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.