Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૯.૦૭.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૬૭૯૫.૧૪ સામે ૬૬૯૦૫.૦૧  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૬૭૦૩.૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૭.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૨.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૭૦૯૭.૪૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૭૭૦.૫૫ સામે ૧૯૮૦૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૭૪૭.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૬.૫૫  પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૮૪૭.૧૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બુધવારે પણ સ્થાનિક શેરબજારમાં તેજી આગળ વધી હતી અને નવી ટોચ રચાઈ હતી.ટેલીકોમ શેરની આગેવાનીમાં બીએસઈ સેન્સેક્સ ૩૦૨ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર પણ ૧૯૮૪૭ની ઉપર બંધ રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં બજારની તેજી વચ્ચે આકર્ષણ જોવા મળ્યું હતું.ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોની સતત લેવાલી જારી રહેતાં શેરબજારમાં સતત નવી ટોચ રચી રહ્યું છે.આ ઉપરાંત કંપનીઓના પરિણામોની મોસમ સાથે બજારનો અંડરટોન ઘણો મજબૂત જણાઈ રહ્યો છે.બીજી તરફ અમેરિકાની ચાઈના ટેક ઈન્વેસ્ટમેન્ટ લિમિટ કરવાના સંકેત સામે ભારતીય આઈટી-ટેકનોલોજી, સેમી-કન્ડકટર્સ ક્ષેત્રે અમેરિકાનું રોકાણ, બિઝનેસ તકો વધવાની અપેક્ષાએ પણ ફંડોએ આઈટી શેરોની આગેવાનીમાં સેન્સેક્સ, નિફટીને નવી ઐતિહાસિક ઊંચાઈએ મૂકી દીધા હતા.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૨.૮૮%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, અલ્ટ્રાકેમ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, એસબીઆઈ, આઈટીસી અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ટીસીએસના શેરો સૌથી વધુ ૦.૮૫% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, હિન્દુસ્તાન યૂનિલિવર, નેસ્લે, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૨.૮૬%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ, અલ્ટ્રાકેમ્કો અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ હિન્દાલ્કોના શેરમાં ૧.૦૬%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિરો મોટોકોર્પ, ટીસીએસ, બજાજ ઓટો અને મારુતિનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૨ અને વધનારની સંખ્યા ૧૪૧૮ રહી હતી,૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૩% અને ૦.૬૧% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો,કોર્પોરેટ પરિણામોની સીઝન સાથે આર્થિક મોરચે ફુગાવો અંકુશમાં આવી રહ્યો હોઈ અમેરિકા, યુરોપમાં વ્યાજ દર વધારાનું સાઈકલ અટકવાના રિકવરીના સંકેત સાથે કંપનીઓના રિઝલ્ટની અપેક્ષાએ  વૈશ્વિક બજારોની રિકવરી પાછળ ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોએ ફરી મોટી ખરીદી કરી વિક્રમી તેજીને આગળ વધી હતી.ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ ધોધના પરિણામે રોજબરોજ નવી વિક્રમી ઊંચાઈના ઈતિહાસ રચાઈ રહ્યા છે. કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર સાધારણ પરિણામ છતાં અમેરિકામાં ફુગાવો અપેક્ષાથી ઓછો આવતાં વ્યાજ દર વધારાનું ચક્ર થંભવાની અપેક્ષાએ અને બિઝનેસ તકો વધવાની અપેક્ષાએ ફંડો સપ્તાહના અંતે આઈટી શેરોની આગેવાનીમાં તેજીનું મોટું તોફાન મચાવ્યું છે. તેજીના ઐતિહાસિક દોરમાં અત્યારે અનેક કંપનીઓના શેરોના ભાવ બેફામ વધી રહ્યા છે, ત્યારે આ તેજીનો દોર કેટલો અને કયાં સુધી આગળ વધશે એનું આંકલન-સચોટ અંદાજ મૂકવો કઠિન બન્યું છે.વૈશ્વિક બજારોમાં હાલ મર્યાદિત તેજી સામે ભારતીય શેર બજારો ફાટમફાટ થઈ રહ્યા છે,તુલના પ્રમાણે હજુ તેજીને અવકાશ હોવાનું કહી શકાય.પરંતુ ઈન્ડેક્સ બેઝડ તેજીથી વિશેષ સ્મોલ, મિડ કેપ, સાઈડ માર્કેટમાં જોવાઈ રહેલી બેફામ તેજીમાં ક્યાંક અતિરેક પણ થઈ રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દો બંધ થશે, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો
Next articleગુજરાતમાં ૬૯મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪ ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoU થયા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.